ખબર

ભારતીય મૂળનો બાલેશ નીકળ્યો બળાત્કારી, નશાની દવા દુષ્કર્મ કરતો, 5 કોરિયન યુવતી સાથે ગંદુ કામ કર્યું

સિડનીમાં આપણા મહાન દેશનું નામ બદનામ કર્યું, આ નરાધમે 5 મહિલાઓ સાથે વારંવાર દુષ્કર્મ કર્યું, જાણો આખી મેટર

ઘણી કોરિયન મહિલાઓનો કર્યો રેપ, બચાવમાં જે બોલ્યો- તે ગુસ્સો અપાવી દેશે ! ઓસ્ટ્રેલિયામાં (Australia) પાંચ કોરિયન (Korean) મહિલાઓ સાથે રેપ કેસમાં ભારતીય મૂળના બાલેશ ધનખડને (Balesh dhankhar) દોષી ઠેરવવામાં આવ્યો છે. તેને સિડનીનો સૌથી ખરાબ સિરિયલ રેપિસ્ટ (Serial Rapist) કહેવામાં આવી રહ્યો છે. નોકરીના બહાને બાલેશે કોરિયન મહિલાઓને પોતાના એપાર્ટમેન્ટ કે હોટલમાં બોલાવતો અને તેમને નશીલો પદાર્થ આપી બળાત્કાર કરતો. આટલું જ નહિ અને બાલેશ આ દરમિયાન ગુપ્ત રીતે વીડિયો બનાવતો. 43 વર્ષીય બાલેશ સિડનીમાં ડેટા એક્સપર્ટ તરીકે કામ કરે છે.

માહિતી અનુસાર, તે ઓસ્ટ્રેલિયામાં ‘ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી’નો ચીફ રહી ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયાના અખબાર સિડની મોર્નિંગ હેરાલ્ડે આ સમગ્ર મામલે વિસ્તૃત અહેવાલ પ્રકાશિત કર્યો છે. અહેવાલ અનુસાર, સિડનીની ડાઉનિંગ સેન્ટર ડિસ્ટ્રિક્ટ કોર્ટની જ્યુરીએ 24 એપ્રિલે 39 આરોપોમાં 43 વર્ષીય બાલેશને દોષિત ઠેરવ્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર, સુનાવણી દરમિયાન વકીલોએ જણાવ્યું હતું કે બાલેશે મહિલાઓના ડ્રિંક્સમાં ઊંઘની ગોળીઓ ઉમેરી હતી. ડ્રગ સ્ટિલનોક્સ અથવા ડેટ-રેપ ડ્રગ રોહિપનોલ. બાલેશે તેની એલાર્મ ઘડિયાળ અને તેના ફોનમાં છુપાયેલા કેમેરાનો ઉપયોગ કરીને બળાત્કારનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો.

તેણે કોર્ટને કહ્યું કે તેણે મહિલાઓને ખોટુ કહ્યુ કારણ કે તેનું લગ્નજીવન બરાબર ચાલી રહ્યું ન હતું અને તે એકલો હતો. બાલેશના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે દરેક ફરિયાદીએ સેક્સ માટે સંમતિ આપી હતી. તેણે પોતાના બચાવમાં કહ્યું હતું કે, આ માત્ર પોર્ન વીડિયો છે. તેમને બેહોશી સાથે કોઈ લેવાદેવા નથી. તેણે કોર્ટમાં જામીનની પણ માગણી કરી હતી જે ફગાવી દેવામાં આવી. આ મામલો 2018માં સામે આવ્યો હતો. તે વર્ષે ઑક્ટોબરમાં પોલીસે બાલેશના CBD એપાર્ટમેન્ટમાં દરોડો પાડ્યો હતો, જ્યાં તેમને મહિલાઓ પર બળાત્કાર થતો હોવાના ડઝનેક વીડિયો મળ્યા હતા. તેમાંથી કેટલીક મહિલાઓ બેભાન હાલતમાં હતી.

દરેક પર કોરિયન મહિલાના નામનું લેબલ લગાવવામાં આવ્યું હતું. તેમાંથી એક વીડિયો 95 મિનિટનો હતો. બાલેશ પર બળાત્કારના 13 કેસ સહિત 39 કેસનો આરોપ છે. અહેવાલો અનુસાર, બાલેશ આંતરરાષ્ટ્રીય સંગઠન ‘ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી’નો પ્રમુખ રહી ચૂક્યો છે. આ ભાજપને સમર્થન કરતું એક સત્તાવાર જૂથ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બાલેશની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પોલીસે કહ્યું- બાલેશ છોકરીઓને બેભાન અવસ્થામાં ઘરે લાવતો અને પછી પરવાનગી વગર તેમની સાથે શરીર સંબંધ બાંધતો.

તે આ બધું રેકોર્ડ પણ કરતો હતો. તેના રૂમની દીવાલ પરની ઘડિયાળમાં એક ગુપ્ત કેમેરો હતો જેમાં બધું રેકોર્ડ થતુ. ઘણી વખત તે ફોનમાં પણ રેકોર્ડિંગ કરતો હતો. ભારતની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન (IIMC)માંથી અભ્યાસ કરનાર બાલેશ નવેમ્બર 2014માં જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતા ત્યારે તેમના સ્વાગતથી લઈને તમામ કાર્યક્રમોમાં જોવા મળ્યો હતો. આ સિવાય તેણે દિલ્હીમાં નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પણ હાજરી આપી હતી. પીએમ મોદી સાથે તેની ઘણી તસવીરો પણ અખબારોમાં પ્રકાશિત થઈ હતી.

ભારતના વડા પ્રધાનની નજીક હોવાના કારણે રાજકીય ગલિયારાઓમાં ઘણો પ્રભાવ હતો, મોટા લોકો સાથે તેનું ઉઠવા બેસવાનું હતુ. પોલીસને બાલેશના કોમ્પ્યુટરમાંથી 47 વીડિયો મળી આવ્યા હતા. જે તેની કરતૂતના સબૂત છે. પોલીસે કહ્યું- આરોપી બાલેશે આ વીડિયો કોરિયન છોકરીઓના નામે સેવ કર્યા હતા, જેની સાથે તેણે રેપ કર્યો હતો. આ કેસમાં છેલ્લા 4 વર્ષથી સુનાવણી ચાલી રહી છે. હવે કોર્ટનું કહેવું છે કે દરેક સુનાવણીમાં આ વીડિયોને પુરાવા તરીકે રજૂ કરવા અથવા બતાવવા પર રોક લગાવવી જોઈએ. જ્યુરીએ કહ્યું- આ વીડિયો જોવો ખૂબ જ પરેશાન કરે છે.