મનોરંજન

શું અર્જુન શ્રીદેવીને નફરત કરે છે? અને મલાઈકાને પ્રેમ? અર્જુને પોતે કર્યો ખુલાસો જાણો જવાબ

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા તેમના સંબંધોને કારણે અવારનવાર ચર્ચાઓમાં આવતા જ રહે છે. હાલ થોડા સમય પહેલા પણ અર્જુન કપૂર ચર્ચામાં આવ્યો હતો. ત્યારે એક સોશિયલ મીડિયા યુઝરે અર્જુન કપૂર પર સંબંધોને લઈને નિશાનો સાધ્યો હતો. જેનો અર્જુન કપૂરે પણ સીધો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે ટાઈપ કરવું અને જજ કરવું આસાન છે.

Image Source

એક સોશિયલ મીડિયા યુઝરે ટ્વીટર પર અર્જુન કપૂરને ટેગ કરીને લખ્યું, ‘તમે તમારા પિતાની બીજી પત્ની પ્રત્યે નફરત હતી કારણે કે તમારા પિતાએ તમારી માને છોડી દીધી અને તમે પોતાનાથી 11 વર્ષ મોટી અને એક ટીનએજર દીકરાની માને ડેટ કરી રહયા છો. આ બેવડું માપદંડ શા માટે અર્જુન કપૂર?’

Image Source (Instagram: Malaika Arora)

તેના જવાબમાં અર્જુને કહ્યું, ‘હું કોઈને નફરત નથી કરતો કુસુમ. અમે એક ગરિમામય અંતર બનાવીને રાખ્યું. જો હું નફરત કરતો હોત તો દુઃખના સમયમાં પોતાના પિતા, જ્હાન્વી અને ખુશીની સાથે ન હોત. ટાઈપ કરવું અને જજ કરવું આસાન છે… તમે વરુણ ધવનની ચાહક છો, એટલે મને લાગે છે કે મારે તમને કહેવું જોઈએ કે પોતાના ડિસ્પ્લે પિક્ચર પર તેમના ચહેરા સાથે નકારાત્મકતા ન ફેલાવો.’

અર્જુનની પ્રતિક્રિયા સામે આવ્યા બાદ, આ યુઝરે ખૂબ જ આલોચના સહન કરવી પડી. આ પછી પોતાની ભૂલ સમજાઈ જતા અર્જુન કપૂર, તેના ચાહકો અને વરુણ ધવનની માફી માંગી. અને આ ટ્વીટ ડીલીટ કરી દીધી. તેને લખ્યું, ‘જો મેં કોઈની પણ ભાવનાઓને ઠેસ પહોંચાડી હોય તો એ માટે હું માફી માંગુ છું. મારો હેતુ કોઈને નુકશાન પહોંચાડવાનો ન હતો. હું અર્જુન કપૂરના બધા જ ચાહકો પાસેથી માફી માંગુ છું. મને માફ કરી દો. આ ફક્ત મારો વિચાર હતો. મારા મનમાં અર્જુન કપૂર સર કે મલાઈકા મેમ માટે કોઈ ખોટી ભાવનાઓ નથી. સોરી અર્જુન સર.’

અર્જુને આ માફીનો સ્વીકાર કર્યો અને લખ્યું, ‘ઇટ્સ ઓક કુસુમ, સ્પ્રેડ લવ… સ્ટ્રીટ ડાન્સર (વરુણ ધવન) તમને જોઈ રહયા છે.’ આ પછી વરુણ ધવને પણ કહ્યું કે આપણે બધાએ આપણી જિંદગી જીવવી જોઈએ.

વરુણ ધવને લખ્યું કે ‘મને ખુશી છે કે તમે માફી માંગી, ઇટ્સ ઓક, અર્જુન નારાજ નથી. આપણે બધાએ આપણી જિંદગી જીવવી જોઈએ. અર્જુન કપૂરનું દિલ મોટું છે. જેવું કે હું હંમેશા કહ્યું છું કે હું નથી ઈચ્છતો કે મારા કોઈ પણ પ્રશંસક કોઈ પણ કલાકાર વિશે કઈ પણ ખોટું કહે.’