ખબર

2020ને લઈને બાબા વેન્ગાએ કરી હતી ધ્રુજાવનારી ભવિષ્યવાણી, જુઓ શું ભારે ઉથલ-પાથલ થશે

વર્ષ 2020 ભયના સંકેત લઈને આવી રહ્યું છે. પ્રખ્યાત ભવિષ્ય વક્તા બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ, આવતા વર્ષે ભયંકર વિનાશની સંભાવના છે. ધરતી પર જળપ્રલય સાથે યુરોપિયન દેશોમાં મુસ્લિમ કટ્ટરપંથીના ચરમ પર હોવાનો પણ ખતરો જણાવ્યો છે. સિટીઝનશિપ એમેન્ડમેન્ટ બિલ (સીએએ) અંગેના હાલમાં ચાલી રહેલા ઘમાસાણને જોઈને આ આગાહી સાચી સાબિત થઈ હોવાનું દેખાઈ રહ્યું છે.

Image Source

બલ્ગેરિયાના ભવિષ્ય વક્તા બાબા વેંગાએ 85 વર્ષની વયે મરતા પહેલાં 2020 માટે ઘણી આગાહીઓ કરી હતી. વિશ્લેષકોએ તેમની આગાહીઓને વર્તમાન સાથે જોડીને સમજવાનો પ્રયત્ન કર્યો છે. જો આપણે આ ભવિષ્યવાણી પર વિશ્વાસ કરીએ, તો વર્ષ 2020 યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુરોપ માટે ખૂબ સારું નહિ રહે.

Image Source

વેંગાએ 2020માં યુરોપના આર્થિક પતન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાના પ્રયાસની પણ ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે પુતિન માટે ખતરો તેમના દેશની અંદરથી આવી શકે છે. ભવિષ્ય વક્તા બાબા વેંગાના જણાવ્યા અનુસાર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોઈ રહસ્યમય બીમારી થઇ શકે છે જેના કારણે તે બહેરા થઈ શકે છે અને તેની અસર તેમના મગજ પર પણ પડશે.

Image Source

બાબા વેંગાએ પોતાની ભવિષ્યવાણીમાં એમ પણ કહ્યું હતું કે 2020માં મુસ્લિમ ઉગ્રવાદીઓ યુરોપ પર રાસાયણિક હુમલો કરી શકે છે. બાબા વેંગાએ એવો પણ દાવો કર્યો છે કે આ સમય દરમિયાન યુરોપિયન ખંડનું અસ્તિત્વ તેના અંતની નજીક પહોંચી શકે છે. એવો દાવો કરવામાં આવે છે કે અંધ બલ્ગેરિયન, બાબા વેંગાએ 9/11ના હુમલાની પણ ભવિષ્યવાણી કરી હતી.

Image Source

બાબા વેંગા અનુસાર, વર્ષ 2020માં, પ્રલય અને અન્ય આફતો જેવી ઘણી પરિસ્થિતિઓ બનશે. દેશમાં દુષ્કાળની પણ સંભાવના રહેશે. વેંગા કહે છે કે 2020 માં આખી દુનિયામાં ઉથલપાથલ મચી જશે. લોકોની માનસિકતામાં પરિવર્તન આવશે.

Image Source

વેંગાએ કહ્યું કે, 2020માં મુશ્કેલ સમય આવશે અને લોકોને તેમના ધર્મના આધારે વિભાજિત કરવામાં આવશે. વર્તમાન પરિસ્થિતિમાં આને જોડીને જુઓ તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં અનેક પ્રકારના આવા ઘટનાક્રમો થઈ રહ્યા છે. ભવિષ્યવાણી મુજબ, 2020માં આવી ઘણી વિનાશક ઘટનાઓ બનશે જે માનવતામાં પણ પરિવર્તન લાવશે અને લોકો ફક્ત પોતાના વિશે જ વિચારવાનું શરૂ કરશે.

Image Source

ભવિષ્યવાણી મુજબ, 2020માં બ્રહ્માંડમાં જીવનની શોધ કરવામાં આવશે અને તે જાણવા મળશે કે પૃથ્વી પર જીવન પ્રથમ વખત કેવી રીતે આવ્યું. આ ભવિષ્યવાણીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આવતા 200 વર્ષોમાં, લોકો આધ્યાત્મ દ્વારા બીજા વિશ્વ સાથે સંપર્કમાં આવશે.

Image Source

2020માં, પૃથ્વીને થોડી રાહત મળશે અને પેટ્રોલનું ઉત્પાદન બંધ થઈ જશે. ટ્રેનો સૌરઊર્જાથી દોડશે. 2020 માં સૌર ઉર્જા પર ઘણું કામ કરવામાં આવી રહ્યું છે, તેથી વેંગાની ભવિષ્યવાણી સાથે આને પણ જોડવામાં આવી રહ્યું છે.

Image Source

વેંગાની ભવિષ્યવાણીમાં 2020માં ચીન મહાસત્તા તરીકે ઉભરાઈ આવશે અને આ ત્રણ દેશો રશિયા, ભારત અને ચીન દિગ્ગજ હોઈ શકે છે. આમાંથી બે શક્તિશાળી દેશોના કેટલાક લોકો પાસે લાલ રંગની કરન્સી પણ હશે. વેંગાની આ ભવિષ્યવાણી ચીનના 100 યુઆન અને રશિયાના 5000 રુબેલ્સ સાથે જોડીને જોવામાં આવી રહી છે.

Image Source

રિપોર્ટ અનુસાર, બાબા વેંગાની કેટલીક ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઇ છે. એમાં મોટા ભાગના કાવતરાની આગાહીઓ છે. જો કે બાબા વેંગાનું 1996માં જ અવસાન થયું હતું. પરંતુ એવું કહેવામાં આવે છે કે તેમણે 5079 સુધીની ભવિષ્યવાણી કરી છે.

Image Source

બાબા વેંગાએ ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી મોટાભાગના અત્યાર સુધી સાચી થઇ ચુકી છે. જેમાં અત્યાર સુધીમાં સોવિયત યુનિયનનું વિઘટન, 11 સપ્ટેમ્બર 2001ના રોજ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો, પ્રિન્સેસ ડાયનાનું મોત અને કુદરતી આપત્તિ જેવી કેટલીક બાબતો તેમને પહેલા જ જોઈ લીધી હતી. બાબા વેંગાએ 2004માં સુનામી, આફ્રિકી અમેરિકન મૂળના વ્યક્તિ અમેરિકન રાષ્ટ્રપતિ બનવાની અને ચરમપંથી ધર્મની ભવિષ્યવાણી કરી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.