બિપાશા બસુની 7 મહિનાની દીકરી દેવીની થઇ ‘મુખેભાત’ સેરેમની, લાલ સાડી અને પાયલમાં દેવીની ક્યુટનેસ જીતી લેશે દિલ ! જુઓ વીડિયો

પગમાં પાયલ અને બનારસી લાલ સાડીમાં સજી કરણ-બિપાશાની દીકરી દેવી…’મુખેભાત’ સેરેમનીમાં દીકરીને કરણ સિંહ ગ્રોવર-બિપાશા બસુએ શું ખવડાવ્યુ

Bipasha And Karan Daughter Devi’s Mukhebhat Ceremony: બોલીવુડ અભિનેત્રી બિપાશા બસુ અને એક્ટર કરણ સિંહ ગ્રોવરે લગ્નના 6 વર્ષ પછી નવેમ્બર 2022માં તેમની પુત્રીનું આ દુનિયામાં સ્વાગત કર્યું હતુ, જેનું નામ તેઓએ ‘દેવી’ રાખ્યું છે. બિપાશા અવારનવાર દેવી સાથેની તેની મસ્તી અને પ્રેમભરી પળોની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરે છે. ત્યારે હવે અભિનેત્રીએ તેની પુત્રીનો એક ખૂબ જ સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેના પર અભિનેત્રીના ચાહકો અને મિત્રો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

બિપાશા અને કરણે દેવીના અન્નપ્રાશન સંસ્કારનો એટલે કે મુખેભાત સેરેમનીનો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. અન્નપ્રાશન સંસ્કાર પહેલીવાર બાળકને ઠોસ આહાર આપવા માટે હોય છે. આવું પહેલીવાર હોય છે જ્યારે બાળકને ખીર, પૂરી જેવી વાનગીઓ ખવડાવવામાં આવે છે. બંગાળી પરંપરામાં તેને મુખેભાત કહેવામાં આવે છે. બિપાશાએ સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં તે ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી રહી છે.

ત્યાં તેણે દેવીને સુંદર બનારસી સાડી અને પાયલ પહેરાવી છે, જેમાં દેવી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. દેવીના અન્નપ્રાશન સંસ્કારનો વીડિયો શેર કરતા બિપાશાએ કેપ્શનમાં લખ્યું- ‘દેવીના મુખેભાત. દુર્ગા, દુર્ગા.’ વીડિયો પર પ્રતિક્રિયા આપતા ઘણા યુઝર્સે બિપાશા અને કરણને અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે કેટલાકે બેબી દેવી માટે શુભેચ્છાઓ મોકલી હતી. જ્યારે કેટલાક પૂછે છે કે અન્નપ્રાશન સમારોહમાં બિપાશા-કરણે તેમની પુત્રીને શું ખવડાવ્યું ?

આ પહેલા જ્યારે દેવી 6 મહિનાની થઇ ત્યારે પણ બિપાશા અને કરણ સિંહ ગ્રોવરે ખૂબ જ સુંદર અને ભાવનાત્મક નોટ શેર કરી હતી. આ સાથે પુત્રીના 6 મહિનાના જન્મદિવસની ઉજવણીની ઝલક પણ ચાહકો સાથે શેર કરી હતી. આ પોસ્ટની નોટમાં બિપાશાએ લખ્યું- ‘અમારા હૃદયની દેવીને 6 મહિનાની શુભકામનાઓ. દેવી માટે પ્રેમ, શુભેચ્છાઓ અને ઘણી બધી સુંદર ભેટો મોકલનાર દરેકનો આભાર. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.’

આ ​​સાથે જ બિપાશાએ રેડ હાર્ટ ઈમોજી દ્વારા પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. જણાવી દઈએ કે, બિપાશા અને કરણ સિંહ ગ્રોવરના લગ્ન 30 એપ્રિલ 2016ના રોજ થયા હતા. બંનેની પહેલી મુલાકાત 2015માં ફિલ્મ અલોનના શૂટિંગ સેટ પર થઈ હતી. જે બાદ બંનેની નિકટતા વધી અને પછી બંનેએ લગ્ન કરી લીધા. લગ્નના લગભગ 6 વર્ષ પછી બંનેએ દીકરી દેવીનું આ દુનિયામાં સ્વાગત કર્યું.

બિપાશાએ એક ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે તે અને તેનો પતિ કરણ હંમેશા એક બાળકી ઈચ્છે છે. જો કે, તેની ઈચ્છા પૂરી થઈ. લગ્ન બાદ બિપાશા લાંબા સમયથી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. જ્યારે કરણ સિંહ ગ્રોવર ‘ફાઈટર’ અને ‘3 દેવ’ ફિલ્મમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Bipasha Basu (@bipashabasu)

Shah Jina