ખબર

વડોદરામાં નર્સ પત્ની ઉપર શિક્ષક પતિએ આડા સંબંધોની શંકાને લઈને ચાલુ એક્ટીવા પર કરી નાખી હત્યા

વડોદરા: કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ પર શિક્ષક પતિને ગઈ શંકા, ફિલ્મી ઢબે પીછો કર્યો અને ચાલુ એક્ટિવા પર જ હત્યા

પતિ અને પત્નીના સંબંધોમાં ક્યારે શંકાનું જહેર પ્રવેશી જાય તે કોઈ નથી જાણતું, અને આવી શંકાઓના કારણે જ મારઝૂડ અને હત્યા પણ થતી હોય છે. આવો જ એક કિસ્સો હાલ વડોદરામાંથી સામે આવ્યો છે. જ્યાં શિક્ષક પતિએ પોતાની પત્નીના આડા સંબંધોને લઈને શંકા સેવવાના કારણે હત્યા કરી નાખી છે.

વડોદરા શહેરના ગોત્રી કોવિડ હોસ્પટલમાં ફરજ બજાવતી એક નર્સ મહિલાના પતિને તેના ઉપર આડા સંબંધો અંગે શંકા હતી. જેના બાદ જયારે પત્ની સાંજે નોકરીએ જવા માટે એક્ટિવા લઈને નીકળી ત્યારે તેનો પીછો કર્યો હતો.

આ દરમિયાન જ ન્યૂ વીઆઇપી રોડ વૈંકુઠ-2 સોસાયટી પાસે જ નર્સ મહિલાના માથાના ભાગમાં પાછળથી બોથડ પદાર્થનો ફટકો મારતા જ નર્સ મહિલા રસ્તા ઉપર જ ફસડાઈ પડી હતી અને ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ પણ નીપજ્યું હતું.

પોલીસને આ ઘટનાની જાણ થતા જ તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આરોપી પતિ વિરુદ્ધ ગુન્હો નોંધી અને તેની તપાસ હાથ ધરી છે.