અજબગજબ

ચામડી વિના જન્મેલા આ બાળકને જોઈને નર્સ પણ ભાગી ગઈ હતી, ડોક્ટરોએ કહ્યું હતું, 10 દિવસથી વધુ નહિ બચે

કળિયુગમાં પણ એકથી વધીને એક ચમત્કાર થતા જ રહે છે. જેના પર આપણને પહેલા તો વિશ્વાસ પણ ન આવે. પણ કેટલીક વસ્તુઓને જોઈને એવું લાગે કે આવું કઈ રીતે થઇ શકે છે? અને ચમત્કાર પણ એવા મોટા મોટા કે જેને જોઈને ડોકટરો પણ અચરજ પામી જાય છે.

બ્રિટેનના વર્વિકશાયરમાં એક એવું બાળક પેદા થયું હતું જેના શરીર પર ચામડી જ ન હતી. આ બાળકનો જન્મ નોટિંગહામ સીટી હોસ્પિટલમાં થયો હતો. બાળકના પેદા થવા પર જ ડોક્ટરોએ કહી દીધું હતું કે બાળક 10 દિવસથી વધુ નહિ જીવી શકે. પણ ચમત્કાર જ કહો કે આ બાળક 6 મહિના પછી પણ જીવિત છે અને તેના શરીર પર ધીરે ધીરે ચામડી આવવા લાગી છે.

Image Source

બ્રિટેનના વર્વિકશાયરના રહેવાસી દંપતી જેસિકા કિબ્લર અને જેક શેટોકના ઘરે પહેલું બાળક આવવાનું હતું અને તેઓ આ વાતથી ખૂબ જ ખુશ હતા. આખરે દુખાવો વધવાના કારણે જેસિકાએ 10 અઠવાડિયા પહેલા જ નોટિંગહામ સીટી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું અને 24 નવેમ્બરે જેસિકાએ એક બાળકને જન્મ આપ્યો. આ બાળક પ્રીમેચ્યોર હતું. તેના ચહેરા સિવાય શરીરના કોઈ પણ ભાગ પર કશે પણ ચામડી ન હતી. અહીં સુધી કે બાળકને જોઈને ઓપેરેશન થિયેટરમાં હાજર નર્સ પણ ડરીને બહાર જતી રહી હતી કારણ કે બાળક એક તાજા માસના લોચા જેવું જ લાગતું હતું.

આ બાળકના પેદા થવા બાદ ડોક્ટરોએ કહી દીધું હતું કે આ બાળક વધુમાં વધુ 10 દિવસ જ બચશે. જેને સાંભળીને જેક અને તેની પત્ની જેસિકાને આઘાત લાગ્યો. પરંતુ તેઓએ હિમ્મત ન હારી અને બાળકનો ઈલાજ કરાવ્યો. અને હવે બાળકના શરીર પર ધીમે ધીમે ચામડી આવવા લાગી છે.

જેસિકાએ જણાવ્યું હતું કે ‘જયારે અમે પહેલી વાર માતા-પિતા બન્યા, અમારા બંનેની ઉમર 19 વર્ષની આસપાસ હતી. અમારું પહેલું બાળક ખૂબ જ નબળું અને બીમાર પેદા થયું. એની આવી હાલત જોઈને હું અને જેક બંને ખૂબ જ રડયા હતા. એ નર્સ પણ રડી રહી હતી જે બાળક અમને સોંપીને રૂમમાંથી બહાર નીકળી ગઈ હતી. કદાચ એ નર્સ પાસે અમને દિલાસો આપવા માટે કોઈ શબ્દો જ બચ્યા ન હતા.’ આ બાળકનું નામ તેમને કાઈદેન જેક શેટોક રાખ્યું છે.

Image Source

બાળક વિશેનો અનુભવ જણાવતા જેસિકાએ કહ્યું હતું ‘અમારા બંનેમાંથી 10 દિવસ સુધી કોઈ બાળકને ઉંચકી જ શક્યું ન હતું. અમારું બાળક એક માંસના ટુકડા જેવું દેખાઈ રહ્યું હતું, જેને આ રીતે જોવું પણ મુશ્કેલ હતું. કાઈદેન હવે 6 મહિનાનો થઇ ગયો છે. અમને નથી ખબર આગળ શું થશે પણ અમે તેનું સંપૂર્ણ ધ્યાન રાખીશું. ડોક્ટર હજુ પણ કહે છે કે કાઈદેન નહિ બચે પણ અમે છેલ્લે સુધી તેનું ધ્યાન રાખીશું.’