મનોરંજન

2 મહિનાની થઇ વિરાટ-અનુષ્કાની લાડલી વામિકા, અભિનેત્રીએ શેર કરી કેક કટિંગ અને ઉજવણીની તસવીરો, પપ્પાએ લખ્યો ખાસ મેસેજ

વિરાટ અને અનુષ્કાએ કરી શાનદાર ઉજવણી, તસવીરો થઇ રહી છે વાયરલ, તમે પણ જુઓ

ભારતીય ટીમના વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા માતા-પિતા બની ગયા છે. તેમને પોતાની દીકરીનું નામ વામિકા રાખ્યું છે અને વામિકા બે મહિનાની થઇ ચુકી છે. ત્યારે આ વામિકાના બે મહિના પૂર્ણ થવા ઉપર વિરાટ અને અનુષ્કાએ ખાસ ઉજવણી કરી હતી.

વિરાટ હાલમાં અમદાવાદની અંદર પોતાની પત્ની અને દીકરી સાથે છે. અમદાવાદમાં તે ટેસ્ટ સિરીઝ બાદ ટી-20 સિરીઝમાં ભારતીય ટીમનું નૈતૃત્વ કરશે. ત્યારે આ દરમિયાન વિરાટનો ઉત્સાહ વધારવા માટે અનુષ્કા અને વામિકા પણ અમદાવાદ આવી પહોંચ્યા હતા.

ગુરુવારના રોજ વિરાટ-અનુષ્કાની લાડલી દીકરી વામિકાના બે મહિના પૂર્ણ થયા. આ પ્રસંગને વિરાટ અને અનુષ્કાએ ઉજવ્યો હતો. અનુષ્કાએ આ ઉજવણીની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ચાહકો સાથે શેર કરી હતી.

અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક રેઈનબો કેકની તસ્વીર શેર કરી છે. આ તસ્વીરને શેર કરવાની સાથે અનુષ્કાએ લખ્યું છે કે “અમારા બે મહિનાની ખુશીઓ”. તસ્વીરમાં જોઈ શકાય છે કે કેક કપાઈ ચુકી છે અને તેના ઉપર વાદળાં પણ બનેલા છે. આ ભૂરા રંગની કેક જેના ઉપર મલ્ટીકલર તારા પણ લાગેલા છે.

તો આ સિવાય વિરાટ કોહલીએ પણ એક અનુષ્કા સાથેની એક રોમેન્ટિક તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં બંનેની કેમેસ્ટ્રી સ્પષ્ટ દેખાઈ રહી છે. આ તસ્વીરમાં વિરાટે કોમ્ફી વ્હાઇટ ટી શર્ટ અને પાયઝામો પહેર્યો છે અને તે અનુષ્કાને પોતાની બાહોમાં પકડેલો જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli)

તો આ તસ્વીરમાં અનુષ્કાએ સ્ટ્રિપ્ડ નાઈટ ડ્રેસ પહેર્યો છે, જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. આ નાઈટ ડ્રેસમાં ફૂલોની છાપ છે. તેના ચહેરા ઉપર એક લાંબુ હાસ્ય પણ જોવા મળે છે. વિરાટ તેના માથા ઉપર કિસ કરી રહ્યો છે.