મનોરંજન

લગ્નના 7 વર્ષ બાદ માતા બની “બાલિકા વધુ”ની ગૌરી, ક્યૂટ દીકરીને આપ્યો જન્મ

બોલીવુડના સ્ટાર્સની જેમ જ ટીવી સ્ટાર્સનો પણ એક ખુબ જ મોટો ચાહક વર્ગ છે. દૈનિક ધારાવાહિકમાં અભિનય કરીને ઘણા કલાકારો દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી ચુક્યા છે. આવી જ એક ધારાવાહિક “બાલિકા વધુ”માં ગૌરીનો અભિનય કરીને આગવી ઓળખ બનાવનાર અભિનેત્રી અંજુમ ફારુકી હવે માતા બની ગઈ છે. તેને એક દીકરીને જન્મ આપ્યો છે. અંજુમે સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને આ ખુશ ખબરી આપી છે.

Image Source

અંજુમે સોશિયલ મીડિયા ઉપર દીકરીની એક તસ્વીર પોસ્ટ કરી છે સાથે જ જણાવ્યું છે કે: “દુનિયામાં તારું સ્વાગત છે. મારી દીકરી હનિયા સૈયદને મળો.” આ સાથે જ તેને એમ પણ જણાવ્યું છે કે તેનો જન્મ 28 ઓગસ્ટ 2020ના રોજ થયો છે. અંજુમની આ પોસ્ટ કરવાની સાથે જ ચાહકો તેને શુભકામના પણ આપવા લાગી ગયા છે.

Image Source

અંજૂમની દીકરીનું પણ ઘરમાં ખુબ જ ઉત્સાહથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેને સોશિયલ મીડિયા ઉપર કેકની તસવીરો પણ શેર કરી હતી. દીકરીના ઘરે આવવા ઉપર તેના પરિવાર જનોએ સ્વાગત માટે કેક લાવ્યા હતા.

Image Source

તમને જણાવી દઈએ કે અંજુમે લગ્ન બાદ અભિનયની દુનિયાને હમેશા માટે અલવિદા કહી દીધું હતું. 7 વર્ષ પહેલા તેના લગ્ન સાકીબ સઈદ સાથે થયા હતા. સાકીબ મર્ચન્ટ નેવીમાં છે.

Image Source

હાલમાં અંજુમ પોતાના પરિવાર સાથે જ સમય વિતાવી રહી છે અને સાથે તે પોતાની એક ફૂડ ચેનલ પણ ચલાવી રહી છે. સોશિયલ મીડિયામાં પણ તે એક્ટિવ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Anjum Farooki (@anjumfarooki9)