મનોરંજન

અનિતા હસનંદાની માટે એકતા કપૂરે રાખી ખાસ બેબી શૉવર પાર્ટી, જુઓ બેબી બમ્પ સાથે આપેલા ખાસ પોઝની તસવીરો

બેબી બમ્પ ફ્લોન્ટ કરવો એ એક પ્રકારનો શોખ બની ગયો છે, જુઓ અનિતાએ પણ આપ્યા પોઝ

બૉલીવુડ અને ટીવી જગતની ઘણી ખ્યાતનામ અભિનેત્રીઓ હાલ પોતાના પ્રેગ્નેન્સીના દિવસો માણી રહી છે. આ દરમિયાન ટીવીની ખ્યાતનામ અભિનેત્રી અનિતા હસનંદાની પણ ગર્ભવતી છે. તેના માટે એકતા કપૂરે અને અનિતાના પતિ રોહિત રેડ્ડીએ ખાસ બેબી શૉવરનું પણ આયોજન કર્યું. જેની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

Image Source

અનિતા માટે યોજાયેલા આ ખાસ બેબી શૉવરના પ્રસંગમાં અનિતા ખુબ જ ખુશ જોવા મળી રહી છે. સાથે જ તે ખુબ જ મસ્તી પણ કરી રહી છે. અનિતાએ પોતાના બેબી બમ્પ સાથે ઘણા પોઝ પણ આપ્યા હતા.

Image Source

આ બેબી શૉવરની અંદર ફિલ્મ અને ટીવી જગતના ઘણા ખ્યાતનામ કલાકારો પણ હાજર રહ્યા હતા. પરંતુ આ પ્રસંગમાં સૌની નજર અનિતા ઉપર જ ટકેલી હતી. ગોલ્ડન ડ્રેસની અંદર અનિતા ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Anita H Reddy (@anitahassanandani)

અનિતાના ચહેરા ઉપર માતા બનવાની ખુશી પણ સ્પષ્ટ દેખાતી હતી. અનિતાએ આ દરમિયાન આવેલા મહેમાનો સાથે પણ ઘણો જ સમય વિતાવ્યો હતો. જો કે, તે વચ્ચે વચ્ચે પોતાને આરામ આપવા માટે બ્રેક પણ લેતી રહી. એકતા કપૂરે આ દરમિયાન મહેમાનોની સંભાળ રાખી હતી.

 

View this post on Instagram

 

A post shared by Tanusri Dasgupta (@tanusridgupta)

અનિતા માટે યોજાયેલી શાનદાર બેબી શૉવર પાર્ટી ઉપરાંત આ પાર્ટીમાં તેના માટે મંગાવવામાં આવેલી કેક પણ ખુબ જ ખાસ હતી. આ કેક આવનારા બાળકના થીમ ઉપર બનાવવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Karan Patel (@karan9198)

અનિતાએ આવેલા મહેમાનો ઉપરાંત પોતાના પતિ અને એકતા કપૂર સાથે પણ તસવીરો ખેંચાવી હતી. જેમાં અનિતા ખુબ જ ખુશ જોવા મળી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Rohit Reddy (@rohitreddygoa)

અનિતાએ પણ આ પાર્ટીનો એક વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે. જેમાં તેની ખુશી પણ સ્પષ્ટ દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Anita H Reddy (@anitahassanandani)