મનોરંજન

BREAKING ડ્રગ્સ કેસ: બોમ્બે હાઇકોર્ટમાં આજે જજ શું બોલ્યા? આર્યન આજથી ફરી જેલમાં જશે કે ઘરે જશે?

બોલિવુડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની જમાનત પર આજે બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી. પૂર્વ એટોર્ની જનરલ ઓફ ઇન્ડિયા મુકુલ રોહતગી આર્યન ખાનનો કેસ લડી રહ્યા હતા. આ દરમિયાન આર્યન ખાનને જામીન અપાવવાની વકીલે પૂરી કોશિશ કરી હતી. કોર્ટમાં NCBએ આર્યન ખાનની જમાનતનો વિરોધ પણ કર્યો હતો. આર્યન ખાનના વકીલ મુકુલ રોહતગીએ કોર્ટમાં દલીલ આપતા કહ્યુ હતુ કે, આર્યન કોરોના દરમિયાન ભારત આવ્યા છે. તે કેલિફોર્નિયામાં ભણી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આર્યન ખાન છેલ્લા 3 અઠવાડિયા કરતાં વધારે જેલમાં પુરાયેલો છે, ત્યારે આજે પણ તેના જામીનની સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન આર્યન ખાનના વકીલે કોર્ટરૂમમાં ધારદાર દલીલો કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. હવે આ મામલે આવતીકાલે બપોરે 2.30 કલાકે હાઈકોર્ટમાં ફરીથી સુનાવણી હાથ ધરાશે. જેના કારણે આર્યન ખાનને વધુ એક રાત આર્થર રોડ જેલમાં વીતાવવી પડશે.

આર્યનની જામીન અરજીની સુનાવણી જયારે કોર્ટમાં થઇ રહી હતી ત્યારે વકીલે દલીલ દરમિયાન કહ્યુ હતુ કે, આર્યન ક્રૂઝ પાર્ટીમાં કસ્ટમર ન હતા, તે સ્પેશિયલ ગેસ્ટ હતા. પ્રદીપ ગાવાએ આર્યનને પાર્ટીમાં બોલાવ્યા હતા. પ્રદીપ ગાબા ઇવેન્ટ મેનેજર હતા. આર્યન અને અરબાઝને બોલાવવામાં આવ્યા હતા. આર્યન અને અરબાઝ મર્ચેંટ પાસે ક્રૂઝ પાર્ટીની ટિકિટ પણ ન હતી. તેમણે આગળ કહ્યુ કે, તેઓ સાંજે 4.30 વાગ્યે ક્રૂઝ ટર્મિનલ પહોંચ્યા હતા. NCB પાસે પહેલાથી ક્રૂઝ પર ડગ પાર્ટીની જાણકારી હતી. તેમણે આર્યન ખાન, અરબાઝ સહિત અનેકની ધરપકડ કરી હતી.

આર્યન પાસે કોઇ સામાન પણ મળ્યો નથી. તેના મિત્ર અરબાઝ પાસે 6 ગ્રામ ડગ મળ્યુ હતુ. ડગ લેવાની તપાસને ળઇને આર્યનનો કોઇ ટેસ્ટ થયો નથી. મારા મુવક્કિલની ધરપકડ કરવાનો કોઇ આધાર નથી. તેની ધરપકડનો કોઇ મતલબ નથી. ઉલ્લેખનીય છે કે, મુંબઇથી ગોવા જઇ રહેલ ક્રૂઝ પર 2 ઓક્ટોબરના રોજ NCB દ્વારા રેડ પાડવામાં આવી હતી અને આ દરમિયાન આર્યન ખાન, અરબાઝ મર્ચેંટ, મુનમુન ધામેચા સહિત કેટલાકની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. આર્યન ખાન પહેલા NCB કસ્ટડીમાં હતો અને તે છેલ્લા કેટલાક દિવસથી આર્થર રોડ જેલમાં બંધ છે.

આર્યન ખાનના વકીલે કોર્ટમાં કહ્યુ હતુ કે, NCB જે ચેટનો હવાલો આપી રહી છે તે 2018-19ની છે અને તેનો ક્રૂઝ ડગ પાર્ટી સાથે કોઇ સંબંધ નથી. તે ચેટ ત્યારે થઇ હતી જયારે આર્યન વિદેશમાં હતા. આર્યનની ધરપકડ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યુ હતુ કે, અત્યાર સુધી 21 દિવસ વીતી ચૂક્યા છે અને આ કેસમાં હજી સુધી કોઇ જપ્તી થઇ નથી. તો પણ આર્યન ખાન સાથે દોષીઓ જેવો વર્તાવ કેમ કરવામાં આવી રહ્યો છે.

આર્યનની જામીન અરજી પર આજ પહેલા પણ સુનાવણી થઇ ચૂકી છે. તેની જામીન અરજી અત્યાર સુધી ફગાવી દેવામાં આવી હતી. ત્યારે હાલમાં આર્યન ખાનની કેટલીક ચેટ્સ સામે આવી હતી, તેમાં તે અનન્યા પાંડે સાથે કોકેન અને ડગ વિશે વાત કરી રહ્યો હતો. જે બાદ હવે અનન્યા પાંડેની પણ મુશ્કેલીઓ વધતી દેખાઇ રહી છે.