રસોઈ

બહુ ઓછા સમયમાં અને ઓછી સામગ્રી સાથે બનતી સરળ બેસન બરફી – આજે બનાવો અને ખુશ કરી દો ઘરમાં બધાને.

બેસન બરફી:
હાઇ ફેન્ડસ, તમે બધાએ દિવાલીમાં સ્વીટ તો બનાવી જ હશે.આજે હું તમારા માટે સ્વીટની નવી વેરાયટી લઈને આવી છુ જે ખૂબ જ ઓછા ટાઇમ અને ઓછી સામગી્થી બની જાય છે.તો આજે જ ટા્ય કરો.
ટાઈપ-સ્વીટ પિ્પેરેશન ટાઇમ-૩૦ મિનિટ

સામગી્:

  • ચણાનો લોટ-૧ કપ
  • સોજી-૨ ટેબલ સ્પૂન
  • ઘી-૧/૪ કપ
  • ખાંડ-૧/૨ કપ (અડધો કપ)
  • પાણી (ચાસણી માટે)-૧/૪ કપ (પા કપ)
  • ઈલાયચી પાઉડર- ૨ ટી સ્પૂન
  • કાજુ-બદામની કતરણ-ગાનીશૅીંગ માટે

રીત:
એક પેનમાં ઘી ગરમ થાય એટલે ચણાનો લોટ અને સોજીઉમેરીને મિડિયમ આંચ પર હલાવો.

બીજી પેનમાં ખાંડ અને પાણી ઉમેરીને મિડિયમ આંચ પર હલાવો.

એક તારની ચાસણી તૈયાર કરવાની છે.

બેસન અને સોજીના મિશ્રણને ગોલેડન બા્ઉન થાય ત્યાં સુધી શેકવાનું છે.મિડિયમ આંચ પર જ શેકવુ નહીં તો કાચુ રહેશે.

શેકાઈ જાય એટલે તૈયાર કરેલી ચાસણીને બેસનનાં મિશ્રણમાં ઉમેરીને એકસાઈડ સરખુ હલાવીને મિક્સ કરો.
જેવી ચાસણી ઉમેરો ગેસ બંધ કરીને હલાવવાનું છે નહીં તો બરફી કડક બનશે.ઈલાયચી પાઉડર ઉમેરીને મિક્સ કરો. એક પ્લેટને ઘી લગાવીને ગી્સ કરો. તેમાં તૈયાર કરેલ બરફીનું મિશ્રણ પાથરીને ૧૦ મિનિટ માટે સેટ થવા દો. કાજુ બદામથી ગાનૅીશ કરીને સ્કવેર પીસ કરો.

તો તૈયાર છે બેસન બરફી. આટલા માપથી ૧૨-૧૪ પીસ બને છે .

Author: Bhumika Dave GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ