મનોરંજન

ધર્મશાલાના રસ્તાઓ ઉપર જ રોમેન્ટિક થયા અર્જુન- મલાઈકા અરોરા, ફેન્સ બોલ્યા શરમ કરો

બોલીવુડની અભિનેત્રી મલાઈકા અરોરા અને અભિનેતા અર્જુન કપૂર પોતાના અફેરને લઈને ખુબ જ ચર્ચામાં છે. હાલમાં જ તેમને ધર્મશાલાના રસ્તાઓ ઉપર સ્પોટ પણ કરવામાં આવ્યા હતા. તેમની સાથે અભિનતા સૈફ અલી ખાન, કરીના કપૂર અને તેમનો દીકરો તૈમુર પણ જોવા મળ્યા હતા.

Image Source

હવે અભિનેત્રી મલાઈકા અરોરાએ જ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર ધર્મશાલાના રસ્તાઓ ઉપર રોમાન્સ કરતી અર્જુન કપૂર સાથેની તસ્વીર શેર કરી છે. જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહી છે. અને આ તસ્વીરને 5 લાખ કરતા પણ વધારે લોકોએ અત્યાર સુધી લાઈક પણ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

અર્જુન કપૂર હાલમાં પોતાની આવનારી ફિલ્મ “ભૂત પુલીસ”ના શૂટિંગમાં વ્યસ્ત છે. તે પોતાની આખી ટિમ સાથે અત્યારે હિમાચલમાં શૂટિંગ કરી રહ્યો છે. આ બધા વચ્ચે જ મલાઈકા પણ હિમાચલમાં પોતાના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવા માટે પહોંચી હતી. ત્યારે મલાઈકાએ અર્જુન કપૂર સાથેની ખુબ જ રોમેન્ટિક તસ્વીર પણ શેર કરી છે.

Image Source

આ તસ્વીરમાં મલાઈકા અર્જુનની ખુબ જ નજીક દેખાઈ રહી છે. જ્યાં મલાઈકા અર્જુન કપૂરના ખભા ઉપર માથું ઢાળીને હસી રહી છે તો અર્જુન પણ મલાઈકાને ખુબ જ પ્રેમથી પાછળથી પકડી રાખી છે.

Image Source

આ તસ્વીર શેર કરવાની સાથે જ મલાઈકાએ એક ખુબ જ સરસ કેપશન પણ લખ્યું છે. તેને લખ્યું છે કે: “જયારે તું સાથે હોય છે ત્યારે કોઈપણ ક્ષણ માયૂસી ભરેલી નથી હોતી.”

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

મલાઈકાની આ તસ્વીરને લાખો લોકો લાઈક કરી રહ્યા છે, તેમજ કોમેન્ટ કરીને પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

થોડા સમય પહેલા જ મલાઈકાએ એક વિડીયો પણ શેર કર્યો હતો. જેમાં કેટલીક તસવીરો ભેગી કરી અને વિડીયો બનાવી તસ્વીરમાં રહેલા લોકોનો ધન્યવાદ પાઠવ્યો હતો. આ વિડીયોમાં સૌથી પહેલી તસ્વીર પણ અર્જુન કપૂરની હતી.