આપણે ત્યાં સૌથી વધુ લોકો ચાના શોખીન હોય છે, એક સમયે જમવાનું ના મળે તો ચાલે પરંતુ ચા તો જોઈએ જોઈએને જોઈએ જ, ચા વિના જાને દિવસની શરૂઆત જ ના થતી હોય એમ લાગે, આવા જ ચા ચાના શોખીનો અલગ અલગ પ્રકારની ચાનો શોખ પણ રાખતા હોય છે.

આદુવાળી ચા, ઈલાયચીવાળી ચા, ગ્રીન ટી અને હવે તો બજારમાં અઢળક ફ્લેવરની ચા મળે છે, પરંતુ ક્યારેય કોઈએ કેળાની ચા વિશે સાંભળ્યું છે? કેટલાક લોકોતો એમ પણ માને કે વળી કેળાની ચા તો કઈ બનતી હશે? પરંતુ આ હકીકત છે અને એટલા માટે જ આજે અમે તમારી માટે ખાસ કેળાની ચા બનાવવાની રીત લઈને આવ્યા છે, જે ટેસ્ટમાં પણ બેસ્ટ છે અને સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ લાભ દાયક તો ચાલો જોઈએ કેવી રીતે બને છે કેળાની ચા..

કેવી રીતે બનાવવી કેળાની ચા?
ધીમી આંચ ઉપર ગેસ ચાલુ કરી તેની ઉપર એક કઢાઈમાં 2 કપ જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી દો, હવે કેળાને છોડા સાથે જ મોટા ટુકડા કાપી અને એ પાણીમાં ઉમેરી 15 મિનિટ સુધી ઉકળતા રહો, ત્યારબાદ એ ટુકડાને પાણીમાંથી બહાર કાઢી પાણીની અંદર થોડી ચાની પત્તી ઉમેરી દો, આ ટેસ્ટને વધુ સારો બનાવવા માટે તેની અંદર અડધી ચમચી દાલચીની પાવડર, અને એક ચમચી મધ પણ ઉમેરી શકો છો. પાણીની અંદર મિશ્રણ બરાબર ઉકલી ગયા બાદ ગળણીથી તેને ગાળી લેવું અને ગરમ ગરમ પીવું, આજ છે તમારી બનાના ટી એટલે કે કેળાની ચા.

કેળાની ચા પીવાના શું છે ફાયદાઓ?:
આ ચા પીવાના કારણે હૃદયથી જોડાયેલી ઘણી જ બીમારીઓ દૂર થાય છે તો સાથે દિવસ દરમિયાન લાગેલા થાકને કારણે જો અનિંદ્રાની સમસ્યા પણ થતી હોય તો આ ચા પીવાથી રાહત મળે છે અને ઊંઘ પણ સરસ આવે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.