Surti Family Completes Yatra From Uttarkashi : ચારધામ યાત્રા શરૂ થતા જ ભક્તોના ટોળા દર્શન માટે ઉમટી પડ્યા છે. હાલ યાત્રાધામોના હાલ બેહાલ થઇ ગયા છે, જેના ઘણા તમે સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોયા જ હશે. જેમાં ઘણા લોકો ભૂખે તરસે ટ્રાફિકમાં પણ ફસાયેલા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સુરતનો એક યુવક પણ આવા જ ટ્રાફિકમાં ફસાયો છે અને તેને વીડિયો શેર કરીને ત્યાંની શું પરિસ્થિતિ છે અને ત્યાં પોલીસ અને પ્રસાશન કેટલું ફેઈલ ગયું છે તે પણ બતાવ્યું છે.

વીડિયોમાં ત્યાંની સ્થિતિ જણાવતા સુરતના નિલેશ વિઠલાણીએ જણાવ્યું કે, “અમે સુરતના વેસુ વિસ્તારમાં રહીએ છીએ. અમે 20 લોકોનો પરિવાર ચારધામની યાત્રાએ નીકળ્યો છે. 11 તારીખે અમે હરિદ્વાર પહોંચ્યા હતા અને 12 તારીખે ઋષિકેશથી બરકોટ જવા માટે નીકળ્યા હતા. સવારે 8:00 વાગ્યાથી અમે બસમાં નીકળ્યા હતા અને બરકોટ જમનોત્રી પહોંચતા રાતના 1 વાગ્યા હતા. ઉત્તરકાશીથી યમનોત્રી જવા માટે અમને 22 કલાક જેટલો સમય લાગ્યો હતો.”

તેમને વીડિયોમાં આગળ જણાવ્યું કે “આટલો મોટો ટ્રાફિકજામ છતાં કોઈપણ પ્રકારની વ્યવસ્થા નહોતી ન તો કોઈ ટ્રાફિક પોલીસ કે ન તો અન્ય કોઈ અઘિકારી. અમે મોડી રાત્રે સ્થાનિક ઉત્તરાખંડના મોડેલ ઓફિસરને પણ ટેલીફોનિક વાતચીત કરી હતી. અહીંની જે પરિસ્થિતિ છે, ટ્રાફિકની તે કહી હતી પરંતુ, તેમણે કોઈ પ્રત્યુત્તર આપ્યો ન હતો. અત્યારે જે પ્રવાસીઓ ચારધામ યાત્રાએ નીકળ્યા છે તે પૈકીના 60% ગુજરાતના છે. અમે તમામ લોકોને અનુરોધ કરીએ છીએ કે, મે મહિનામાં ચારધામની યાત્રા કરવાનું ટાળો. ”

નિલેશ વિઠલાણીએ જણાવ્યું કે “અહીં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. પરિવાર સાથે આવશો તો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ જશો. યાત્રીઓનો ધસારો ખૂબ જ મોટા પ્રમાણમાં છે. દર વર્ષે યાત્રાળુઓ શ્રદ્ધાપૂર્વક ચારધામની યાત્રા કરવા આવતા હોય છે તેમછતાં પણ સ્થાનિક સરકાર દ્વારા કોઈપણ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી.” આ ઉપરાંત તેમને વીડિયોમાં નજારો પણ બતાવ્યો છે જેમાં આખો રોડ ટ્રાફિક જામથી ઉભરાઈ ગયો છે.
View this post on Instagram
Courtesy: DivyaBhaskar
