ગુજરાતમાં જન્મેલા અને કથક અને કથકલીને એક સાથે જોડીને ડાન્સની નવી ફોર્મ્યુલા બનાવનાર મશહૂર ડાન્સર અસ્તાદ દેબુનું નિધન થયું છે. અસ્તાદ દેબુના પરિવારજનોએ જાણકારી આપી છે કે ગુરુવારે સવારે તેનું મુંબઈમાં નિધન થયું છે. અસ્તાદ દેબુની ઉંમર 73 વર્ષની હતી. પરિવારના જણાવ્યા અનુસાર, અસ્તાદ દેબુ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. 10 ડિસેમ્બરએ તેનું નિધન થઇ ગયું હતું.

પરિવારે વધુમાં જણાવ્યું હતું કે તેણે અવિસ્મરણીય પ્રસ્તુતિયોનો વારસો છોડીને ચાલ્યા ગયા છે. કલા પ્રત્યેના તેમના સમર્પણને કારણે, તેમણે હજારો મિત્રો, ચાહકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું. દેશ અને દુનિયામાં તેના પરિવાર, મિત્રો, શાસ્ત્રીય અને આધુનિક નૃત્ય બિરાદરોને મળેલું નુકસાન એક ન પૂરાય તેવી ખોટ છે. તેના આત્માને શાંતિ મળે.

નોંધપાત્ર વાત એ છે કે અસ્તાદ દેબુની ગણતરી તે ડાન્સરમાં થાય છે જેમણે આધુનિક અને જૂના જમાનાના ભારતીય નૃત્યને એક કર્યું અને યુવા પેઢી સામે રજૂ કર્યું. તે હિન્દુસ્તાની નૃત્યને આગળ વધારતા હતા પરંતુ એક વાર એમણે કહ્યું કે મોટાભાગના ભારતીયો તેમના નૃત્યને પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત માને છે.
જણાવી દઈએ કે, 13 જુલાઈ, 1947 ના રોજ ગુજરાતના નવસારીમાં જન્મેલા અસ્તાદ દેબુએ તેમના માર્ગદર્શક પ્રહલાદ દાસ પાસેથી કથકનું શિક્ષણ લીધું હતું.
અસ્તાદ દેબુએ બોલિવૂડના દિગ્દર્શકો મણિ રત્નમ, વિશાલ ભારદ્વાજ જેવા દિગ્ગજો સાથે કામ કર્યું હતું. અસ્તાદ દેબુને વર્ષ 2007માં પદ્મશ્રી ઉપરાંત 1995માં સંગીત નાટક અકાદમીથી નવાજવામાં આવ્યા હતા.