ધાર્મિક-દુનિયા નીરવ પટેલ લેખકની કલમે

જેના દર્શને જવાથી માતાજી શરીરની ખોડ-ખાંપણ પણ દૂર કરે છે એવા બહુચરાજી માતાજીનો રોચક ઇતિહાસ

ગુજરાતમાં આવેલા ઘણા મંદિરોનો ઇતિહાસ આજે પણ એટલો કે વખણાય છે, દૂર દૂરથી દાર્શ કરવા માટે ભાવિક ભક્તો આવતા હોય છે, પોતાની માનતા માંગતા હોય છે અને પુરી થતા હર્ષોલ્લાસ સાથે માંગેલી માનતાઓ પૂર્ણ પણ કરતા હોય છે. આજે આપણે ગુજરાતના એવા જ સુપ્રસિદ્ધ બહુચરાજી મંદિરમાં  બિરાજતા મા બહુચરાજીનો ઇતિહાસ જાણીશું.

Image Source

બહુચરાજી મંદિરનો ઇતિહાસ જોઈએ તો શક સંવત ૧૭૦૫, વિક્રમ સંવત ૧૮૩૯ વૈશાખ વદ ૧૦ ને રવિવારના રોજ શ્રી બહુચરાજી માતાની ઇચ્છાથી ગાયકવાડ રાજા શ્રી શ્રીમંત દામસિંહના પુત્ર અને શ્રી ફત્તેસિંહરાવના નાના ભાઈ શ્રીંમત માનાજીરાવ ગાયકવાડે એક નવું મંદિર બંધાવ્યું. મંદિરનું કામ આસો સુદ ૧૦ને રવિવારે પૂર્ણ થયું હતુ. આ મંદિર બંધાવવા પાછળ પણ એક મોટો ઇતિહાસ રહેલો છે.

Image Source

એ સમયે માનાજીરાવ ગાયકવાડ કડી પ્રાંતના સૂબા તરીકે ફરજ બજાવતા હતા, અને જેના કારણે તેઓ કડીમાં જ વસવાટ કરતા, ચૂંવાળામાં એ સમયે ચોર અને લૂંટારુંઓનો ત્રાસ વધુ હતો, જેના કારણે માનાજીરાવ ચોર-લૂંટારુઓની શોધમાં ઠેર ઠેર ભટકતા હતા, તેઓ તેમની શોધમાં શ્રી બહુચરાજી માતાજીના વરખડીવાળા સ્થાને આવી પહોંચ્યા, પરંતુ એ સમયે આ સ્થળ વિશે કોઈને એટલી જાણકારી નહોતી, આ ગુપ્ત સ્થાન જેવું જ હતું, મણાજીરાવને પાઠાનું દર્દ હતું તેનાથી તે ખુબ જ પીડાઈ રહ્યા હતા, તેમને ઘણી દવાઓ કરી ટ્રે છતાં પણ તેમનો આ રોગ મટતો નહોતો, પોતાના દર્દ વિશે તેમને મંદિરના પુજારીને વાત કરી અને પુજારીએ માતાજીની બધા રાખવા માટેની સલાહ આપી, મંદિર પાસે આવેલી ચમત્કારિક તલાવડીની માટી માતાજીનું સ્મરણ કરીને લગાવવાની પણ વાત કરી. માનાજીરાવે પુજારીના કહ્યા અનુસાર એ માટીનો લેપ લાગાવ્યો અને માત્ર 8 જ દિવસમાં તેમનું દુઃખ જડમૂળથી દૂર થઇ ગયું. માતાજીના આ પરચાના કારણે માનાજીરાવને માતાજીમાં શ્રદ્ધા બેઠી અને તેમને સાચા માંથી માતાજીની આરાધના કરી અને માતાજીને કહ્યું કે જો તેમને વડોદરાનું રાજ મળી જશે તો તેમનું ભવ્ય મંદિર બંધાવશે.માતાજીની સ્તુતિ કર્યા બાદ થોડા જ સમયમાં માનાજીરાવને વડોદરાનું રાજ્ય મળી ગયું, માતાજીને કહ્યા અનુસાર તેઓ માતાજીના દર્શને પધાર્યા અને માતાજીનું ભવ્ય મંદિર બનાવવા માટેની માતાજી પાસે આજ્ઞા માંગી, માતાજીની આજ્ઞા માલ્ટા જ તેમને ભવ્ય મંદિર બનાવવાની શરૂઆત કરી તેમને મંદિરની ફરતા ચાર બુરજ અને ત્રણ દરવાજા વાળો કિલ્લો તેમજ દીપમાળ, માં સરોવર અને ધર્મશાળા પણ બનાવ્યા.

Image Source

માનાજીરાવ સિવાય પણ આ મંદિરમાં ઘણા લોકોને માતાજીના પરચાઓ મળી ગયા છે. આ મંદિરમાં કૂકડો ચઢાવવાની માનતા માનવામાં આવે છે. અને ઘણા લોકોની આ માનતાઓ ફળે પણ છે. મૂંગા લોકોને વાચા મળે છે, જઈને જીભ તોટટળાતી હોય તેવા બાળકો પણ માનતા રાખતા કડકડાટ બોલવા લાગે છે. ઘન જ ભક્તોને આ મંદિરમાં શ્રદ્ધા છે અને માતાજી તેમની શ્રદ્ધાને પૂર્ણ પણ કરે છે.

Image Source

લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે, આજે પણ ભક્તોનું ઘોડાપુર બહુચરાજી માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ કળિયુગમાં પણ માતાજીના પરચાઓ અને તેમના હોવાના પુરાવાઓ ભક્તોને માલ્ટા રહે છે.

Image Source

બોલો જય બહુચર મા!

Image Source

આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે આવાજ ધાર્મિક અને માહિતી સભર લેખ તમારા માટે લાવતા રહીએ.
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.