મનોરંજન

બાલિકા વધુના “છોટે જગિયા”એ ખરીદી હતી પોતાના સપનાની કાર, સોશિયલ મીડિયામાં ફોટો પોસ્ટ કરી આપી માહિતી

આપણા જેવા મધ્યમ વર્ગના લોકો સપનામાં ન વિચારી શકે એવી ગાડી લીધી, વાહ મોજ છે- જુઓ તસ્વીરો

ટેલિવિઝનની સૌથી લોકપ્રિય ધારાવાહિક “બાલિકા વધુ”ને પૂર્ણ થયે તો ઘણો સમય વીતી ગયો છે. પરંતુ આ ધારાવાહીક અને તેના પાત્રોને આજે પણ કોઈ ભૂલી શક્યું નથી. આ ધારાવાહિકનું એક મુખ્ય પાત્ર હતું જગદીશ (જગિયા). આ પાત્રને નિભાવ્યું હતું અભિનેતા અવિનાશ મુખર્જીએ. અવિનાશને આ ધારાવાહિકમાં ખુબ જ પસંદ કરવામાં આવ્યો હતો. અવિનાશે છોટે જગિયાનું પાત્ર ભજવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Avinash Mukherjee (@avinashmukherjee_) on

અવિનાશ મુખર્જી હવે ઘણો જ મોટો થઇ ગયો છે. સાથે આજે તે એક સફળ અભિનેતા પણ બની ગયો છે. અવિનાશે થોડા સમય પહેલા જ પોતાના જન્મ દિવસની ઉજવણી કરી. પોતાના જન્મ દિવસે અવિનાશે પોતાને જ એક સરસ મઝાની ભેટ આપી. આવિનાશે આ ભેટની કેટલીક તસવીરો પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી. અવિનાશે પોતાને જ એક મર્સીડીઝ બેન્ઝ કાર ભેટ આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Avinash Mukherjee (@avinashmukherjee_) on

સોશિયલ મીડિયામાં અવિનાશે શેર કરેલી આ તસ્વીર સાથે તેને લખ્યું છે કે: “તમારા બધાની શુભકામનાઓ માટે ધન્યવાદ. મેં મારા આ જન્મ દિવસે મારા બાળપણનું એક સપનું પૂર્ણ કર્યું છે. હું એ તમારી સાથે શેર કરવા માંગુ છું. ફિલફેયર બ્લેક લેડીથી પણ પહેલા આ મર્સીડીસ બેન્ઝ મારી સૌથી કિંમતી ભેટ હશે. તમારા બધાના પ્રેમના કારણે હું મારી પહેલી ગાડી ખરીદી શક્યો છું.”

 

View this post on Instagram

 

A post shared by Avinash Mukherjee (@avinashmukherjee_) on

આ તસ્વીરમાં અવિનાશ પોતે પણ ખુબ જ સુંદર દેખાઈ રહ્યો છે. અવિનાશે સફેદ રંગનો કુર્તો પહેર્યો છે. તેની આ તસ્વીરને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને સાથે જ તેને કોમેન્ટની અંદર જન્મ દિવસની શુભકામનાઓ પણ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Avinash Mukherjee (@avinashmukherjee_) on

અવિનાશે બાલિકા વધુમાં બાળ કલાકાર તરીકે અભિનય કર્યો હતો. ત્યાબાદ પણ તેને ઘણી ધારાવાહિકોમાં કામ કર્યું છે. હાલમાં તે ટીવી જગતથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા દ્વારા તે પોતાના ચાહકો સાથે જોડાયેલો રહે છે.