ખબર

આઇશાના પતિને રાજસ્થાનથી લવાયો અમદાવાદ, પતિના ચહેરા પર ન જોવા મળ્યુ પત્નીને ખોયાનું દુ:ખ, જાણો વિગત

અમદાવાદના આઇશા આપઘાત કેસમાં આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી લેવામાં આવી છે. આઇશાના પતિ આરીફને અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો. રિવરફ્રન્ટ પોલીસની ટીમે રાજસ્થાનના પાલી ખાતેથી તેની ધરપકડ કરી છે.

આઇશાના પતિ અને આરોપી આરિફની હાલ કોરોના ટેસ્ટ સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોરોના ટેસ્ટ બાદ તેની વિધિવત રીતે ધરપકડ કરવામાં આવશે. અમદાવાદ ખાતે લવાયા બાદ આરીફને જાણે તેની પત્ની આઇશાના મોતનું દુઃખ ન હોય તે રીતે તેણે હસતા મોઢે મીડિયા સામે પોઝ આપ્યો હતો.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર પહેલા વીડિયો બનાવી પતિને પ્રેમનો ઇઝહાર કરી અને પછી નદીમાં કૂદી મોતને વહાલુ કરનાર આઇશાનો કેસ તો તમને યાદ જ હશે… તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. હવે આ મામલે આઇશાના પિતાએ કહ્યુ છે કે, ભલે તેમની દીકરીએ જતા પહેલા શબ્દોથી ભલે તેના પતિને માફ કર્યો હોટ પરંતુ તે તેને માફ નહિ કરે અને તેને ફાંસીની સજા અપાવીને જ રહેશે.

અમદાવાદના વટવાની યુવતિએ પતિના શારીરિક માનસિક ત્રાસના કારણે આપઘાત કર્યો છે. યુવતીએ અમદાવાદ રિવરફ્રન્ટ પર આપઘાત પહેલા એક વીડિયો બનાવી તેના પતિને મોકલી આપ્યો હતો, જેથી તેના પતિએ પોતાના બચાવને લઈ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. (તસવીરો: ન્યુઝ 18)

Image Source

આઇશાનો કેસ વકીલે ઘટસ્ફોટ કર્યો છે કે, આઇશાના પતિ આરીફના રાજસ્થાનની એક યુવતી સાથે પ્રેમસંબંધને કારણે આઇશા તણાવમાં રહેતી હતી. આ તણાવમાં તેણે આ પગલું ભર્યું હતું.

સોમવારે આઇશાના પિતા લિયાકત અલીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ન્યાયની માંગણી કરી હતી. તેના પિતાનું કહેવુ છે કે, ભલે તેમની દીકરી આ દુનિયામાં નથી પરંતુ હવે બીજી કોઇ દીકરી સાથે આવું ન થાય તે માટે આરીફને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી.