‘ગદર 2’ના ડાયરેક્ટરે સલમાન ખાનને લઇને કર્યો મોટો ખુલાસો, કહ્યુ- તે ડ્રિંક કરે છે પણ…

શું રોજ ખૂબ દારૂ પીવે છે સલમાન ખાન? ‘ગદર 2’ના ડાયરેક્ટરે જુઓ શું શું કહ્યું

Gadar Director Speaks About Salman Khan : ફિલ્મ ડાયરેક્ટર અનિલ શર્મા હાલમાં તેમની આગામી ફિલ્મ ‘ગદર 2’ને લઇને ખૂબ જ ચર્ચામાં છે. એક પ્રમોશનલ ઈન્ટરવ્યુમાં તેમણે જે કલાકારો સાથે કામ કર્યું છે તેના વિશે વાત કરી હતી અને આમાં તેમણે બોલિવુડના દબંગ ખાન સલમાન ખાનનો ઉલ્લેખ કર્યો હતો. અનિલ શર્માએ કહ્યું કે સલમાન વિશે ઘણી બધી વાતો ખોટી રીતે કહેવામાં આવે છે. લોકો કહે છે કે તે હેવી ડ્રિંકર છે અને પાર્ટીઓમાં ખૂબ જ પીવે છે.

જો કે વાસ્તવમાં એવું નથી. સલમાન ક્યારેય વધારે પીતો નથી. અનિલ શર્માએ એમ પણ કહ્યું કે સલમાન ક્યારેય કોઈને નુકસાન પહોંચાડતો નથી. તેને ફક્ત તેના કામ વિશે વાત કરવી ગમે છે. અનિલ શર્માએ 2010માં આવેલી ફિલ્મ વીરમાં સલમાન ખાન સાથે કામ કર્યું હતું. અનિલ આ ફિલ્મના દિગ્દર્શક હતા. તેમણે સલમાન સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો. અનિલે કહ્યું- ખાન સાહબ સાથે કામ કરવામાં ખૂબ મજા આવી. તેના વિશે ઘણી બકવાસ ફેલાવવામાં આવી છે.

સામાન્ય વ્યક્તિની જેમ સલમાન પણ સાંજે એક-બે ડ્રિંક લે છે અને પોતાના કામ પર ધ્યાન આપે છે. અનિલ શર્માએ આગળ કહ્યું- મેં તેને ક્યારેય કોઈની સાથે ખરાબ કરતા જોયો નથી. હું તેની સાથે ચાર કલાક રહું તો તે ચાર કલાકમાં તેની ફિલ્મના ગીતો અને સીન વિશે જ વાત કરે છે. તેને ઘણી ફિલ્મોના ગીતો અને દ્રશ્યો યાદ છે. સલમાન ફરતી ફિલ્મોની લાઇબ્રેરી છે. તેને ફિલ્મ્સનું ગૂગલ કહેવું ખોટું નહીં હોય. સલમાનને ખોટી રીતે ગુસ્સેલ કહેવામાં આવે છે.

તેમણે કહ્યું- લોકો કહે છે કે સલમાનને ખૂબ ગુસ્સો આવે છે પણ એવું નથી. તેઓ ગુસ્સે નથી હોતા, માત્ર પોતાની દુનિયામાં રહેવાનું પસંદ કરે છે. હા, એક વાત ચોક્કસ છે કે જો તમે તેમને ચીડાવશો તો તેઓ ચોક્કસ રિએક્ટ કરશે. તેઓ ક્યારેય કોઈને નુકસાન નથી પહોંચાડતા. તે ક્યારેક જિમ કર્યા બાદ વેનિટી વેનમાં જ સૂઈ જાય છે.

જણાવી દઈએ કે અનિલ શર્મા હાલમાં ‘ગદર 2’ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 2001ની બ્લોકબસ્ટર ગદરઃ એક પ્રેમ કથાની સિક્વલ છે. ફિલ્મમાં અમીષા પટેલ, સની દેઓલ અને ઉત્કર્ષ શર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Shah Jina