બુરખો પહેરી મસ્જિદ પહોંચી અલી ની ગર્લફ્રેન્ડ જાસ્મીન ભસીન, યુઝર્સ બોલ્યા- ધર્મ બદલી લીધો શું

જાસ્મીન ભસીન ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. તે ઘણા સમયથી પડદા પરથી ગાયબ છે, તે ન તો કોઈ ડેઈલી સોપમાં જોવા મળે છે કે ન તો કોઈ રિયાલિટી શોનો ભાગ છે પણ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને થોડા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. જો કે હાલમાં તે દુબઈ છે અને વેકેશન એન્જોય કરી રહી છે.

આ દરમિયાન તે ત્યાંથી તસવીરો પણ શેર કરી ચાહકોને અપડેટ આપી રહી છે. ત્યારે હાલમાં તેણે એક એવો વીડિયો શેર કર્યો કે જેને કારણે તે ટ્રોલર્સના નિશાના પર આવી ગઇ. ઈન્સ્ટાગ્રામ પર તેણે શેખ ઝૈદ મસ્જિદનો વીડિયો શેર કર્યો, જેમાં તે બુરખો પહેરેલી જોવા મળી રહી છે. જાસ્મીને અબુ ધાબી સ્થિત મસ્જિદની રીલ ચાહકો સાથે શેર કરી પણ આ બાદ તે ખરાબ રીતે ટ્રોલ થઇ ગઇ.

બુરખો પહેરવા બદલ લોકોએ તેની ટીકા કરી હતી. જો કે, કેટલાક તેના સમર્થનમાં પણ આવ્યા હતા. જાસ્મીને પોસ્ટ પર કેપ્શન લખ્યું, ‘જન્નત કા મેદાન’. હવે આ જોયા પછી અલી ગોની અને તેની બહેન ઈલ્હામ ગોનીએ તેના પર પ્રેમ વરસાવ્યો અને રીલને સુંદર ગણાવી. પરંતુ કેટલાકે તેની મજાક ઉડાવી. આ પોસ્ટ પર એક યુઝરે લખ્યું, ‘આખરે અલી ગોનીએ તમને હિજાબ પહેરાવી દીધો.

આવનારા સમયમાં અમે તમને ફ્રીજમાં શોધીશું, બહેન.’ બીજાએ લખ્યું, ‘શું તમે અભણ છો? આટલી રીતભાત પણ નહીં, ચંપલ પહેરીને મસ્જિદમાં ન જવાય. થોડી સારવાર પણ કરો. બીજા એકે કહ્યું – મેડમ, રોબર્ટ સ્પેન્સરનું ટ્રુથ ઓફ મોહમ્મદ વાંચો. ત્યાં મહિલાઓની સ્થિતિ જણાવવામાં આવી છે. વધુ પડતું કૂદવું નહીં સત્ય જાણો અને આભારી બનો.

આયેશા, મારિયા, ઝૈનબ, સૈફિયા, દરેકની કહાની સાંભળો. જો કે, કેટલાક તેના સમર્થનમાં પણ આવ્યા હતા. જણાવી દઇએ કે, જાસ્મીન ભસીન ટીવી એક્ટર અલી ગોનીને ડેટ કરી રહી છે અને બંને અવાર નવાર સોશિયલ મીડિયા પર એકબીજા માટે પ્રેમ ભરેલી પોસ્ટ શેર કરતા રહે છે. આ બંનેની જોડીને ટેલિવિઝનની શ્રેષ્ઠ જોડીમાંની એક માનવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Jasmin Bhasin (@jasminbhasin2806)

Shah Jina