ખબર

50 વર્ષના ભુવાએ 32 વર્ષની પરિણિતાને શેરડીના ખેતરમાં વૃક્ષ નીચે આવેલા માતાજીના મંદિર પાસે લઈ ગયો ને ઈજ્જત લૂંટી પછી…

માંડવીમાં 50 વર્ષના ભુવાએ 32 વર્ષની પરિણિતાને શેરડીના ખેતરમાં વૃક્ષ નીચે આવેલા માતાજીના મંદિર પાસે લઈ ગયો ને ઈજ્જત લૂંટી પછી…

ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ, યુવતિઓ કે સગીરાઓ સાથે છેડતી અને દુષ્કર્મના બનાવો બને છે. ઘણીવાર કોઇ યુવકો કે આધેડ દ્વારા તો ઘણીવાર અંધવિશ્વાસની આડમાં કેટલાક તાંત્રિકો ખોટી ખોટી વાતોમાં ફસાવી પોતાની હવસ સંતોષતા હોય છે. આવા ઘણા કિસ્સાઓ પણ પહેલા સામે આવી ચૂક્યા છે.

ત્યારે હાલમાં માંડવી તાલુકામાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક 32 વર્ષિય પરિણિતાને બારડોલીના 50 વર્ષીય તાંત્રિકે કહ્યું કે, તારા શરીરમાં માતા છે. જે બાદ તે તેને શેરડીના ખેતરમાં એક વૃક્ષ નીચે આવેલા મંદિર પાસે લઈ ગયો અને પછી તેની લાજ લૂંટી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ મામલે બારોડોલી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પરણિતાએ તાંત્રિકે અને તેના સાથીદાર વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી. પ્રાપ્ત માહિતી અનુસાર, માંડવીમાં પરિણિતા તેના પતિ અને બે બાળકો સાથે રહે છે. ગત નવરાત્રી દરમિયાન ગામમાં ગરબાનું આયોજન થયું હતું અને ત્યારે પરિણિતાએ પૂજા કરી હતી અને બાદમાં ગરબા રમતી વખતે તેના શરીરમાં ધ્રુજારી થઈ હતી.

આ દરમિયાન મહિલા ઘરે જતી રહી. તે બાદ તેણે ધાર્મિક માણસોને ઘરે બોલાવીને આ અંગે પૂછપરછ કરી અને મેલડી માતાના મંદિરે જઈને વિધી કરાવવી પડશે તેઓએ એવું કહ્યુ. જેથી પરિણિતા બારડોલીના નાની ભટલાવ ગામના જીતુ તાંત્રિક નામે ઓળખાતા 50 વર્ષીય જીતુ બાબુભાઈ ચૌધરી પાસે ગઇ. જીતુ સાથે દિનેશ હળપતિ પણ કામ કરે છે. તેણે પરણિતાને કહ્યુ કે, તમારા શરીરમાં માતાજી આવ્યા છે. જેથી તમારા શરીરમાં બગાડ થઈ ગયો છે.

મંગળવાર અને રવિવારે આવવું પડશે. આવું કહેતા પરિણિતા પતિ સાથે મંગળવાર અને રવિવારે ચૂંદડી, નાળિયેર, લીંબુ લઈને જતી હતી. તાંત્રિક લીંબુમાંથી રસ કાઢી પતિ અને પરિણિતાને અલગ અલગ આપતો અને ત્યારે પરિણિતાને સારુ પણ લાગતુ હતુ. જો તે રસ ન પીવે તો તેને બેચેની લાગતી. ત્યારે 26 નવેમ્બરના રોજ પરિણિતાએ તાંત્રિકને ફોન કરીને કહ્યુ કે, મારા શરીરમાં માતાજી આવે છે અને આખા શરીરમાં કંઈક થાય છે. મેં મારા પતિને પણ અપશબ્દો બોલ્યા છે.

ત્યારે તાંત્રિકે એવો જવાબ આપ્યો હતો કે તમારા શરીરમા માતા આવે છે એટલે કોઈ ચિંતાની વાત નથી. તાંત્રિકે વિધીની સામગ્રી લઈને પરિણિતાને બોલાવી અને પરણિતા 29 નવેમ્બરના રોજ પતિ સાથે ત્યાં પહોંચી. એ પછી તેઓ ભેંસુદલા ગામ તરફના રસ્તે ગયા અને ત્યાંથી તેઓ ચાલતા શેરડીના ખેતરમાં ગયા. અહીં ખેતરમાં એક વૃક્ષ નીચે મેલડી માતાનો ફોટો મૂકેલો હતો,

ત્યાં જીતુએ દીવો સળગાવીને પૂજાની વિધી કરી અને પછી 21 દિવા સળગાવીને તાપી નદીના વહેણમાં વહેતા કરવા માટે પતિને સાથી દિનેશ સાથે મોકલ્યો. ત્યારે પતિના ગયા બાદ જીતુએ કહ્યું કે, તમારા શરીરમાં હડકાયેલી માતા છે. જેથી તમારે મારી સાથે સંબંધ બાંધવો પડશે. આવું કહ્યું બાદ જીતુએ પરિણિતા સાથે બળજબરીથી સંબંધ બાંધ્યા હતા. પરિણિતાએ ઘણી બૂમો પાડવાનો પ્રયાસ કર્યો પણ તે એકલી હોવાથી કંઇ બોલી શકી નહિ. પરિણિતાએ ઘરે પહોંચ્યા બાદ પતિને આ ઘટનાની જાણ કરી અને પછી આ મામલે જીતુ અને દિનેશ વિરુદ્ધ બારડોલી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.