ખબર

એક ટ્વીટ કર્યું અને બબીતાને મળી ધમકી, વીડિયોમાં કહ્યુંકે- હું જાયરા વાસીમ નથી….

હાલ દેશમાં કોરોના જેવી મહામારીએ ભરડો લીધો છે. આખા દેશમાં લોકડાઉન જોવા મળી રહ્યું છે. આ વચ્ચે એક જંગ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યો છે. સ્ટાર રેસલર બબીતા ફોગટે થોડા દિવસ પહેલા તબલીગી જમાતને લઈને ટ્વીટ કર્યું હતું.
આ ટ્વીટને લઈને ઘણો વિવાદ થયો હતો. સોશિયલ મીડિયામાં એકાઉન્ટને સસ્પેન્ડની માંગ ઉઠી હતી. જે બાદ બબીતાએ એક વિડીયો જાહેર કરીને જવાબ આપ્યો હતો.


બબીતા ​​ફોગટે તેના વીડિયોમાં જણાવ્યું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી મારી ટ્વીટ પછી લોકો મને ધમકાવી રહ્યા છે. બબીતાએ કહ્યું કે તે ઝાયરા વસીમ નથી, જે ધમકીઓથી ડરીને ઘરે બેસશે. હું ધમકીઓથી નથી ડરવાની. હું દેશ માટે લડી છું, હું મારા ટ્વીટ પર મક્કમ છું. જે પણ મે લખ્યું તેમાં કંઇ ખોટું નથી.”

 

View this post on Instagram

 

Elegance Never goes out of Style 😊😊

A post shared by Babita Phogat (@babitaphogatofficial) on

બબીતા ફોગટેએ કહ્યું હતું કે, દેશમાં કોરોના વાયરસનો ફેલાવો તબલીગી જમાત દ્વારા કરવામાં આવ્યો છે, દેશમાં આજે જેટલા કેસ છે તે તબલીગી જમાત સાથેના લોકોના છે. સ્ટાર રેસલરે કહ્યું હતું કે જો તબલીગી જમાત કોરોના વાયરસનો ફેલાતો ન હોત, તો હવે લોકડાઉન થઈ ગયું હોત.

બબીતા ​​ફોગાટે વિરોધીઓને જવાબ આપવા માટે એક વીડિયો ટ્વીટ કર્યો હતો, જ્યારે તેની બહેન ગીતા ફોગાટે પણ તેમના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું. આ સિવાય હવે ઘણા રેસલર્સ બબીતા ​​ફોગાટના સમર્થનમાં આવી ગયા છે.

ખરેખર, દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે 15 એપ્રિલે બબીતા ​​ફોગાટે એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસો માટે તબલીગી જમાતના લોકોને જવાબદાર ઠેરવ્યા હતા. વિવાદ બાદ પણ બબીતા ​​ફોગાટે આ ટ્વીટને રીટ્વીટ કર્યું હતું.

જણાવી દઇએ કે પાછલા દિવસોમાં બોલિવૂડ સ્ટાર કંગના રનૌતની બહેન રંગૌલી રાનૌતનું ટ્વિટર એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરાયું હતું. તેના પર ટ્વિટર દ્વારા નફરત ફેલાવવાનો પણ આરોપ મૂકાયો હતો. ત્યારબાદ ઘણા લોકોએ તેના એકાઉન્ટ પર ટ્વિટરની જાણ કરી. ટ્વિટરએ કાર્યવાહી કરીને એકાઉન્ટને સસ્પેન્ડ કર્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.