ખબર

આયશા આપઘાત કેસઃ આયશા કેસને લઇને આવ્યા મોટા સમાચાર, આયશાને મરવા મજબૂર કરનાર પતિની જામીન અરજી ઉપર કોર્ટે..

અમદાવાદની સાબરમતી નદીમાં કુદીને પોતાનો જીવ આપી દેનારી આયશાના મોતે સમગ્ર દેશભરમાં ચકચાર જગાવી હતી. આયેશાએ તેના પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળીને અમદાવાદની સાબરમતી નદીમાં ઝંપલાવી સમય કરતા વહેલા મૃત્યુને વહાલું કર્યું હતું.

ત્યારે આયેશાના પતિ આરિફને રિવરફ્રન્ટ પોલીસે રાજસ્થાનમાંથી ઝડપ્યો હતો. ત્યારબાદ આરિફે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેની સામે ફરિયાદ પક્ષે આરિફના જામીન ના મંજૂર કરવાની માંગણી કરી હતી. આયેશાના પરિવાર દ્વારા કોર્ટમાં વાંધા અરજી કરવામાં આવી હતી કે. જેમાં પુરાવાનો નાશ થવાનો ભય હોવાથી જામીન ન આપવા રજૂઆત થઇ હતી.

ત્યારે આ બાબતે આ બાબતે આરોપી આરીફની રેગ્યુલર જામીન અરજી આજે અમદાવાદ સેશન્સ કોર્ટે દ્વારા ફગાવી દેવામાં આવી છે. સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવતા જણાવ્યું હતું કે, “આરોપી ઉપર ગંભીર પ્રકારનો ગુનો છે. માટે જામીન હાલના સંજોગોમાં આપી શકાય નહિ.”

અગાઉ આયશાના વકીલ તરફથી જણાવવામાં આવ્યું હતું કે “આયશાના પિતાને તેમના ઘરેથી પત્ર પણ મળી આવ્યો છે, જેમાં આયેશાએ તેના પતિને ઉદ્દેશીને લખ્યું હતું કે આરીફ તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. મારો આસિફ સાથે કોઈ સબંધ ન હતો તેમ છતાં મારું નામ જોડવામાં આવ્યું છે. ચાર દિવસ સુધી આયેશાને ખાવાનું આપવામાં આવ્યું ન હોવાનો પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીનો ફોન કબ્જે કરી લીધો હતો.”