ખબર

બજાજનું નવું સ્કૂટર ‘Chetak Chic’ 16 ઑક્ટોબરે લૉન્ચ થશે, કિંમત જાણીને નાચવા લાગશો

દેશની પ્રમુખ ટુ વ્હીલર કંપની Bajaj Auto એક દાયકા બાદ ફરી એક વાર સ્કૂટર સેગ્મેન્ટમાં કદમ રાખવા જઈ રહી છે. કંપની આ વખતે મશહૂર સ્કૂટર Bajaj ચેતક તરીકે ફરી માર્કેટમાં પ્રવેશી રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે બજાજે તેના નવા સ્કૂટરને ‘Chetak Chic’ નામ આપ્યું છે. કંપની આગામી 16 ઓક્ટોબરે Urbanite બ્રાન્ડ અંતર્ગત આ સ્કૂટરને દુનિયાની સામે લોન્ચ કરશે.

આ સમારોહમાં 2 ખાસ મહેમાન કેન્દ્રીય સડક અને પરિવહન અને રાજમાર્ગે મંત્રી નીતિન ગડકરી અને નીતિ આયોગના ચેરમેન અમિતાભ કાંત શામેલ થશે. બજાજ કંપની માટે આ સ્કૂટર એટલે ખાસ હશે કારણકે કંપનીનું આ પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર હશે. કંપનીએ હજુ સુધી આ સ્કૂટરને લઈને કોઈ માહિતી નથી આપી.

Image Source

સૂત્રો અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બજાજનું આ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ઘણી આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. લોન્ચિંગ પહેલા આ સ્કૂટરની ઘણી તસ્વીર સોશિયલ મીડિયા લીક થઇ ચુકી છે. કંપનીએ આ સ્કૂટરની ડિઝાઇન જુના સ્કૂટર જેવી હોય શકે છે જે રેટ્રો લુકવાળા સ્કૂટરની યાદ અપાવશે.

આ સ્કૂટરના ફીચર્સની વાત કરવામાં આવે તો નવા મોડેલમાં ઇન્ટરિગ્રેટેડ બ્રેકીંગ સિસ્ટમ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ, પૈનલ, ઓડોમીટર, ટ્રીપમીટર, નેવિગેશન, બ્લુટુથ કનેક્ટિવિટી અને બેટરી રેન્જ જેવા ફીચર્સ સામેલ થઇ શકે છે.

લીક થયેલી તસ્વીર મુજબ સ્કૂટરમાં મોટા રિયર વ્યુ મિરર જેવા ફીચર્સ જોવા મળશે. આ સિવાય અલોય વહીલ, ફ્રન્ટ વ રિયર ડિસ્ક બ્રેક, એલઇડી હેડ લેમ્પ, ટેલ લેમ્પ્સ જોવા મળશે.

કંપની આ સ્કૂટરને ઘણા ફેઝમાં ઉપલબ્ધ કરાવશે. પહેલા ફેઝમાં કંપની તેના હોમ ટાઉન પુના અને બેંગ્લોરમાં જ ઉપલબ્ધ કરાવશે ત્યારબાદ અન્ય શહેરો માટે સ્કૂટરનું વેચાણ શરૂ થશે. જાણકારનું માનવું છે કે, આ સ્કૂટરની કિંમત લગભગ 1લાખ રૂપિયા હોઈ શકે છે.

Image Source

જણાવી દઈએ કે, કંપનીએ બજાજ ચેતકનું પ્રોડક્શન 2006થી બંધ કરી દીધું હતું. બજાજનું ફોક્સ સ્કૂટરની બદલે બાઈક બનાવવા પર વધારે ધ્યાન આપ્યું હતું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.