મુંબઇ ક્રૂઝ પાર્ટી મામલે આર્યન ખાનની જમાનત અરજી પર આજે સુનાવણી થવાની હતી. 14 ઓક્ટોબરના રોજ સેશંસ કોર્ટમાં જજે વકીલોની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખી દીધો હતો. છેલ્લી સુનાવણી દરમિયાન NCBએ કોર્ટને કહ્યુ હતુ કે આર્યન ખાન 20 વર્ષની ઉંમરથી જ ડગનું સેવન કરી રહ્યો છે. એનસીબીનું કહેવુ હતુ કે આર્યન ખાનના ઇન્ટરનેશનલ ડગ પેડલર્સ સાથે કનેક્શન છે. શાહરૂખ ખાનના ચાહકો કોર્ટ બહાર જમા થઇ ગયા હતા અને આર્યન ખાનની જમાનતની માંગ કરી રહ્યા છે.
આર્યન ખાનની જમાનત અરજી ચોથીવાર નકારવામાં આવી છે. આર્યન ખાન સાથે અરબાઝ મર્ચેંટ અને મુનમુન ધામેચાની જમાનત અરજી પણ નકારી દેવામાં આવી છે. આર્યન ખાાનની જમાનત અરજી નકારી દેવામાં આવી છે. ડગ કેસમાં ફસાયેલ આર્યનની જામીન અરજી છેલ્લા ઘણા દિવસોથી આગળની તારીખ પર ટાળવામાં આવી રહી હતી. ઉમ્મીદ કરવામાં આવી રહી હતી કે બુધવારે એટલે કે આજે આર્યનને જમાનત મળી જશે પરંતુ કોર્ટે આ ઉમ્મીદ પર પાણી ફેરવી નાખ્યુ.
હવે આર્યન ખાનની જમાનત માટે હાઇકોર્ટમાં અરજી આપવાની રહેશે, હાલ તો આર્યન ખાન આર્થર રોડ જેલમાં છે. NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે આ મામલે કંઇ પણ બોલવાથી બચી રહ્યા છે. તેઓએ સત્યમેવ જયતે કહી રિએક્શન આપ્યુ હતુ. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, ક્રૂઝ પાર્ટી કેસમાં આર્યન ખાન સાથે બોલિવુડની એક ઉભરતી અભિનેત્રીની ચેટ પણ NCBને મળી છે. ચેટ્સમાં નશાને લઇને વાત થઇ રહી છે. આ ઉપરાંત આર્યન ખાનના કેટલાક પેડલર સાથેની પણ ચેટ અદાલતને સોંપવામાં આવી છે.
આર્યન ખાનની NCBએ 2 ઓક્ટોબરના રોજ ધરપકડ કરી હતી. મુંબઇથી ગોવા જઇ રહેલ ક્રૂઝ શિપ પર થનાર પાર્ટીમાં આર્યન સામેલ થયા હતા. આ પહેલા ક્રૂઝ શિપ પર NCBએ આર્યન ખાન, અરબાઝ અને મુનમુન સહિત કેટલાક લોકોને ગિરફ્તમાં લીધા હતા. જોકે, જણાવી દઇએ કે, આર્યન ખાન પાસેથી ડગ મળ્યુ નથી.
હાલમાં આર્યન ખાન મુંબઇની આર્થર રોડ જેલમાં છે. આર્યન ખાન સાથે સાથે અન્ય આરોપી અરબાઝ મર્ચેન્ટ અને મુનમુન ધામેચાની જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી હતી. બીજી બાજુ, NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ આ બાબતે કંઈપણ બોલવાનું ટાળ્યું હતું. આર્યનના જામીન રદ થયા બાદ તેમણે માત્ર ‘સત્યમેવ જયતે’ કહ્યું હતુ. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, આર્યન ખાનની ડેબ્યૂ અભિનેત્રી સાથે ડગ ચેટ્સ એનસીબીના હાથમાં આવી છે.
તેમણે આર્યનની વોટ્સએપ ચેટ્સ કોર્ટમાં રજૂ કરી. આ સિવાય કેટલાક ડગ પેડલર્સ સાથે આર્યનની ચેટ્સ પણ કોર્ટને સોંપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 2 ઓક્ટોબરના રોજ મુંબઈ ક્રૂઝ પર આયોજિત પાર્ટીમાં દરોડા બાદ એનસીબી દ્વારા તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
લાંબી પૂછપરછ બાદ આર્યનની 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, આર્યન ખાન થોડા દિવસો માટે NCBની કસ્ટડીમાં રહ્યો હતો અને 8 ઓક્ટોબરના રોજ તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો, ત્યારથી તે જેલમાં છે. આર્યન ખાનની જમાનત માટે શાહરૂખ ખાન અને ગૌરી ખાનની લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે. બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.
બુધવારે એટલે કે આજે જજ વીવી પાટીલે આ કેસમાં પોતાનો ચુકાદો બપોરે 2:45 વાગ્યે આપ્યો હતો. આ પહેલા 14 ઓક્ટોબરે કેસમાં બંને પક્ષોની દલીલો થઈ હતી અને જજે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આજની રસપ્રદ વાત એ હતી કે, 5 દિવસથી વધુ સમય લીધા બાદ, જજ વી.વી. પાટીલ કોર્ટરૂમમાં આવ્યા અને માત્ર બે શબ્દો જ બોલ્યા અને આ બે શબ્દોએ શાહરૂખ-ગૌરીની મન્નત ચકનાચૂર કરી નાખી.
બુધવારે લગભગ 11 વાગ્યે જજ વી.વી. પાટીલ કોર્ટરૂમ પહોંચ્યા હતા. આર્યન ખાનના વકીલ અમિત દેસાઈ અને સતીશ માનશિંદેના જુનિયર ત્યાં પહેલેથી જ હાજર રહ્યા હતા. NCB તરફથી ASG અનિલ સિંહ અને અદ્વૈત સેઠના ત્યાં સુધી કોર્ટમાં પહોંચ્યા ન હતા. જજ વી.વી.પાટિલે આવતાની સાથે જ રૂટિન મેટર્સની સુનાવણી શરૂ કરી.
જણાવવામાં આવ્યું હતું કે, આર્યન ખાનનો જામીન કેસ 22 નંબર પર લિસ્ટેડ છે. આ વચ્ચે કોર્ટમાં સતીશ માનશિંદે પણ હાજર થઇ ગયા. શાહરુખ ખાનની મેનેજર પૂજા દદલાણી પણ કોર્ટ પહોંચી અને NCBના વકીલ પણ આવ્યા. બપોરે 12 વાગ્યા સુધીમાં કોર્ટમાં નોંધાયેલા 14 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે આર્યન ખાન કેસ પર ચુકાદો બપોરના લંચ બાદ 2:45 વાગ્યે નિર્ણય સંભળાવવામાં આવશે.
લગભગ 2:45 વાગ્યે, જજ વી.વી.પાટિલ કોર્ટરૂમ પહોંચ્યા અને તેમણે માત્ર બે શબ્દો કહ્યા. આ બે શબ્દો હતા – બેલ રિજેક્ટેડ. જજ માત્ર આટલું કહીને ત્યાંથી ચાલ્યા ગયા. વકીલોને કહ્યું કે આ એક ઓપરેટિવ ઓર્ડર છે અને આર્યનની સાથે અન્ય બે આરોપી અરબાઝ અને મુનમુનની જામીન અરજીઓ પણ ફગાવી દેવામાં આવી છે.
કોર્ટરૂમની અંદર જજના આ બે શબ્દોથી ગરમાગરમી થઇ ગઇ. પૂજા દદલાણીએ તરત જ શાહરૂખ અને ગૌરીને ફોન પર જાણ કરી. જજ વી.વી. પાટીલના આ બે શબ્દોએ 17 દિવસની એ ‘મન્નત’ને ચકનાચૂર કરી નાખી જે શાહરૂખ-ગૌરી ઉપરવાળા પાસે સતત માંગ કરી રહ્યા હતા. પરંતુ કાનૂની લડાઈ અહીં પૂરી થઈ નથી. આર્યનના વકીલો હવે જામીન માટે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કરશે. પરંતુ તે પહેલા સેશન્સ કોર્ટની ઓર્ડરની નકલ હોવી જરૂરી છે. આ એટલા માટે છે કારણ કે ઓર્ડરની નકલ જોયા બાદ જ સ્પષ્ટ થશે કે કોર્ટે કયા કારણોસર જામીન અરજી ફગાવી દીધી છે.
કોર્ટરૂમમાંથી બહાર આવેલા વકીલો સાથે જયારે મીડિયાવાળાએ વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ કહ્યું કે જ્યારે આદેશની નકલ ન આવે ત્યાં સુધી તમે ઇચ્છો તો પણ હાઇકોર્ટમાં જામીન અરજી આપવાની તૈયારી કરી શકાતી નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઓર્ડરની નકલ મેળવવામાં વિલંબ થઈ શકે છે.