જોધપુર જેલમાં સજા કાપી રહેલો આસારામનો ડાંસ વીડિયો થયો વાયરલ, બળાત્કારી આશારામ ખુબ નાચ્યો

યુક્રેન રશિયાના યુદ્ધ વચ્ચે અહીંયા બળાત્કારી આશારામ ઝૂમ્યો, જુઓ કેવા જલસા કરી રહ્યો છે – ભક્તોને મજા પડી

ખરાબ તબિયતને ટાંકીને 15થી વધુ વખત નીચલી કોર્ટથી સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરનાર આસારામ ઘણીવાર ચર્ચામાં રહેતો હોય છે, કયારેક તે તેના સ્વાસ્થ્યને લઇને તો કયારેક અન્ય કારણોસર તે ચર્ચામાં રહે છે. જો કે, હાલ તો આસારામ સંપૂર્ણ સ્વસ્થ છે. જોધપુર સેન્ટ્રલ જેલમાં પોતાના જ આશ્રમની સગીર છોકરીના યૌન શોષણના કેસમાં છેલ્લા શ્વાસ સુધી સજા કાપી રહેલ આસારામનો મહાશિવરાત્રીનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં આસારામ એ જ રીતે ડાન્સ કરતો અને કૂદતો જોવા મળી રહ્યો છે જે રીતે તે પહેલા તેના સતસંગમાં કરતો હતો.

આસારામ બીમારીના બહાને જેલમાંથી જામીન મેળવવા માટે 15થી વધુ વખત કોર્ટમાં અરજી કરી ચૂક્યો છે. મહાશિવરાત્રિના અવસરના આ વીડિયોમાં આસારામ સંપૂર્ણ રીતે સ્વસ્થ દેખાઈ રહ્યો છે. મહાશિવરાત્રિ પર જોધપુર સેન્ટ્રલ જેલમાં આયોજિત કાર્યક્રમમાં આસારામ વર્ષો પછી જૂની પરિચિત શૈલીમાં દેખાયો હતો. આ ઈવેન્ટમાં આસારામ એ જ એક્શન કરી રહ્યો હતો જે તે પહેલાના કાર્યક્રમોમાં કરતો હતો. આ કાર્યક્રમમાં આસારામ સંપૂર્ણ ઉત્સાહથી ભરેલા જોવા મળી રહ્યો છે. કાર્યક્રમમાં તે ભજન પર ઝૂલતો રહ્યો.

સેન્ટ્રલ જેલમાં આયોજિત આ કાર્યક્રમમાં તમામ કેદીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં કેદીઓએ મહાદેવની સ્તુતિ રજૂ કરી હતી. કેદીઓ પણ મહાદેવની સ્તુતિ પર જોરદાર નાચ્યા હતા. ઉલ્લેખનીય છે કે આસારામને 10 દિવસ પહેલા એઈમ્સમાં લઈ જવામાં આવ્યો હતો અને પેશાબની નળી કાઢી નાખવામાં આવી હતી. ખરાબ તબિયતને ટાંકીને આસારામ અત્યાર સુધીમાં 15થી વધુ વખત નીચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી ચૂક્યા છે.

જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી જ્યારે હાઈકોર્ટે મેડિકલ બોર્ડની રચના કરી હતી. જો કે બોર્ડના રિપોર્ટના આધારે તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. લગભગ 5 મહિના પહેલા ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી પણ દાખલ કરવામાં આવી હતી, પરંતુ જોધપુર મેડિકલ બોર્ડના રિપોર્ટના આધારે તેને ફગાવી દેવામાં આવી હતી.

Shah Jina