મનોરંજન

એક જ ફિલ્મ દ્વારા રાતોરાત સ્ટાર બની આ અભિનેત્રી,અકસ્માતમાં બગડી ગયો સુંદર ચેહરો અને યાદશક્તિ પણ- જાણો પછી

”મૈં દુનિયા ભૂલા દૂંગી તેરી ચાહત મૈં” ગીત સાંભળતા જ સીધી-સાદી અને ક્યૂટ છોકરી અનુ અગ્રવાલ અને રાહુલ રૉયનો ચહેરો સામે આવી જાય છે.આ ફિલ્મ પછી રાહુલ રૉય બિગ બોસ જેવા રિયાલિટી શો તથા પાર્ટી કે ઇવેન્ટમાં નજરમાં આવતા હતા, પણ અભિનેત્રી અનુ જાણે કે ગાયબ જ થઇ ગઈ હતી.

Image Source

બોલીવુડની રંગીન દુનિયામાં કયો સિતારો ક્યારે ચમકી ઉઠે તે કહી ના શકાય.અને તેઓએ પોતાની મહેનત અને અભિનયના દમ પર લોકપ્રિયતા અને સફળતા મેળવી જ્યારે અમુક સિતારાઓ એવા પણ રહ્યા છે જેઓ અમુક હિટ ફિલ્મો કરીને જાણે કે ગાયબ જ થઇ ગયા. એમાંના જ કલાકારોમાં એક નામ અભિનેત્રી અનુ અગ્રવાલનું પણ લેવામાં આવે છે.

Image Source

11 જાન્યુઆરી 1969 ના રોજ દિલ્લી માં જન્મેલી અનુ અગ્રવાલ તે સમયે દિલ્લી યુનિવર્સીટીથી સમાજશાસ્ત્રનો અભ્યાસ કરી રહી હતી જ્યારે તેને મહેશ ભટ્ટે પોતાની રોમેન્ટિક ફિલ્મ ‘આશિકી’ માં પહેલો બ્રેક આપ્યો હતો.ફિલ્મ આશિકી માં અનુ લીડ રોલમાં નજરમાં આવી હતી. આ ફિલ્મ પછી અનુ રાતોરાત સ્ટાર બની ગઈ હતી પણ આજે અનુનું જીવન ખુબ ખરાબ ચાલી રહ્યું છે અને ગુમનાની ભર્યુ જીવન જીવી રહી છે.

Image Source

માત્ર 21 વર્ષની ઉંમરમાં ઇન્ડસ્ટ્રીમાં આવનારી અનુએ ફિલ્મ આશિકી માં પોતાના અભિનય દ્વારા દર્શકોનું દિલ જીતી લીધું હતું.આ ફિલ્મના ગીતો આજે પણ ખુબ લોકપ્રિય છે. જેના પછી અનુ ગજબ તમાશા,ખલનાયિકા,કન્યાદાન અને કિંગ અંકલ જેવી ફિલ્મોમાં પણ નજરમાં આવી હતી.

Image Source

આ સિવાય અનુએ તમિલ ફિલ્મ ‘થિરૂદા થિરુદા’ માં પણ કામ કર્યુ હતું.તે 1995 માં શોર્ટ ફિલ્મ ‘દ ક્લાઉડ ડોર’ માં પણ જનરમાં આવી હતી અને એકવાર ફરીથી તે ચર્ચામાં આવી ગઈ હતી. વર્ષ 1996 માં તે છેલ્લી વાર ફિલ્મ ‘રિટર્ન ઓફ જવેલ થીફ’ માં નજરમાં આવી હતી.

Image Source

વર્ષ 1999 માં તેની સાથે એક એવી દુર્ઘટના બની જેણે અનુની આખી જિંદગી બદલાવીને રાખી દીધી.રોડ અકસ્માત દ્વારા તેને ભારે ઇજા થઇ હતી. તેની યાદશક્તિ ચાલી જાવાની સાથે સાથે તે પૈરાલાઇઝડ પણ થઇ ગઈ હતી જેને લીધે તેને ચાલવા ફરવામાં સમસ્યા આવતી હતી.29 દિવસો સુધી કોમામાં રહ્યા પછી ભાનમાં આવી તો તે પુરી રીતે પોતાને ભૂલી ચુકી હતી.આ સમય તેના જીવનનો સૌથી ખરાબ સમય હતો.

Image Source

આ દુર્ઘટનામાંથી બહાર આવ્યા પછી અનુએ હાર ના માની અને ત્રણ વર્ષના ઉપચાર પછી તે પોતાના આગળના જીવનને યાદ કરવામાં કામિયાબ રહી હતી.વર્ષ 2015 માં તેણે પોતાના જીવન પર આત્મકથા પણ લખી છે.An ‘Anusual’ Memoir of a girl, who came back from the death માં અનુએ પોતાના જીવન અને પોતાના અનુભવનું ખુબ બારીકીથી વર્ણન કર્યુ છે.

Image Source

ઘણા સમય પછી ખબર પડી હતી કે આજે આ અભિનેત્રી સ્ટારડમ અને ફિલ્મી દુનિયાથી દૂર બિહારના મુંગેર જિલ્લામાં પોતાનું જીવન વ્યતીત કરી રહી છે. તે અહીં એક સ્કૂલમાં બાળકોને યોગા શીખવી રહી છે. જો કે પહેલી ફિલ્મની સફળતા પછી અનુએ નવ વર્ષો સુધી ફિલ્મોમાં કામ માટે મહેનત કરી પણ તેને કઈ ખાસ સફળતા મળી ન હતી.

Image Source

અનુના બાયોગ્રાફીના પુસ્તકના વિમોચનના મૌકા પર મહેશ ભટ્ટે અનુના વખાણ કરતા કહ્યું હતું કે આ યુવતી મૌતના મોં માંથી બહાર આવી છે. પણ મારા માટે ચોંકાવનારી વાત એ છે કે કેવી રીતે આવી મુશ્કિલ પરિસ્થિતિમાં પણ તેણે પોતાના જીવનને એક નવો વણાંક આપ્યો છે”. અનુ અગ્રવાલે આજ સુધી લગ્ન કર્યા નથી અને એકલી જ પોતાનું જીવન વ્યતીત કરી રહી છે.

Image Source

વર્ષ 2017 માં અનુ અગ્રવાલ એક વાર ફરીથી ચર્ચામાં આવી જયારે મુંબઈમાં ‘બેગમ જાન’ ફિલ્મની સ્ક્રીનિંગમાં પહોંચી હતી. આ મૌકા પર ઘણા ચર્ચિત કલાકારો પહોંચ્યા હતા,પણ અનુ અગ્રવાલે દરેકનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યુ હતું. અનુ અગ્રવાલનો લુક પુરી રીતે બદલાઈ ગયો છે અને એક સામાન્ય જીવીન જીવી રહી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.