લેખકની કલમે

“બાળમજૂરી” – પેલી છોકરી ખૂબ મીઠાશ થી બોલી, “મને ભીખ નથી જોતી,કામ કરી પૈસા કમાવા છે .” વાંચો નાનકડી સ્ટોરી

ઓગણીસ જુલાઈ નો એ દિવસ , જે દિવસે પૂરા બાવીસ વર્ષ પહેલાં મારો જન્મ થયો હતો , રાત્રે બાર વાગ્યા થી મને મારા જન્મદિવસ માટે ના ઘણા મેસેજ આવતા થયા, હું ખુશ હતી. એ રાત્રે હું ત્રણ વાગ્યા સુધી જાગી અને દરેક લોકો ના મેસેજ નો રીપ્લાય આપ્યો.બીજે દિવસે સવારે હું મારા ફેમિલી સાથે મંદિર એ ગઈ, ભગવાન ના આશીર્વાદ લીધા , અને થોડું દાન પુન કર્યું મમ્મી એ, મને ગરીબો પ્રત્યે હમદર્દી પૂરતી પણ, ભીખ માંગતા એ જુવાનિયા અને એના બાળકો ને જોઈ ગુસ્સો આવતો કે એ લોકો ખુદ કમાઈ અને મહેનત કેમ નથી કરતા. એ વાત ની મમ્મી ને જાણ, જેથી એમને પોતાના હાથે દાન કર્યું, હું મંદિર ની સીડી પાસે ના ઓટલા પર વૃક્ષ ના છાંયડા નીચે બેસી ગઈ, અને મારા મોબાઈલ માં આવેલ બર્થડે વિશ વાંચવા લાગી.

ત્યાં જ બાર તેર વર્ષ ની છોકરી પર મારુ ધ્યાન પડ્યું ,એ કોઈ ભાઈ ને કહેતી સંભળાઈ ,”ભાઈ તમારા સ્કુટર ને હું સાફ કરી આપું, બસ ત્રીસ રૂપિયા માં , ચમકાવી દઈશ….”

એ ભાઈ પોતે જાણે પોતાના સાંસારિક જીવન માં ગૂંચવાયેલા હતા, એમણે એ ગૂંચવળ માં જ પેલી ની વાત સાંભળ્યા વિના ના કહી દીધી.એ છોકરી થોડો નિસાસો નાખી આગળ ચાલવા લાગી.મારુ ધ્યાન તેના પર જ હતું, આગળ એક ત્રીસ વર્ષ ની આજુ બાજુ ઉંમર ધરાવતી મહિલા ઉભી હતી, એ છોકરી એની પાસે પહોંચી જે ફોન માં વાતો કરતી હતી, પેલી છોકરી એ ,એ જ વાત ફરી કહી….

એને વળતો પ્રત્યુતર આપ્યો ,”પૈસા જોઈએ છીએ એ તો એમ બોલ ને..એમ કહી એને એના પર્સ માંથી એક પચાસ રૂપિયા ની નોટ કાઢી એને હાથ માં મૂકી દીધી,અને ફરી ફોન પર વાતો માં લાગી ગઈ.

એ છોકરી એ એના હાથ માં આવેલ એ પચાસ વાળી નોટ સામે જોયું, અને કંઈક વિચારતી હતી…થોડી ક્ષણો પછી એને એ નોટ એ મહિલા ના હાથ માં પાછી દીધી, પેલી મહિલા આશ્ચર્ય થી એની સામે જોવા લાગી, પેલી છોકરી ખૂબ મીઠાશ થી બોલી, “મને ભીખ નથી જોતી,કામ કરી પૈસા કમાવા છે .”

આટલું કહી એ આગળ ચાલવા લાગી, હું એના એ જવાબ થી ખૂબ ઈમ્પ્રેસ થઈ ગઈ, આટલી નાની ઉંમર માં આટલી મેચ્યુરિટી, મારા થી રહેવાયું નહી, હું દોડતી એની પાછળ ગઈ, એ સામે એક પથ્થર પર બેઠી બેઠી રસ્તા પર દોડતા વાહનો અને ચાલતા લોકો સામે જોતી હતી, શાયદ કંઈક વિચારતી હતી, હું એની પાસે જઈ બેસી ગઈ, એને મારી સામે જોયું.
મેં એની સામે જોયું ,અને પૂછ્યું ,”હેય, શું જોઈ છે તું રસ્તા પર ક્યાર ની ?”

“આ લોકો ને , જે ભીખ દેવા માં સમજે છે કામ દેવા માં નહીં .”એ નાની બાળકી એની વેદના મને કહેતા બોલી.

“પણ તું હજુ બાળક છે, અને તારી ઉંમર ના બાળકો પાસે કામ કરાવીએ તો એ બાળમજૂરી કહેવાય, જે એક ગુનો છે.” હું દલીલ કરતા બોલી.

“તો નાના બાળકો ભીખ માંગે એ ગુનો નથી દીદી ?” એના અવાજ માં એક અજીબ દર્દ , કંઈક કન્ફ્યુઝન હતું , એ ફીલિંગ હું સમજી નહતી શકતી.

હું ચૂપ રહી, મારી પાસે એના પ્રશ્નો નો કાંઈ જવાબ નહતો.

લેખક – મેઘા ગોકાણી

તમે આ હદયસ્પર્શી લેખ/વાર્તા/રેસિપી ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!!