ખબર

સુરતમાંથી સામે આવ્યો એક હચમચાવી દેનારો કિસ્સો, લિવ ઈનમાં રહેતી ગર્ભવતી યુવતીની તેના પ્રેમીએ જ હત્યા કરી અને….

આજના સમયમાં સંબંધોની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. આજની યુવા પેઢી પોતાના નિર્ણયો પોતાની જાતે જ લેવા માંગે છે, તો સંબંધોમાં પણ હવે એવું જ જોવા મળે છે, ઘણા યુવા વર્ગના લોકો લગ્ન વિના જ સંબંધોમાં રહેતા હોય છે જેને “લિવ-ઈન”નું નામ આપવામાં આવે છે. પરંતુ લિવ-ઇનમાં રહેતા લોકો માટે એક આંખ ઉઘાડનારો કિસ્સો સુરતના બારડોલીમાંથી સામે આવ્યો છે.

સુરતના બારડોલી તાલુકાના કીકવાદ ગામે રહેતા ચિરાગ પટેલ નામના યુવકના લગ્ન થોડા વર્ષો પહેલા થયા હતા, તે છતાં પણ તે ગામમાં જ રહેતી રશ્મિ કટારીયા નામની યુવતી સાથે પ્રેમ સંબંધમાં હોવાના કારણે બારડોલીના બાબેન ગામે લગઝુરા એપાર્ટમેન્ટમાં લિવ-ઈન તરીકે ભાડે રહેતા હતા.

Image Source

તે બંનેના લિવ-ઈન સંબંધોમાં રહેવાના કારણે તેમને એક ત્રણ વર્ષનું બાળક પણ છે. પરંતુ ત્રણ મહિના પહેલા રશ્મિ ફરીથી ગર્ભવતી બનાવના કારણે બંને વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. ઝઘડાનું કારણ પણ એવું હતું કે ચિરાગને રશ્મિ ઉપર શંકા હતી અને રશ્મિના ગર્ભમાં રહેલું બાળક તેનું નહિ પરંતુ બીજા કોઈનું છે તેમ ચિરાગનું માનવું હતું.

દિવાળીના તહેવાર નિમિત્તે રશ્મિના પિતાએ રશ્મિને ઘરે બોલાવવા માટે ફોન કર્યો પરંતુ ફોન બંધ આવતા તેમને શંકા જવા લાગી, સંપર્ક કરવાના ઘણા પ્રયત્નો કરવા છતાં પણ રશ્મિનો સંપર્ક ના થઇ શકતા તેમને બારડોલી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી.

Image Source

ત્યારબાદ જ્યારે રશ્મિનો પરિવાર બાબેન સ્થિત ઘરે તપાસ કરવા માટે આવ્યો ત્યારે રશ્મિ ઘરમાં મળી નહીં, અને કામવાળી પાસે ત્રણ વર્ષનું બાળક હતું, ત્યારબાદ પોલીસને પણ વધારે શંકા ગઈ અને તેમને ચિરાગની શોધખોળ શરૂ કરી. ચિરાગને પોલીસે ઝડપી પાડ્યો અને પુછપરછ દરમિયાન જે હકીકત સામે આવી તે ખરેખર પોલીસ માટે અને રશ્મિના પરિવાર માટે હોશ ઉડાવી દેનારી હતી.

Image Source

ચિરાગે પોલીસ પુછપરછમાં ખુલાસો કરતા જણાવ્યું કે તેને ગર્ભવતી રશ્મિની 14 તારીખના રોજ ગળું દબાવી અને હત્યા કરી નાખી છે અને તેની લાશ 22 કિલોમીટર દૂર તેના જ સસરાના વાલોડ તાલુકાના નવા ફળીયા નજીક આવેલા ખેતરની અંદર ખાડો ખોદી અને દબાવી દીધી છે.


પોલીસ ચિરાગના સસરાના ખેતરમાં પહોંચી હતી અને ત્યાં જેસીબી દ્વારા ખોદકામ કરી અને રશ્મિની લાશ બહાર કાઢી હતી. પોલીસે આ બાબતે ચિરાગ વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધ્યો છે. આ ગુન્હામાં અન્ય લોકોની સંડોવણી હોવાની પણ સંભાવનાને લઈને પોલીસ વધુ તપાસ પણ હાથ ધરી છે.