મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના સંબંધને લઈને ચર્ચામાં રહે છે. આટલું જ નહીં. અર્જુન અને મલાઈકા પાર્ટી, ફંક્શન અને એરપોર્ટ પર કે સોશિયલ મીડિયામાં બન્ને સાથે નજરે આવે છે. ત્યારે ફરીએક વાર આ કપલે સોશિયલ મીડિયામાં રોમાન્સનો તડકો લગાવ્યો છે. જે બાદ કોઈ પણ કહેશે કે, પરફેક્ટ કપલ.
હાલમાં જ મલાઈકાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક ક્યૂટ ફોટો શેર કર્યા હતા. જેમાં અર્જુનનું રિએક્શન મજેદાર હતું.
વાયરલ કરેલા ફોટોમાં મલાઈકા સોફા પર નાઈટસુટ પહેરીને બેઠી છે. તેની બાજુમાં જ કૂતરું પણ બેઠું હતું. આ ફોટો શેર કરતા મલાઈકાએ કેપશનમાં લખ્યું હતું કે,’ ખુશનુમા રવિવાર.’ આ ફોટો પર અર્જુન કપૂરે કમેન્ટ કરતા લખ્યું હતું કે,’ ફોટોગ્રાફરમાં જરૂર કઈ વાત છે જે આટલો સારો ફોટો ક્લિક કરી શકે.
ત્યારબાદ અર્જુન કપૂરે એક ફોટો શેર કર્યા હતા. જેમાં અર્જુન ટેબલના સહારે બેસીને સ્માઈલ કરતો નજરે ચડે છે. અર્જુનના આ ફોટો પર મલાઈકાએ કમેન્ટ કરતા લખ્યું હતું કે, ‘ મારે કહેવું પડશે કે સાચે ફોટોગ્રાફર ઘણો તેલ;ટેલેન્ટેડ છે.
જણાવી દઈએકે અર્જુને આ ફોટાનેઉં મેલ્બર્નને ટેગ કર્યો છે. હાલમાં જ અર્જુન અને મલાઈકા ઓસ્ટ્રેલિયામાં ફિલ્મન ફેસ્ટિવલ ઓફ મેલ્બર્ન એટેન્ડ કર્યું હતું. મલાઈકા અને અર્જુને સાથે જ એવોર્ડ શો પણ અટેન્ડ કર્યો હતો, ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં બૉલીવુડ ફિલ્મ્સને રિપ્રેઝન્ટ કર્યું હતું.
મલાઈકા અને અર્જુને તેના સંબંધનો ખુલાસો અર્જુનના બર્થડેના દિવસ કર્યો હતો. મલાઈકાએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી લખ્યું હતું કે, જન્મદિવસની ઘણી શુભેચ્છા અર્જુન કપૂર. ઘણો બધો પ્રેમ અને હંમેશા ખુશ રહે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks