ખૂબ જ આલીશાન છે પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢાનું વેડિંગ વેન્યુ ! આ લગ્ઝરી હોટલમાં લેશે સાત ફેરા

પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની જગ્યા ફાઇનલ, અહીં લેશે સાત ફેરા, બહેન પ્રિયંકાની જેમ રોયલ હશે લગ્ન

Parineeti Raghav Wedding Venue: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે 13 મેના રોજ દિલ્હીમાં સગાઈ કરી હતી.ત્યારે હવે ફેન્સ બંનેના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બંનેના લગ્નના સમાચાર અવારનવાર આવતા રહે છે.

ત્યારે હવે લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સ દાવો કરી રહ્યા છે કે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા રાજસ્થાનના ઉદયપુરમાં લગ્ન કરશે. આ સાથે હોટલનું નામ પણ જણાવવામાં આવ્યું છે, કે જ્યાં બંને ફેરા ફરશે.

આ સમાચાર બાદ બંનેના ફેન્સ ઉત્સાહિત થઈ ગયા છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ પરિણીતી અને રાઘવ રાજસ્થાનના ઉદયપુરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ કપલ ઉદયપુર ઝીલના પિચોલા કિનારે બનેલ લક્ઝરી હોટેલ ધ ઓબેરોય ઉદયવિલાસમાં સાત ફેરા લેશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિણીતી અને રાઘવ તેમના લગ્નને પરંપરાગત અને શક્ય તેટલા ઇંટીમેટ રાખવા જઈ રહ્યા છે. જો કે, કપલ તરફથી હજુ સુધી સત્તાવાર માહિતી બહાર આવી નથી. જણાવી દઈએ કે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ 13 મેના રોજ પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં દિલ્હીમાં સગાઈ કરી હતી.

ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કપલ શિયાળામાં લગ્ન કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે પરિણીતી ચોપરા તેના પરિવાર સાથે તેના વેડિંગ વેન્યુને ફાઇનલ કરવા માટે ઉદયપુર પહોંચી હતી.

રાઘવ ચઢ્ઢાની પરિણીતી ચોપરા સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી. આ પછી, અટકળો વહેતી થઈ હતી કે બંને તેમના લગ્નનું સ્થળ નક્કી કરવા માટે રાજસ્થાન પહોંચ્યા હતા. એવું પણ કહેવામાં આવ્યું હતું કે પરિણીતી ચોપરા પ્રવાસન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટરને પણ મળી હતી અને નજીકની ખાસ હોટેલો અને પર્યટન સ્થળો વિશે પૂછપરછ કરી હતી. વેડિંગ વેન્યુની વાત કરીએ તો, મેવાડના મહારાજાની હોટેલ ઓબેરોય ઉદયવિલાસ કોઈ વૈભવી મહેલથી કમ નથી.

ધ ઓબેરોય ઉદયવિલાસની ઓફિશિયલ વેબસાઈટ પર એક રૂમ માટે 35,000 રૂપિયા તેમજ કોહિનૂર સ્યુટ માટે એક રાતનો ખર્ચ 11 લાખ રૂપિયા છે. જણાવી દઇએ કે, રાજસ્થાન હંમેશાથી બોલિવૂડ સેલિબ્રિટીઝ માટે હોટ ફેવરેટ વેડિંગ ડેસ્ટિનેશન રહ્યું છે. કેટરિના કૈફ-વિક્કી કૌશલ, પ્રિયંકા ચોપરા-નિક જોનાસ અને સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી સહિત અનેક કપલે રાજસ્થાનમાં વિવિધ લગ્ન સ્થળોએ લગ્ન કર્યા છે. તમને જણાવી દઈએ કે, ‘ધ ઓબેરોય ઉદયવિલાસ’ પિચોલા તળાવના કિનારે આવેલું છે.

આ લક્ઝરી રિસોર્ટમાં લીલાછમ લૉન, મેવાડ સ્ટાઈલમાં બનાવેલું આંગણું, ફુવારા, વૈભવી લક્ઝરી સ્યુટ્સ અને બીજી ઘણી ખાસ વસ્તુઓ છે, જે તેની સુંદરતાને વધુ સુંદર બનાવે છે. પરિણીતીની બહેન પ્રિયંકા ચોપરાએ તેના વિદેશી બોયફ્રેન્ડ નિક જોનાસ સાથે લગ્ન રાજસ્થાનના ઉમેદ ભવન પેલેસમાં કર્યા હતા. બંનેએ હિંદુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. પ્રિયંકા અને નિક તેમના લગ્ન માટે રાજસ્થાન પસંદ કરનાર પ્રથમ કપલ નહોતા.

Shah Jina