વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય બેજન દારૂવાલાનું 29 મે 2020ના રોજ 90 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયું. એમને ગુજરાતના અમદાવાદમાં એક ખાનગી હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. ગયા અઠવાડિયે શ્વાસ લેવામાં તકલીફને કારણે એમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં એમની સારવાર ચાલ રહી હતી.
બેજન દારૂવાલાનો જન્મ મુંબઈમાં 11 જુલાઈ 1931 ના રોજ એક પારસી પરિવારમાં થયો હતો. પારસી ધર્મમાં જન્મ લીધો હોવા છતાં એમની હિન્દૂ ધર્મમાં ઊંડી આસ્થા હતી. બેજન દારૂવાલા ભગવાન ગણેશના અનન્ય ભક્ત હતા. એમની ભવિષ્યવાણીઓ ઘણી સટીક હોતી હતી. ટીમને પોતાની ભવિષ્યવાણીને કારણે વિશ્વભરમાં ઘણી ઓળખ મળી હતી.

બેજન દારૂવાલા વૈદિક અને પશ્ચિમી જ્યોતિષ સિદ્ધાંત બંનેના જાણકાર હતા. તેઓ આઈ-ચિંગ, ટૈરોટ, અંકશાસ્ત્ર, કાબાલા અને હસ્તરેખા શાસ્ત્રના સિદ્ધાંતોને મળાવીને સંયુક્ત ભવિષ્યવાણી કરવા માટે જાણીતા હતા.
બેજન દારૂવાલાની ગણતરી દેશ જ નહિ દુનિયાના મોટા-મોટા એસ્ટ્રોલોજરમાં થાય છે. એમને રાજનીતિ અને ખેલજગત સાથે જોડાયેલી ઘણી ભવિષ્યવાણીઓ કરી. જેમાંથી કેટલીક સાચી પડી તો કેટલીક ખોટી સાબિત થઇ.

બેજન દારૂવાલાની જ્યોતિષ સંબંધિત સેવાઓ જાણીતા સિતારાઓ અને રાજનેતાઓ પણ સમય-સમય પર લેતા રહયા હતા. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ઉદ્ભવની ભવિષ્યવાણી પણ બેજન દારૂવાલાએ જ કરી હતી. આ સિવાય કારગિલથી લઈને ગુજરાત ભૂકંપ જેવી ઘણી ભવિષ્યવાણી બેજન દારૂવાલાએ જ કરી હતી.

બેજન દારૂવાલાએ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયી, મોરારજી દેસાઈ અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બનવા વિશે સચોટ ભવિષ્યવાણી કરી હતી, જે સાચી સાબિત થઇ હતી. બેજન દારૂવાલાએ 2014 અને 2019 ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત અને નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બનવા વિશે ભવિષ્યવાણી કરી હતી.

સંજય ગાંધીના મોતની ભવિષ્યવાણી પણ બેજન દારૂવાલાએ જ કરી હતી. એ પછી જ એ ચર્ચાઓમાં આવ્યા હતા. બેજન દારૂવાલાએ જ એ ભવિષ્યવાણી કરી હતી કે સંજય ગાંધીની દુર્ઘટનામાં મોત થશે. 23 જૂન 1980 એ જ સંજય ગાંધીનું સફદરજંગ એરપોર્ટ પાસે એક વિમાન દુર્ઘટનામાં મોત થયું, જેનાથી આખો દેશ ડરી ગયો હતો.
વર્ષ 2004માં કોંગ્રેસના સત્તામાં આવ્યા પહેલા જ બેજન દારૂવાલાએ કહી દીધું હતું કે મનમોહન સિંહ દેશના પ્રધાનમંત્રી બનશે. જો કે કેટલીક બાબતો એવી પણ રહી કે જ્યાં બેજન દારૂવાલાની ભવિષ્યવાણી સાચી સાબિત ન થઇ શકી. વર્ષ 2003ના વર્લ્ડકપમાં દારૂવાલાએ દક્ષિણ આફ્રિકાના વર્લ્ડ ચેમ્પિયન બનવાની ભવિષ્યવાણી કરી હતી, પણ એ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા જીત્યું હતું અને એ ત્રીજીવાર ચેમ્પિયન બન્યું હતું.

જયારે વર્ષ 2007ના વર્લ્ડકપ પહેલા બેજન દારૂવાલાએ ભારતના વર્લ્ડ ચેમ્પિયન બનવાની સંભાવના વ્યક્ત કરી હતી. એમને એમ પણ કહ્યું હતું કે રાહુલ દ્રવિડ કે મુનાફ પટેલ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ હહશે, જયારે કે ભારત આ વર્લ્ડકપના શરૂઆતમાં જ બહાર થઇ ગયું હતું.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.