ખબર

6 માળની ફેકટરીમાં લાગી ભીષણ આગ, 52 લોકોના મોત, જીવ બચાવવા માટે લોકો ઉપરથી નીચે કૂદી પડ્યા, દર્દનાક તસવીરો

દુનિયાભરમાં ઠેર ઠેર આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં કેટલાય માસુમ લોકોના જીવ પણ સળગીને ચાલ્યા જાય છે, ઘણા લોકો પોતાનો જીવ બચાવવાનો પણ પ્રયત્ન કરતા હોય છે અને તેમાં જ ઘાયલ થઇ જતા હોય છે. આવો જ કંઈક નજારો હાલ એક ફેકટરીમાં લાગેલી આગમાં જોઈ શકાય છે જેમાં 52 લોકો પોતાનો જીવ ગુમાવી બેઠા છે અને જીવ બચાવવાના ચક્કરમાં ઘણા લોકો ઘાયલ પણ થાય છે.

આ આગ લાગી છે બાંગ્લાદેશની રાજધાની ઢાકાના બાહરી ક્ષેત્રમાં આવેલી એક ફેક્ટરીની અંદર જેમાં ઓછામાં ઓછા 52 લોકોના મોત થઇ ગયા છે અને 50 લોકો બળી પણ ગયા છે. સ્થાનિક મીડિયા દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. મીડિયા દ્વારા મળતી ખબરો અનુસાર નારાયણગંજના રૂપગંજની ફેકટરીમાં ગુરુવાર રાત્રે આગ લાગી ગઈ.

આ ભીષણ આગથી બચવા માટે ઘણા મજૂરો બિલ્ડીંગ પરથી નીચે કૂદી ગયા હતા. ખબર પ્રમાણે હશેમ ફુડ્સ લિમિટેડના કારખાનાની ઇમારતમાં આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની 18 ગાડીઓ લાગેલી છે. પોતાના પરિચિતોની શોધ કરવા માટે પણ ઘણા લોકો બિલ્ડિંગની આસપાસ ભેગા થઇ ગયા છે. જે હજુ પણ લાપતા છે. લાપતા લોકોમાંથી 44 શ્રમિકોની ઓળખ પુષ્ટિ થઇ ગઈ છે.

બચાવવામાં આવેલા શ્રમિકોના સંબંધીઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે આગ લાગવાના સમયે કારખાનાનો એકમાત્ર નિકાસ દ્વાર બંધ હતો. તેમને એ પણ દાવો કર્યો છે કે ઇમારતની અંદર આગ સુરક્ષા માટેના કોઈ ઉચિત ઉપાય નહોતા.


એક અન્ય કર્મચારી મામૂને કહ્યું કે, નીચેના ફ્લોરમાં આગ લાગવાથી અને ફેક્ટ્રીમાંથી કાળો ધુમાડો બહાર નીકળતા તે અને અન્ય 13 કર્મચારીઓ છત પર ભાગ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે કહ્યું કે, નૂડલ્સ અને ડ્રિન્ક બનાવતી આ ફેક્ટ્રીની છત પરથી 25 લોકોને બચાવવામાં આવ્યા છે. પરંતુ મૃતક આંક વિશે હજી ચોક્કસ કઈ કહી શકાય એમ નથી.