બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન છેલ્લા 27-28 દિવસથી જેલમાં હતો. આર્યન ખાનની જમાનત પર બોમ્બે હાઇકોર્ટમાં ત્રણ દિવસ સુનાવણી થઇ હતી અને અંતે બોમ્બે હાઇકોર્ટે આર્યન ખાન સહિત અરબાઝ મર્ચેંટ અને મુનમુન ધામેચાને જમાનત આપી હતી. જો કે, ગુરુવારના રોજ જમાનત મળ્યા બાદ પણ આર્યન ખાન બહાર આવી શક્યા ન હતા. કારણ કે જમાનત મળ્યા બાદ પણ તેની પ્રોસેસ કરવાની રહે છે અને તે લાંબી હોય છે, જેને કારણે 29 ઓક્ટોબરના રોજ વકીલ સતીશ માનશિંદેએ સવારે મીડિયાને જણાવ્યુ હતુ કે ઉમ્મીદ છે કે આજે સાંજ સુધી આર્યન ખાન જેલથી બહાર આવી જશે.
પરંતુ શુક્રવારના રોજ તેનો બેલ ઓર્ડર અધિકારીઓ સુધી સાંજે 5.30 વાગ્યા સુધી પહોંચી શક્યો ન હતો જેને કારણે બેલ મળ્યા બાદ પણ તે બહાર ન આવી શક્યો અને તેને વધુ એક રાત જેલમાં જ વીતાવવી પડી હતી. હવે આજે એટલે કે શનિવારના રોજ તે જેલથી બહાર આવી ગયો છે, તેની 28 દિવસ બાદ ઘરે વાપસી થઇ રહી છે, જેને કારણે મન્નત બહાર પણ ઘણી ખુશીનો માહોલ છે. દિવ્ય ભાસ્કરના રીપોર્ટ અનુસાર આર્યનને લેવા માટે શાહરુખ ખાન નહોતા આવ્યા, પરંતુ તેમણે પોતાની રેન્જ રોવર કાર બોડીગાર્ડ રવિ સાથે મોકલી હતી.
30 ઓક્ટોબરના રોજ એટલે કે આજે સવારે 5.30 વાગ્યે આર્થર રોડ જેલનું હેલ બોક્સ ખોલવામાં આવ્યુ હતુ. જેલ અધિકારીઓ અનુસાર આર્યન ખાનને 11 વાગ્યે મુક્ત કરવાનો હતો. આર્યન ખાન જેલની બહાર આવતા જ ગાડીમાં બેસી મન્નત જવા રવાના થયો હતો. આર્યન ખાનને જમાનત મળતા જ પરિવાર અને બોલિવુડના ગલિયારાઓમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. બેલની પ્રક્રિયા પૂર્ણ થતા જ શાહરૂખ ખાનના બોડીગાર્ડ રવિ આર્યનને લેવા માટે જેલના ગેટ પર પહોંચ્યા હતા.
આર્યનના ઘરે વાપસીને લઇને મન્નત બહાર ચાહકોનો જમાવડો થઇ ગયો છે. બધા આર્યનને વેલકમ કરવા માટે એકઠા થયા હતા. આ વચ્ચે મન્નત બહાર એક સાધુ પણ પહોંચ્યા હતા. જેઓ હનુમાન ચાલીશાનો પાઠ કરી રહ્યા હતા. આ બાબાએ બધાનું ધ્યાન ખેંચ્યુ હતુ. આજે સવારે આર્યનને આર્થર રોડ જેલ લેવા માટે શાહરૂખના ઘરેથી ગાડીઓનો કાફલો નીકળ્યો હતો. ત્રણ SUV શાહરૂખના ઘર મન્નતથી રવાના થઇ હતી.
બોમ્બે હાઈકોર્ટે કાલે બપોરે આર્યન ખાન માટે પાંચ પાનાનો જામીનનો આદેશ જારી કર્યો હતો. જો કે, તેણે એક લાખની સિક્યોરિટી ડિપોઝીટ આપવાની રહેશે. જૂહી ચાવલાએ આર્યનના બેલ ઓર્ડર પેપર પર જામીનદાર બનીને સહી કરી છે.
કોર્ટની શરતો મુજબ આર્યનને દર શુક્રવારે NCB ઓફિસ જવું પડશે. તે કોર્ટની કાર્યવાહી અંગે કોઈ નિવેદન પણ આપી શકશે નહીં. આર્યન ખાનને જમાનત મળતા જ શાહરૂખ ખાનના ઘર મન્નત બહાર ચાહકોનો જમાવડો થઇ ગયો હતો. ચાહકોએ મન્નત બહાર ખૂબ જ ફટાકડા ફોડ્યા હતા અને વેલકમ પ્રિન્સ આર્યન ખાનના પોસ્ટર સાથે નારા પણ લગાવ્યા હતા અને ખુશી જાહેર કરી હતી.
આર્યન ખાનની 2 ઓક્ટોબરના રોજ NCB દ્વારા મુંબઇથી ગોવા જઇ રહેલ ક્રૂઝ પરથી અટકાયત કરી હતી. NCBએ ડગ પાર્ટીમાં છાપેમારી કરી હતી અને આર્યન ખાન, અરબાઝ મર્ચેંટ અને મુનમુન ધામેચા સહિત અન્યની અટકાયત કરી હતી.3 ઓક્ટોબરના રોજ આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે થોડા દિવસ NCBની કસ્ટડીમાં હતો, તે બાદ કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. ત્યારથી આર્યન ખાન આર્થર રોડ જેલમાં બંધ છે. હવે 26 દિવસ બાદ આર્યન ખાન જેલની બહાર આવતા ચાહકો ખુશ થઇ ગયા છે અને મન્નત બહાર અને સોશિયલ મીડિયા પર સપોર્ટ કરી રહ્યા છે.
બોમ્બે હાઇકોર્ટે ગુરુવારના રોજ સતત ત્રણ દિવસની સુનાવણી બાદ આર્યન, અરબાઝ અને મુનમુનને જમાનત આપી હતી. ગુરુવારનો દિવસ શાહરૂખ ખાન, ગૌરી ખાન અને તેમના પરિવાર માટે ખુશીનો દિવસ હતો. હાઇકોર્ટમાં આર્યનની જમાનત માટે પૂર્વ અટોર્ની જનરલ મુકુલ રોહતગીએ પેરવી કરી હતી.
View this post on Instagram
તેમની સાથે સતીશ માનશિંદે પણ હાજર રહ્યા હતા. જયારે અરબાઝ મર્ચેંટ માટે અમિત દેસાઇ અને મુનમુન ધામેચા માટે અલી કાશિફ ખાન દેશમુખે કરી હતી. NCB વતી ASG અનિલ સિંહે કોર્ટમાં જમાનતન વિરોધ કર્યો હતો.
View this post on Instagram