લાગે છે ફિલ્મ છપાકને લઈને એક પછી એક વિવાદ થાય છે. દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ ‘છપાક’ 10 જાન્યુઆરીએ રીલિઝ પહેલા જ વિવાદમાં ઘેરાયેલી નજરે ચડે છે. ફિલ્મ રીલિઝ ના કરવાને લઈને માંગ ઉઠી છે.
View this post on Instagram
વકીલ અપર્ણા ભટ્ટે દિલ્લીની પટિયાલા કોર્ટમાં ફિલ્મ રિલીઝ ના થાય તે માટે પિટિશન ફાઈલ કરી છે. આ પિટિશનમાં અપર્ણાએ કહ્યું હતું કે, એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલનો કેસ વરસો સુધી તેને લડ્યો હતો. આ ફિલ્મમાં તેને ક્રેડિટ આપવામાં આવી નથી.
આ મામલે આજે દિલ્લીની પટિયાલા કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. પટિયાલા કોર્ટ આ મામલે ફેંસલો આપતા કહ્યું હતું કે, ફિલ્મ મેકર્સને અપર્ણાના નામને શામેલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
On the plea of lawyer Aparna Bhatt, Court has ordered that the filmmaker should recognize the name of the petitioner in the film release. #Chhapaak https://t.co/JBPKBv6mCU
— ANI (@ANI) January 9, 2020
આ પહેલા છપાકને લઈને બોમ્બે હાઇકોર્ટમાં એક પિટિશન ફાઈલ કરવામાં આવી હતી. આ પિટિશનમાં લેખક રાકેશ ભારતીએ ક્રેડિટની માંગ કરી હતી. તેને ફિલ્મ મેકર્સ પર સ્ક્રિપ્ટ કોપીરાઈટને લઈને પિટિશન ફાઈલ કરી હતી. રાકેશે કહ્યું હતું કે, આ મામલે તેને ‘બ્લેક ડે’ના નામથી એક સ્ક્રિપ્ટ લગભગ લખાઈ ગઈ છે. જેનું રજીસ્ટ્રેશન ફેબ્રુઆરી 2015માં ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર એસોશિએશનમાં કરવામાં આવ્યું છે. આ બાબતે બોમ્બે હાઇકોર્ટેમાં ફિલ્મ મેકર્સ એક સોગંદનામું પણ રજૂ કર્યું છે. આ સોગંદનામામાં લખ્યું છે કે, આ જાણકારી પબ્લિક માટે છે, જે કોપીરાઇટમાં નથી આવતી. આ કોઈ પણ સત્ય ઘટના અથવા ઇવેન્ટ પર કોપી રાઈટનો દાવો કરવામાં નથી આવતો.
આ સિવાય દીપિકા પાદુકોણ મંગળવારે જેએનયુના વિધાર્થીઓના પ્રદર્શનમાં શામેલ થઇ હતી. આ બાદ સોશિયલ મીડ્યમ તેની ફિલ્મને લઈને બહિષ્કારને લઈને એક કેમપેઇન ચાલી રહ્યું છે. આ મામલે સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર પણ તેની નિવેદન આપી ચુક્યા છે. પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, કોઈ પણ કલાકાર ક્યાંય પણ આવી જાય શકે છે અને તેનો વિચાર રાખી શકે છે.
Lawyer Aparna Bhatt files plea in Delhi’s Patiala House Court seeking stay on film #Chhapaak. Bhatt in her plea has claimed that she was the lawyer for acid attack victim Laxmi for many years and yet she has not been given credit in the film. pic.twitter.com/RuTkzYJnJg
— ANI (@ANI) January 9, 2020
જણાવી દઈએ કે, મેઘના ગુલઝાર નિર્દેશિત ‘છપાક’ ફિલ્મ 10 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મમાં એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલની કહાની દેખાડવવામાં આવી છે. દીપિકા લક્ષ્મીનો રોલ નિભાવી રહી છે.