જીવનશૈલી ફિલ્મી દુનિયા

ફિલ્મોમાં બોલ્ડ સીન્સ આપીને રાતોરાત હિટ થઇ ગઈ હતી આ અભિનેત્રી, અંડરવર્લ્ડની બીકને લીધે છોડવો પડ્યો દેશ અને કેરિયર

90 ના દશકમાં ઘણી સુંદર અભિનેત્રીઓએ બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી જેઓએ ખુબ ઓછા સમયમાં ખુબ નામ કમાયું હતું પણ જલ્દી જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર પણ થઇ ગઈ હતી. તેમાંની જ એક અભિનેત્રી છે સોનમ જે ત્રિદેવ અને વિશ્વાત્મા જેવી ફિલ્મોથી રાતોરાત ફેમસ બની ગઈ હતી.

Image Source

‘ઓએ ઓએ ગર્લ’ એટલે કે સોનમ 90 ના દશકમાં એક બોલ્ડ અભિનેત્રીના સ્વરૂપે ઓળખવામાં આવતી હતી. ફિલ્મના પ્રોડ્યુસરો પણ પોતાની ફિલ્મમાં સોનમને લેવા માટે ખુબ રિકવેસ્ટ કરતા હતા, તે એક એવો સમય હતો કે ત્યારે તે બિકીની પહેરવાથી પણ અચકાતી ન હતી.

Image Source

જણાવી દઈએ કે બે દિવસ પહેલા જ એટલે કે 2 સ્પટેમ્બરના રોજ સોનમનો જન્મદિવસ હતો. વર્ષ 1972 માં જન્મેલી સોનમનું સાચું નામ ‘બખ્તાવાર ખાન’ છે. ફિલ્મોમાં આવ્યા પછી જ તેણે પોતાનું નામ બદલાવીને સોનમ રાખ્યું હતું.

Image Source

સોનમે વર્ષ 1988 માં ફિલ્મ વિજયથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં સોનમે જબરદસ્ત કિસિંગ સીન આપ્યા હતા. ફિલ્મ ત્રિદેવનું ગીત ‘ઓએ ઓએ’ ના સુપરહિટ થયા પછી તેને ‘ઓએ ઓએ ગર્લ’ના નામથી ઓળખવામાં આવી હતી.

સોનમેં તે સમયમાં પોતાની પહેલી જ ફિલ્મમાં બોલ્ડ સીન્સ આપીને હલ્લો મચાવી દીધી ઓ હતો જેના પછી તેની ગણતરી બોલ્ડ અભિનેત્રીઓમાં કરવામાં આવવા લાગી હતી.

Image Source

ફિલ્મ ત્રિદેવ ના એક વર્ષ પછી સોનમે ‘મિટ્ટી ઔર સોના’ ફિલ્મમાં કામ કર્યું હતું. ફિલ્મમાં સોનમની સાથે ચંકી પાંડે પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં પણ સોનમે ધમાકેદાર બોલ્ડ સીન આપ્યા હતા.

તે સમયમાં બોલ્ડ સીન આપવા ખુબ મોટી વાત માનવામાં આવતી હતી. આ ફિલ્મ વિશે એવું પણ કહેવામાં આવેલું છે કે લોકો કલાકો સુધી લાઈનમાં ઊભીને ફિલ્મની ટિકિટ ખરીદતા હતા. આ ફિલ્મમાં સોનમે સીન્સ પણ આપ્યા હતા જેને દર્શકોને ખુબ આકર્ષિત કર્યા હતા.

Image Source

પોતાના કેરિયરના ટોંચ પર પહોંચીને સોનમે રાજીવ રાય સાથે લગ્ન કરી લીધા અને હમેંશાને માટે બોલીવુડથી દુરી બનાવી લીધી. પછી એ પણ ખબર આવી હતી કે તેને લગાતાર અંડરવર્લ્ડથી ધમકીઓ મળતી હતી જેને લીધે તે પોતાના પતિ સાથે દેશ છોડીને ચાલી ગઈ અને વિદેશમાં સેટલ થઇ ગઈ.

Image Source

વર્ષ 2016 માં સોનમે પોતાના પતિથી છૂટાછેડા લઇ લીધા અને પછી પોન્ડિચેરીના રહેનારા ડૉ.મુરલી પોડુવલ સાથે બીજા લગ્ન કર્યા હતા, હાલ સોનમ પોતાના બીજા પતિની સાથે વિવાહિત જીવન વિતાવી રહી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks