અજબગજબ પ્રેરણાત્મક

જન્મથી નથી હાથ, સાંભળી પણ નથી શકતો, છતાં પગથી બનાવે છે સુંદર તસવીર, વાંચીને તમે પણ ચાહક બની જશો

મિત્રો હૃદયમાં જરા પણ લાગણી હોય તો આ ભાઈને દિલથી સલામ કરજો, જુઓ તસ્વીરો

ઘણા લોકો પાસે ઘણું બધું હોવા છતાં આવડત નથી હોતી, અને સુખ સાહેબી વચ્ચે પણ હાર માની લેતા હોય છે, પરંતુ આ દુનિયામાં ઘણા એવા લોકો પણ છે જેમની પાસે ઘણુંબધું નથી જે આપણી પાસે છે છતાં પણ એ લોકો હાર નથી માનતા અને કુદરત પણ એમને સાથ આપે છે.

આજે તમને એક એવા જ વ્યક્તિની વાત જણાવીશું, જેને ભગવાને જન્મથી જ હાથ નથી આપ્યા, અને સાંભળવાની શક્તિ પણ નથી, તે છતાં આ વ્યક્તિએ હાર ના માની અને પોતાના પગને જ પોતાની કમાણીનું સાધન બનાવી લીધી. આ વ્યક્તિ પોતાના પગથી જ સુંદર તસવીરો બનાવે છે.

Image Source

તે વ્યક્તિનું નામ છે ગૌરકરણ પાટીલ જેના સાહસ અને મહેનતની મિસાલ ઘણી પેઢીઓ સુધી આપવામાં આવશે. તે પોતાના પગ દ્વારા ચિત્રો બનાવે છે, અને પોતાના જીવનમાંથી ઉડી ગયેલા રંગોને કેનવાસ ઉપર ઉતારે છે.

Image Source

ગૌરકરણની આ વાર્તા ટ્વીટર ઉપર એક આઈએએસ ઓફિસર પ્રિયંકા શુક્લાએ શેર કરી હતી, તેમને ગૌરકરણની પ્રસંશા કરતા લોકોને તેના ચિત્ર ખરીદવા માટે પણ કહ્યું હતું.

તેમને એક પેઇન્ટિંગ સાથે પોસ્ટ શેર કરતા કેપશનમાં લખ્યું હતું: “આ વીડિયોમાં પઈંટિંગ કરી રહેલા છત્તીસગઢના આર્ટિસ્ટ ગૌરકારણ પાટીલ શ્ર્વાનબધિત છે અને તેમના હાથ પણ નથી. છતાં પણ પોતાના પરિશ્રમથી આગળ વધી રહ્યા છે. શ્રી પાટીલ નિશ્ચિત રીતે એ બધા જ માટે પ્રેરણા છે કે જે જીવનની નાની નાની સમસ્યાઓથી હાર માની લે છે.”

આ ઉપરાંત જો કોઈપણ વ્યક્તિને તેમની પેઇન્ટિંગ ખરીદવાની ઈચ્છા હોય તો તેમના માટે પ્રિયંકાએ પોસ્ટની અંદર ફોન નંબર પણ પોસ્ટ કર્યો હતો.