હેલ્થ

આ વસ્તુઓનું વધુ પડતું સેવન કરી શકે છે આપણી કિડની ખરાબ, જાણો કઈ છે એ વસ્તુઓ

આપણા શરીરના દરેક અંગોની જેમ કિડની પણ ખુબ જ મહત્વનું અંગ છે. કિડની ખરાબ થવાને કારણે આપણા શરીરમાં ઘણા પ્રકારની સમસ્યા ઉદભવી શકે છે. જો કિડની સ્વસ્થ તો આપણું શરીર પણ સ્વસ્થ રહે છે.

image source

પણ આજકાલ લોકોને કિડની સબંધિત ઘણી સમસ્યા ઉદ્ભવે છે. તેનું મહત્વનું કારણ છે ખોટી ખાણી-પીણી. આજે અમે તમને થોડી એવી ખાવાની વસ્તુ વિશે જણાવીએ જે આપણી કિડની માટે ખુબ જ હાનીકાર સાબિત થાય છે.

image source

મીઠું
આપણા જીવનમાં મીઠું એક ખુબ જ જરૂરી વસ્તુ છે.પોટેશિયમ સાથે મળીને મીઠું આપણા લોહીને કિડનીના માધ્યમથી ફિલ્ટર કરે છે. પણ જો આપણે ખાવામાં વધુ મીઠું ઉપયોગમાં લઈએ તો તેને ફિલ્ટર કરવા કિડનીને વધુ પાણીની જરૂર પડે છે.  જેને કારણે હાઈ બ્લડપ્રેશરનો ખતરો ઉદભવી શકે છે.

image source

એનર્જી ડ્રીંક અને સોડા
ઘણા લોકોને સોડા અને એનર્જી ડ્રીંક પીવા ખુબ જ પસંદ હોય છે સાથે તેને પીધા બાદ લોકોના શરીરમાં એનર્જી આવતી હોય છે. પણ શું તમે જાણો છો કે આ આપણા શરીરમાટે ખુબજ હાનિકારક પદાર્થો છે. આવા પદાર્થોમાં કૈફીન અને ખાંડની માત્રા ખુબ જ ઊંચા પ્રમાણમાં હોય છે. સાથે જ તેમાં હાનિકારક કલર અને કેમિકલનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે.

image source

ડેરી પ્રોડક્ટ
આવા પ્રોડક્ટમાં પ્રોટીન અને કેલ્શિયમની માત્રા ખુબ જ વધુ જોવા મળે છે. ડેરી પ્રોડક્ટનું સેવન કરવું શરીર માટે સારું છે પણ આવા પદાર્થોનું વધુ પડતું સેવન હાનિકારક સાબિત થઇ શકે છે. વધુ પડતું કેલ્શિયમ પણ કિડનીમાં થતી પથરીનું કારણ બની શકે છે. પણ એક સ્ટડી મુજબ આવા ડેરી પ્રોડક્ટનું સીમિત માત્રામાં સેવન કરવું એ કિડનીની બીમારીવાળા લોકો માટે સારું માનવામાં આવે છે.

image source

આર્ટિફિશિયલ સ્વીટનર્સ
આર્ટિફિશિયલ સ્વિટનર્સની વધુ પડતી માત્રા ડાઈટ સોડામાં જોવા મળે છે. ડાઈટ સોડા સીધી રીતે ખાંડને ઓછી કરે છે પણ એક સ્ટડી મુજબ ખબર પડી છે કે આર્ટિફિશિયલ સ્વીટનર્સ એક પણ રીતે ખાંડનો બીજો વિકલ્પ નથી. તેમાં ખાંડ જેવા જ તત્વો જોવા મળે છે. બસ એવું વિચારવા જેવું છે કે જેમાં ખાંડ છે એવું કોઈ ફૂડ નથી ખાધું અને આર્ટિફિશ્યલ સ્વીટનર્સ છે એવું ફૂડ ખાધું છે. જો કે બંને શરીરને એટલું જ નુકશાન પહોંચાડે છે.

image source

નોન ઓર્ગેનિક ફૂડ
નોન ઓર્ગેનીકફુડ કે ડબ્બામાં બંધ વસ્તુ શરીર માટે ઝેર જેવું છે. આવી વસ્તુઓમાં પેસ્ટીસાઇડ વાપરવામાં આવે છે જે આપણી કિડની માટે ખુબજ હાનિકારક હોય છે. જયારે ઓર્ગેનિક ફૂડમાં આવા કોઈ પદાર્થ જોવા મળતા નથી જેથી એ આપણા શરીર માટે ખુબ સારા સાબિત થાય છે.

image source

કૈફીન પદાર્થો
કૈફીનની વધુ પડતી માત્રા કોફીમાં જોવા મળે છે. સવાર સવારમાં ઘણા લોકોને ફ્રેશ થવા માટે કોફી પીવાની આદત હોય છે. કોફી પિતાની સાથે જ તાજગી અને એનર્જી આવી જતી હોય છે. સાથે જ ઘણા લોકોને કોફીનો સ્વાદ ખુબ પસંદ આવતો હોય છે. પણ વધુ પડતી કોફીનું સેવન કરવાથી શરીરમાં બલ્ડપ્રેશરની સમસ્યા પ્રવેશી શકે છે. જેની સીધી અસર કિડની પર પડી શકે છે.

image source

આલ્કોહલ
વધુ પડતી દારૂ એટલે કે અલ્કોહલ પીવી પણ સારી વાત નથી. વધુ પડતી દારૂ કિડનીના દરેક ફંક્શનને બદલી નાખે છે અને તેની સીધી અસર મગજ પર પડે છે. વધુ પડતી દારૂ પીવાથી કિડની ખરાબ થઇ શકે છે.  આલ્કોહલ ખુબ જ ડિહાઈડ્રેટિંગ હોય છે જે શરીરનું બધું પાણી શોષી લે છે એટલા માટે તમે જો થોડી પણ દારૂ પીધી હોય તો ત્યારબાદ ઘણું બધું પાણી પીવું જોઈએ.

image source

રેડ મીટ
રેડ મીટમાં પ્રોટીનની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. શરીર અને માંસપેશીઓ માટે રેડ મીટ ખુબ સારું પણ કિડની માટે તે ખુબ જ હાનીકારર સાબિત થાય છે. રેડ મીટમાં ઘણું બધું ફેટ હોય છે જે કિડનીને ખુબ જ નુકશાન પહોંચાડે છે. સાથે આ પદાર્થનું વધુ પડતું સેવન કરવાથી બોડીમાં યુરિક એસિડ વધી શકે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.