12 દિવસથી છે ગુમ રોશન સોઢી મિસિંગ કેસમાં પોલિસે ઉઠાવ્યો મોટો કદમ, હવે તારક મહેતા શોના કલાકારોને…

12 દિવસથી લાપત છે સોઢી ઉર્ફે ગુરુચરણ સિંહ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ અને ફેમીલી સાથે પૂછપરછ કરી રહી છે મુંબઇ પોલિસ

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીનું પાત્ર નિભાવી ચૂકેલ ગુરુચરણ સિંહ 22 એપ્રિલ 2024થી લાપતા છે. ત્યારે આ મામલે હવે પોલિસ પરિવાર, મિત્રો અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમની પૂછપરછ કરી રહી છે. રીપોર્ટ અનુસાર, ગુરુચરણ સિંહના ગુમ થવાના મામલામાં તપાસ પૂરજોશમાં ચાલી રહી છે અને અભિનેતા સાથે જોડાયેલા તમામ લોકો દરેક રીતે તપાસને સમર્થન આપી રહ્યા છે. આ મામલામાં પોલીસ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો, ગુરુચરણના મિત્રો અને પરિવારની પૂછપરછ કરી રહી છે.

મુંબઈ પોલીસ ગુરુચરણ સિંહની માનસિક સ્થિતિ જાણવાનો પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત તે શોધવાનો પ્રયાસ કરી રહી છે કે શું તેઓ કોઈ લિંક ચૂકી ગયા છે. જણાવી દઈએ કે ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ગુરુચરણ સિંહ આર્થિક રીતે પરેશાન અને ડિપ્રેશનમાં હતો. તે 22 એપ્રિલે દિલ્હીથી મુંબઈ જવાનો હતો પણ ન ગયો અને તે બાદથી તેનો ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો છે. દીકરાના ગુમ થયા બાદ પિતાએ દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

તપાસ દરમિયાન ગુરુચરણ સિંહનું છેલ્લું લોકેશન દિલ્હી જ હોવાનું સામે આવ્યુ. આ સાથે એ વાત પણ સામે આવી કે અભિનેતાએ એટીએમમાંથી 7,000 રૂપિયા ઉપાડ્યા અને તે બાદથી ફોન સ્વિચ ઓફ છે. ગુરુચરણ સિંહને ગુમ થયાને 12 દિવસ થઈ ગયા છે પરંતુ તેનો કોઈ પત્તો મળ્યો નથી. ગુરુચરણનું છેલ્લું લોકેશન દિલ્હીના પાલમમાં તેના ઘરથી થોડા કિલોમીટર દૂર મળી આવ્યું હતું.

આ સિવાય પોલીસને પાલમ વિસ્તારમાંથી કેટલાક સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે, જેમાં એક્ટર બેગ લઈને રોડ ક્રોસ કરતો જોવા મળે છે. રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે સીસીટીવી ફૂટેજમાં એક અટપટી મોમેન્ટ જોવા મળી. ગુરુચરણ એક ઈ-રિક્ષામાંથી બીજી ઈ-રિક્ષામાં જતો જોવા મળ્યો. ત્યારે આના પરથી પોલિસને એવી આશંકા છે કે ગુરુચરણ સિંહે પોતે ગુમ થવાનું પ્લાનિંગ કર્યુ હોઇ શકે છે.

Shah Jina