બોલીવુડના સુપરસ્ટાર SRK નો દીકરો આર્યન ખાન હાલમાં ડગ કેસમાં આર્થર રોડ જેલમાં પુરાયેલો છે. NCB એ બીજી ઓક્ટોબરે તેની પહેલા આર્યનની અટકાયત કરી હતી અને ત્રીજી ઓક્ટોબરે તેને ઝડપી લીધો હતો. હવે ન્યુઝ મળી રહ્યા છે કે આર્યને જેલની લાઇબ્રેરીમાંથી બે બુક્સ ઇશ્યૂ કરાવી છે.
કિંગ ખાન શાહરૂખનો મહેલ જેવું `મન્નત` બંગલો એક સ્વર્ગથી ઓછું નથી, જેની કિંમત આશરે 350 કરોડ રૂપિયા છે. શાહરૂખ ખાનનો આ લક્ઝરી બંગલો મુંબઈના બાંદ્રામાં બેન્ડસ્ટેન્ડ પર આવેલો છે, મુંબઈ જનારા લોકો બંગલો જોવો પણ એક સપનું હોય છે.
મીડિયા રિપોર્ટ અનુસાર લિવિંગ રૂમ, લાઇબ્રેરી, બેડરૂમ, પ્લે એરિયા, પ્રાઇવેટ બાર, સ્વિમિંગ પૂલ, પ્રાઇવેટ થિયેટર જેવી ઘણી વૈભવી સુવિધાઓ છે. આ મહેલ જેવા `મન્નત`માં ઉછરેલો દીકરો આર્યન ક્રુઝ આજે રેવ પાર્ટીના કારણે જેલમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આર્યન જેલની અંદર રડતો રહે છે અને ખાવા -પીવા માટે વોશરૂમમાં ન જવાનો પ્રયાસ કરે છે.
‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના રિપોર્ટ અનુસાર, SRK નો લાડલો આર્યન ખાનની બે વાર જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. આ જ વાતથી તે ઘણો જ અપસેટ થઇ ગયો છે અને જેલ અધિકારીઓએ આર્યનને બુક્સ વાંચવાની સલાહ આપી હતી. આથી જ આર્યને બુક્સ વાંચવાનું નક્કી કર્યું હતું.
આર્યનના વકીલ તેને જામીન અપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ બધા વચ્ચે આર્યન ખાનના કેસમાં એક નવો ટ્વિસ્ટ આવ્યો છે. આર્યનની ધરપકડ થઈ તે સમયે એક અજાણી વ્યક્તિએ તેના સાથે સેલ્ફી ખેંચી હતી જે ત્રીજી ઓક્ટોમ્બરે રાતોરાત વાયરલ થઈ હતી. આ વ્યક્તિની ઓળખ કિરણ ગોસાવી તરીકે સામે આવી હતી અને ત્યાર બાદ તે ફરાર હતો. આ કિરણ ગોસાવીના બોડીગાર્ડે એક મહત્વનો ખુલાસો કર્યો છે.
ફરાર કિરણના બોડીગાર્ડ પ્રભાકર સેલે એક નોટરીકૃત સોગંદનામામાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પ્રભાકરના કહેવા મુજબ તેને પંચનામાનું પેપર બતાવીને ખાલી કાગળ પર બળજબરીથી સાઈન કરાવાઈ હતી. તેને આ ધરપકડ વિશે નહોતી ખબર. પ્રભાકરે એક સોગંદનામુ પણ તૈયાર કર્યું હતું જેમાં તેણે દાવો કર્યો હતો કે, તે ક્રૂઝ રેડ બાદ જે ડ્રામા થયો તેનો સાક્ષી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, આર્યન ખાન પૈસાદાર સ્ટાર કિડ હોવાથી તેને જેલમાં કોઈ ખાસ સુવિધા આપવામાં આવી નથી. તેને જેલની અંદર એ જ રૂટિન ફોલો કરવાની હોય છે, જે બીજા કેદીઓ પણ ફોલો કરે છે. જો તે કેન્ટીનથી કંઇક અલગ ખાવા માંગતો હોય, તો તેની પાસે તેને પોતાના પૈસાથી ખરીદવાની સુવિધા છે,
આર્યનના પપ્પાએ 4500 નો મની ઓર્ડર મોકલ્યો. અહેવાલો અનુસાર, આર્યન કેન્ટીનમાંથી બિસ્કિટ ખાઈને પોતાનું કામ ચલાવી રહ્યો છે.