લગ્નના બંધનમાં બંધાઇ મશહૂર ડાયરેક્ટરની દીકરી, બોયફ્રેન્ડ સાથે લીધા સાત ફેરા, લાલ જોડામાં દુલ્હન લાગી બલાની ખૂબસુરત

મશહૂર ડાયરેક્ટરની દીકરીએ બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, લગ્નની તસવીરોમાં જોવા મળ્યો ઠાઠ-માઠ

Krishna Bhatt marries Vedant Sarda : પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક વિક્રમ ભટ્ટની દીકરી ક્રિષ્ના ભટ્ટે તેના બોયફ્રેન્ડ વેદાંત સાથે 11 જૂનના રોજ લગ્ન કર્યા હતા. આ લગ્નમાં માત્ર પરિવારના સભ્યો અને કેટલાક ખાસ મિત્રો સામેલ થયા હતા. લાલ જોડામાં દુલ્હન બનેલી ક્રિષ્ના ખૂબ જ સુંદર લાગી રહી હતી, જ્યારે વેદાંત ક્રીમ રંગની શેરવાનીમાં હેન્ડસમ લાગી રહ્યો હતો.

કૃષ્ણા અને વેદાંતના લગ્નમાં આમિર ખાનથી લઈને સની લિયોન સુધીના ઘણા મોટા બોલિવૂડ સ્ટાર્સ પહોંચ્યા હતા. ક્રિષ્ના અને વેદાંતે પેપરાજીને પોઝ પણ આપ્યો હતો. ક્રિષ્નાએ લાલ જોડા સાથે હેવી ગોલ્ડ જ્વેલરી કેરી કરી હતી. તસવીરોમાં વિક્રમ ભટ્ટની લાડલી અપ્સરાથી કમ નથી લાગી રહી.

ક્રિષ્ના અને વેદાંત બંને તસવીરોમાં ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. ચાહકો પણ બી-ટાઉનના આ નવા કપલને તેમના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે. ક્રિષ્ના અને વેદાંત લગ્ન બાદ પિતા વિક્રમ ભટ્ટ સાથે પોઝ પણ આપતા જોવા મળ્યા હતા. ક્રિષ્નાના લગ્ન ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યા હતા.

જો કે, લગ્ન બાદ ક્રિષ્નાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી હતી, જે વાયરલ થઈ રહી છે, જેના પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે. મુંબઈમાં લગ્ન બાદ બંને સ્ટાર્સે સાંજે ભવ્ય રિસેપ્શન પણ રાખ્યું હતું. લગ્ન પહેલા ક્રિષ્ના અને વેદાંતની સંગીત સેરેમની અને હલ્દી સેરેમની પણ ધામધૂમથી કરવામાં આવી હતી.

સંગીતના ફંક્શનમાં વિક્રમ ભટ્ટે દીકરી સાથે સ્ટેજ પર જોરદાર ડાન્સ કર્યો હતો. આ લગ્નમાં પૂજા ભટ્ટ, મહેશ ભટ્ટ, બોબી દેઓલ, અવિકા ગૌર, આફતાબ શિવદાસાની, સંદીપ ધર અને સની લિયોન તેના પતિ ડેનિયલ અને બાળકો સાથે પહોંચી હતી. વિક્રમ ભટ્ટની દીકરી ક્રિષ્ના ભટ્ટ ફિલ્મ ‘1920: હોરર ઓફ ધ હાર્ટ’થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરી રહી છે.

આ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ ડરામણું છે. બતાવવામાં આવે છે કે અવિકા ગૌર બદલો લેવા હવેલીમાં આવે છે અને ત્યાર બાદ ડરની કહાની શરૂ થાય છે. આમાં અવિકા ઉપરાંત બરખા બિષ્ટ અને રાહુલ દેવ પણ છે. માત્ર કૃષ્ણા જ નહીં પરંતુ ફિલ્મની લીડ એક્ટ્રેસ અવિકા ગૌર પણ આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મ 23 જૂને રિલીઝ થઈ રહી છે.

જણાવી દઇએ કે, ક્રિષ્ના અને વેદાંતની સગાઈ ડિસેમ્બર 2022માં થઈ હતી. છેલ્લા ઘણા દિવસોથી ક્રિષ્નાના લગ્નની ચર્ચા ચાલી રહી હતી અને હવે આખરે તે અને વેદાંત એકબીજાના બની ગયા છે. ક્રિષ્ના ભટ્ટે ઇટાઇમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેણે જૂનમાં લગ્ન કરવાની યોજના બનાવી હતી અને તે યોજના સફળ રહી.

તે ઘણી ખુશ છે કે તેની ફિલ્મ આ મહિને (23 જૂને) રિલીઝ થઈ રહી છે. વેદાંત સારદાની વાત કરીએ તો તે WTFair નામનું ટ્રાવેલ એન્જિન ચલાવે છે. ક્રિષ્નાએ કહ્યું હતું કે તે સૌથી ઝડપી હોલિડે પ્લાનિંગ એન્જિન છે. વેદાંતે 2014માં પોતાના ભાઈ સાથે મળીને આ કંપનીનો પાયો નાખ્યો હતો.

તેણે આ કંપની હેઠળ બીજી ઘણી વસ્તુઓ લોન્ચ કરી છે. તેણે 20 કરોડની ટ્રાવેલ કંપની બનાવી છે. તેણે 6 લાખ રૂપિયાના રોકાણથી શરૂઆત કરી હતી અને આજે તે તેના ક્ષેત્રમાં ટોચ પર છે.

Shah Jina