લેખકની કલમે

અંતથી અનંત સુધીનો પ્રેમ ! શ્રેયાએ કહ્યું, સાગર તું ડિપ્રેશનમાં છે ! કોઇક સારા સાયકોલોજીસ્ટને કન્સલ્ટ કર. મને કંઈક ફરફ નહોતો પડતો પણ આ સ્થિત સાથે મેં તાલમેલ બેસાડી દીધો હતો.

બપોરના સમયે બારી પર કોયલ આવે અને એનો મધુર અવાજના કારણે મને સારી ઊંઘ આવતી ! એન્જીનીયરીંગના ત્રીજા વર્ષમાં હું હતો અને આખો દિવસ પી.જી પર જ રહેતો. રીડિંગ વેકેશન હતું પણ મને વાંચવાની ઈચ્છા જ નહોતી જાગતી. હું આકાશને જોઈ રહેતો અને કેટલીક વખત તો જમવાનું પણ ભૂલી જતો ! મારો રૂમ પાર્ટનર વેકેશન માણવા એના ઘરે ગયો હતો અને એના શબ્દો આજ સુધી મનમાં ફરતાં હતાં. એણે મને કહ્યું હતું કે સાગર તું ડિપ્રેશનમાં છે ! કોઇક સારા સાયકોલોજીસ્ટને કન્સલ્ટ કર. મને કંઈક ફરફ નહોતો પડતો પણ આ સ્થિત સાથે મેં તાલમેલ બેસાડી દીધો હતો. વોટ્સએપ પર અઠવાડિયાથી શ્રેયા મેસેજ પર મેસેજ કરતી હતી. હું ધ્યાન નહોતો આપતો અને મારો ફૉન બંધ કરીને સાઈડમાં મૂકી સુઈ જતો. એના મેસેજ પર મેસેજ આવવાના ચાલુ જ હતાં અને એકવાર એનો ફોન આવ્યો. મેં કહ્યું, હેલો…! શ્રેયા બોલી, સાગર ક્યાં છે ? મેં કહ્યું, પી.જી પર. એ ગુસ્સા સાથે બોલી, કેટલા ફોન કર્યા, મેસેજ કર્યા, એક મેસેજનો તો રીપ્લાય આપી શકે ને ? મેં કહ્યું, હા…! એ બોલી, તું આ તારા રીડિંગ વેકેશન પર પણ ઘરે ન આવ્યો, તને ખબર પણ પડે છે કે તારા મમ્મી તારી કેટલી ચિંતા કરે છે ! હું કંઈક ન બોલ્યો. શ્રેયાએ કહ્યું, તારી તબિયત તો ઠીક છે ને ? મેં કહ્યું, હા….! એ બોલી, મને બધુ જ ખબર છે. મેં કહ્યું, સારું ફોન મુકું છું. એ બોલતી રહી અને મેં ફોન કાપી નાખ્યો.

હું બાથરૂમમાં ગયો અને મોઢા પર પાણી છાંટીને બહારના ગલ્લા પર સિગારેટનું પેકેટ લીધુ. પી.જીની અગાસી પર જઈને સાંજ સુધી સિગારેટ જ પીધી. ખબર નહીં મને શું થઈ ગયું હતું પણ કંઈક તો એવું હતું જે મને ધીમે ધીમે મારી રહ્યું હતું. હું રૂમમાં આવ્યો, જોયું તો શ્રેયાના દસ મિસ્કોલ હતાં, મેં ફોન કર્યો..!શ્રેયાએ કહ્યું, તારું પી.જી ક્યાં છે ? મેં કહ્યું, કેમ ? એણે કહ્યું, હું વડોદરામાં આવી ગઈ છું ! હું ડરી ગયો અને કહ્યું, કેમ આવી અને કોની સાથે આવી ? એ બોલી, તું પહેલા તારા પી.જીનું એડ્રેસ મેસેજ કર. મેં એડ્રેસ મેસેજ કર્યો. અડધો કલાક પછી શ્રેયા ફોન આવ્યો અને કહ્યું, હું તારા પી.જીના બહાર ઉભી છું ! હું નીચે ગયો, મારું હૃદય ટ્રેનના એન્જીનની માફક ફટાફટ ધબકતું હતું. સામે શ્રેયા ઉભી હતી અને એની આંખમાં અલગ જ પ્રકારનો ગુસ્સો હતો. એ બોલી, શું થયું છે સાગર તને ? મે કહ્યું, કંઈ જ નહીં અને તું મજામાં છે ને ? એ બોલી, તારા મોં માંથી સિગારેટની વાસ આવે છે. તે નશો કરવાનું પણ શરું કરી દીધું ! હું કંઈ બોલું એ પહેલાં એણે મારા ગાલ પર એક લાફો માર્યો. હું કંઈ જ ન બોલ્યો અને એણે બાજુમાં આવેલ એક કેફેમાં લઈ ગયો. એ રડતી હતી અને મને કંઈ જ ફરક નહોતો પડતો. શ્રેયા શાંત થઈ અને બોલી, સાગર, તું હજી પણ દીક્ષા વિશે વિચારે છે ? મેં કહ્યું, ના. એ બોલી, તારી હાલત તો જો. એ બોલી, તું કોફી લઈશ ને ? હું શાંત હતો. શ્રેયાએ કોફી મંગાવી અને કોફીના પૈસા પણ એણે આપ્યા. શ્રેયા બોલી, સાગર આપણે બાળપણથી સાથે છીએ અને તું મારાથી છુપાવે છે કે તને શું થયું છે ? તારા ઘરે કોઈ નવી વાનગી બનતી તોય તું મને જણાવતો, તને યાદ છે ને કે તું એકવાર નાપાસ થયો હતો તોય તે સૌથી પહેલા મને જ કહ્યું હતું. શ્રેયા બોલતી રહી અને હું શાંત થઈને સાંભળતો હતો. કોફી પી ને અમે બંને બહાર નીકળ્યા. શ્રેયા બોલી, સાગર તું ઠીક થઈ જા ને. તને ખબર છે ને કે તારો મૂડ ન હોય તો મને પણ નથી ગમતું.

મેં કહ્યું, શ્રેયા ચાલ પેલા ગાર્ડનમાં બેસીએ. હું અને શ્રેયા એક બાંકડા પર બેઠા હતાં. મેં કહ્યું, પાણી પીવું છે. એણે પોતાની બેગ માંથી પાણીની બોટલ કાઢી અને મેં પાણી પીધું ! મેં કહ્યું, હમણાં ખૂબ જ ચિંતામાં રહું છું. મને દીક્ષા સાથેની બધી જ વાતો યાદ આવે છે અને ખાસ તો એ રાતો જેમાં અમે બંને એકબીજાના થઈને રહેતાં હતાં. શ્રેયા બોલી, એ સમય જતો રહ્યો અને દીક્ષાના લગ્ન પણ થઈ ગયા તો તું હવે કેમ એ બધી વાતોને મગજમાં ભરે છે ? હું કંઈ જ ન બોલ્યો. શ્રેયા મારી બાળપણની મિત્ર હતી તેથી તેને બધી જ ખબર હતી કે હું શું વિચારું છું. આઠ વાગ્યા હતા અને મેં શ્રેયાને પૂછયું, તું મારા માટે કેમ ચિંતા કરે છે ? શ્રેયાએ કહ્યું, તે મને મારી બધી જ મુશ્કેલીઓમાં સાથ આપ્યો છે અને આજે તું મુશ્કેલીમાં છે તો મારે પણ તને પૂરો સાથ આપવો જોઈએ. અમે બંને શાંત થઈ ગયા. શ્રેયા બોલી, તને ભૂખ નથી લાગી ? મેં કહ્યું, આઇ એમ સોરી શ્રેયા, તું બરોડામાં છે અને મેં તને પાણી માટે પણ ના પૂછ્યું !એ હસવા લાગી અને બોલી, તું કેટલો ચેન્જ થઈ ગયો છે ને ! મેં કહ્યું, ચાલ. શ્રેયા બોલી, પણ ક્યાં ? મેં કહ્યું, તું ચાલ ને. મેં સામેના એ.ટી.એમ માં જઈને ત્રણ હજાર રૂપિયા ઉપાડ્યા અને શ્રેયાને એક રેસ્ટોરન્ટમાં જમવા લઈ ગયો. મેં પૂછ્યું, શ્રેયા તું ઘરે શું કહીને આવી છે ? શ્રેયાએ કહ્યું, એક ફ્રેન્ડના લગ્નમાં જવું છું ! હું હસવા લાગ્યો અને બોલ્યો, કોના લગ્ન છે ? શ્રેયા મારી સામે જોઈ રહી અને બોલી, તું હસે ત્યારે મને ખૂબ જ ગમે !

અમે બંને જમીને બહાર આવ્યા અને મેં શ્રેયાને પૂછ્યું, હવે ક્યાં જવાની છે ? એણે કહ્યું, ખબર નહીં ! મેં કહ્યું, શું ? એ બોલી, મને નથી ખબર કે ક્યાં જઈશ. હું એકદમ ગુસ્સામાં આવી ગયો અને બોલ્યો, તું ગાંડી થઈ ગઈ છે ? આટલા મોટા શહેરમાં એકલી તો આવી રહી અને રાતના દસ વાગ્યે તું મને પૂછે છે કે મને નથી ખબર કે ક્યાં જઈશ. એ કંઈ જ ન બોલી. મેં કહ્યું, મારી એક સિસ્ટર છે પણ એ અત્યારે લગ્નમાં ગઈ છે, નહીં તો એના ઘરે તું સુઈ શકે. મેં કહ્યું, એકલી હોટેલમાં સુઈ શકીશ ? એણે કહ્યું, હા…! હું અને શ્રેયા એક સારી હોટેલમાં ગયા અને રીસેપ્શન પર પૂછ્યું, સ્ક્યુઝમી એક નાઈટ સ્ટેનો ચાર્જ શું છે ? એમણે કહ્યું, સર સિંગલના ૨૫૦૦ અને ડબલના ૩૦૦૦. શ્રેયા બોલી, સાગર કેમ આટલી મોંઘી હોટેલમાં લઈ આવ્યો. મેં કહ્યું, તારી સિક્યોરિટીથી મોંઘી વસ્તુ મારી માટે કોઈ નથી. એણે કહ્યું, સાગર હું એકલી રૂમમાં નહીં રહી શકું અને મને ડર લાગે છે, પ્લીઝ તું આવ ને મારી સાથે ! હું વિચારવા લાગ્યો અને રીસેપ્શન પર કહ્યું, એક રૂમ બુક કરજોને, ડબલમાં. મેં અને શ્રેયા આઈ.ડી પ્રુફ આપ્યું અને રૂમ નંબર ૨૦૩માં ગયા. રૂમમાં ગયા બાદ શ્રેયા બોલી, સોરી હું તને ખૂબ હેરાન કરું છું. મેં કહ્યું, એમાં હેરાન શેનો ? તું મને તારો ફ્રેન્ડ માને છે ને ? એ બોલી, હા. તો જા ફ્રેશ થઈ આવ અને હું નીચે સુઈ જવું છું ! એ બોલી, કેમ નીચે ? મેં કહ્યું, તું બેડ પર આરામથી સુઈ શકે ને એટલે ! શ્રેયાએ કહ્યું, તું બેડ પર જ સૂઇ જજે, હું નીચે સુઈ જઈશ. મેં કહ્યું, પહેલા ફ્રેશ થઈ જા…સવારની આમ જ ફરે છે ! એણે કહ્યું, હા ! શ્રેયા ફ્રેશ થઈને આવી. હું બેડ પર બેઠો બેઠો વિચારતો હતો અને મારી આંખ પણ ભરાઈ આવો હતી. શ્રેયા બોલી, શું થયું સાગર ? કેમ રડે છે ? મેં કહ્યું, કંઈ નહીં, બસ કેટલીક યાદો ! શ્રેયા બોલી, તું હવે કેમ એના વિશે વિચારે છે ! શ્રેયા મારી બાજુમાં બેઠી અને મારા આંસુ લૂછીને બોલી, પ્લીઝ, જોજે તું કેવો થઈ ગયો છે, થોડીક તારી પણ કેર કર. મે કહ્યું, હમ્મ..! શ્રેયાએ મારા ખભા પર હાથ રાખ્યો અને બોલી, મને બાળપણનો સાગર જોઈએ ! મેં કહ્યું, સાચે ? એ બોલી, હા. મેં સ્માઇલ આપી અને બાજુમાં પડેલું ઓશીકું શ્રેયાને માર્યું અને કહ્યું, બસ આ તારા બાળપણનો સાગર ! એ હસવા લાગી અને એણે પણ ઓશીકું માર્યું અને અમે બંને નાના બાળકોની જેમ ઝઘડવા લાગ્યા અને અચાનક એ શાંત થઈ ગઈ. મેં કહ્યું, શું થયું શ્રેયા ? એ મને અચાનક ભેટી પડી અને રડવા લાગી.

મેં કહ્યું, શું થયું શ્રેયા ? એ કંઈ જ ન બોલી. એના વાળ માંથી આવતી કન્ડિશનરની સુવાસ મને મજબૂર કરી રહી હતી અને એક વખત તો એવો વિચાર આવ્યો કે આજ સ્થિતિ મારી છે ! એણે હાથ ઢીલા મુક્યા અને મેં એની આંખોમાં જોઈને કહ્યું, શું થયું શ્રેયા, એ મારી આંખમાં જોઈ રહી હતી અને એ બોલી, મને તું જોઈએ ! મેં કહ્યું, કેમ ? એ બોલી, બસ જોઈએ. મેં બાથ ભરી લીધી.

એ મારી બાજુમાં સૂતી હતી અને મેં કહ્યું, તારે નીચે નથી સૂવું ? એ બોલી, શું મજાક કરે છે ? અને હસવા લાગી અને મને ભેટીને રડવા પણ લાગી. એવું લાગતું હતું કે હું અને એ એક જ હોઈએ. એણે કહ્યું, જિંદગીભર આમ મસ્તી કરવી છે ? મેં કહ્યું, શું મજાક કરે છે ? મેં કહ્યું, હાથ પકડ્યો છે તો હવે કેમ છોડું ….! એ કંઈ ન જ બોલી. મારા શરીરમાં નવી ઉર્જા વહેતી હોય એવું લાગતું હતું અને એક નવી જ તાજગી હતી. હું આજે કોઈકનો થઈ ગયો હોય કે મને કોઈક મળ્યું હોય એવો અહેસાસ થતો હતો. શ્રેયા બોલી, લાઈટ બંધ કર ને, શું વિચારે છે ? મેં લાઈટ બંધ કરી અને એક જ વિચાર મનમાં હતો કે આ રાત બસ આમ જ ચાલતી રહે…!

લેખક : પ્રદિપ પ્રજાપતિ

#મારી વાર્તાઓ
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks