ખબર

દેશના સૌથી લાંબા વ્યક્તિએ CM પાસે માગી આ મદદ, જાણો શું છે કારણ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે મદદ માટે અને સમસ્યાના નિરાકરણ માટે ઘણા લોકો આવતા હોય છે. ત્યારે શનિવારે એક યુવાન મુખ્યમંત્રી પાસે મદદ માટે તેના આવાસે પહોંચ્યો હતો.

ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં રહેનારો અને દેશના સૌથી ઊંચો માણસ ધર્મેન્દ્ર સિંહએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે મદદ માટે હાથ લાંબો કર્યો છે. ધર્મેન્દ્રને સીએમ યોગી પાસેથી આર્થિક મદદ જોઈએ છે. જેથી કરીને તે તેની હિપ સર્જરી કરાવવી છે.

શનિવારે ધર્મેન્દ્ર તેની સમસ્યા અને મદદ માટે મુખ્યમંત્રી યોગીના સરકારી આવાસે પહોંચ્યો હતો. પરંતુ તેની મુલાકાત થઇ શકી ના હતી.

ભારતના સૌથી લાંબા વ્યક્તિ ધર્મેન્દ્રને સારવાર માટે 8 લાખ રૂપિયાની જરૂર છે. ધર્મેન્દ્રની સીએમ યોગી સાથે ભલે મુલાકાત ના થઈ હોય પરંતુ તેને મદદ કરવાનો ભરોસો આપ્યો છે. સીએમ આવાસ પર કાર્યરત અધિકારીને ઈલાજનો અનુમાનિત ખર્ચા વિષેની માહિતી લઇ આવવાનું કહ્યું હતું.

જણાવી દઈએ કે ધર્મેન્દ્રની લંબાઈ 8 ફૂટ 1 ઇંચ છે. તેની લંબાઈ વિશ્વ રેકોર્ડ કરતા ફક્ત 2 ઇંચ જ ઓછી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks