અજબગજબ

વિદેશની નોકરી છોડી અને આ વ્યક્તિએ પોતાના જ ગામમાં શરૂ કર્યું ગોળ બનાવવાનું, આજે કમાય છે લાખો રૂપિયા

આજે મોટા ભાગના લોકોનો મોહ વિદેશમાં સારી નોકરી કરવાનો છે, કારણ કે ઘણા લોકોનું માનવું છે કે વિદેશમાં સારો પગાર મળે છે. પરંતુ ઘણા લોકો એવા છે જેમેણે વિદેશની નોકરીઓ છોડી અને દેશમાં આવી નાનો મોટો ધંધો શરૂ કર્યો અને આજે તમેની કમાણી લાખો રૂપિયામાં છે.


આજે અમે તમને એવા જ એક વ્યક્તિ વિશે જણાવીશું જેને વિદેશની નોકરી છોડી અને પોતાના ગામમાં આવી ગોળ બનાવવાનું શરૂ કર્યું અને આજે તે લાખોની કમાણી કરી રહ્યો છે. આ વ્યક્તિ છે પઠાનકોટના ગામ ગોસાઈપુરનો રહેવાસી સરદાર આવતાર સિંહ.

થોડા સમય પહેલા અવતારસિંહ વિદેશમાં નોકરી કરતો હતો, પરંતુ હાલ તે પોતાના ગામની અંદર ગોળનો વેપાર કરી રહ્યો છે. તે શેરડી પોતાના જ ખેતરમાં ઉગાવે છે અને તેમાંથી ગોળ બનાવે છે. તેને બનાવેલો ગોળ પણ બહુ જ જલ્દી વેચાઈ જાય છે. તેના ગોળને પણ લોકો ખુબ જ પસંદ કરે છે.

Image Source

અવતારસિંહ છેલ્લા 8 વર્ષોથી વિદેશની અંદર નોકરી કરી રહ્યો હતો. પરંતુ હવે તે ત્યાંની રહેણી કરણીથી કંટાળી ગયો હતો. જેના કારણે તેનું મન પોતાના ગામ તરફ આકર્ષિત થયું અને તે ગામમાં પાછો આવી ગયો.ગામમાં પાછા આવી અને તેને ગોળનો વ્યવસાય કરવાની શરૂઆત કરી અને આજે તેનો ગોળ લોકો ખુબ જ પસંદ પણ કરે છે. તેનો ગોળ દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે.

Image Source

તે જ્યાંનો નિવાસી છે ત્યાંની જમીન શેરડી માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. આજે તે પ્રતિદિવસ 2 કવીન્ટલ જેવો ગોળ બનાવે છે અને હોલ બનતા જ તે તરત વેચાઈ પણ જાય છે. એક સીઝનમાં જ તેની મહત્તમ આવક 4 લાખ રૂપિયા જેટલી થાય છે.