ખબર

ભારતમાંથી આ દેશમાં જશો તો 5 વર્ષની જેલ અને 50 લાખનો દંડ ફટકારશે, જાણો

ભારતમાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે અને કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે. તેને જોઇને ઓસ્ટ્રેલિયાએ ભારતથી આવનાર યાત્રિઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. નિયમોનું ઉલ્લંઘન કરવારને જેલ મોકલવામાં આવશે અને સાથે જ દંડ પણ કરવામાં આવશે.

3 મે થી 14 મે સુધી ઓસ્ટ્રેલિયન સરકારનો આ નિર્ણય અમલમાં રહેશે. જે મુસાફરો આ પ્રતિબંધને તોડે છે અથવા બીજા દેશમાંથી ગુપ્ત રીતે ઓસ્ટ્રેલિયા પહોંચે છે તેમને 5 વર્ષ સુધીની સજા અથવા 50 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

સરકારના નિર્ણય પછી ઓસ્ટ્રેલિયામાં ભારે હોબાળો મચી ગયો છે. સ્થાનિક લોકો ઓસ્ટ્રેલિયન સરકાર પર જાતિવાદનો આરોપ લગાવી રહ્યા છે. ભારતમાં દરરોજ લગભગ 4 લાખ કોરોના કેસ નોંધાય છે. આથી જ ઓસ્ટ્રેલિયાએ ભારત આવતા મુસાફરો પર પ્રતિબંધ મૂક્યો છે.

શનિવારે એક નિવેદનમાં ઓસ્ટ્રેલિયાના આરોગ્ય પ્રધાન ગ્રેગ હન્ટે કહ્યું હતું કે નવા પ્રતિબંધોને અવગણનારા કોઈપણને પાંચ વર્ષની સજા અને 50 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે. પ્રતિબંધ 15 મે સુધી અમલમાં રહેશે, જોકે સમીક્ષા બાદ તેને વધુ લંબાવી શકાય છે.

ઓસ્ટ્રેલિયાના બે ખેલાડીઓ મેલબોર્ન પહોંચ્યા પછી ગયા અઠવાડિયે ઓસ્ટ્રેલિયન સરકારનો નવો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ભારત આવતા મુસાફરો પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે.