યુવકે 10 મિનિટમાં જ 10 ફૂટનો કબાટ સ્કૂટરમાં એકલા જ તગડો જુગાડથી કર્યો ડિલીવરી , ઇમ્પ્રેસ થયા આનંદ મહિન્દ્રા

’10 મિનિટમાં આવી રીતે થશે ફર્નીચરની ડિલીવરી…’ આનંદ મહિન્દ્રાએ પોસ્ટ કર્યો કરામતી વ્યક્તિનો વીડિયો

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયાની દુનિયામાં કન્ટેન્ટ શેરિંગ માટે પ્રખ્યાત છે. આનંદ મહિન્દ્રા જેટલા સારા બિઝનેસમેન છે તેટલા જ સારા વ્યક્તિ પણ છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેમના ફેન્સ તેમજ ફોલોઅર્સ સાથે ઘણીવાર રસપ્રદ અને ફની વીડિયો શેર કરે છે. આ વખતે આનંદ મહિન્દ્રાએ એક વીડિયો દ્વારા એ બતાવ્યુ કે ફર્નિચર સર્વિસ 10 મિનિટમાં આખરે કેવી દેખાય.

આ વિડિયો આનંદ મહિન્દ્રાએ પોસ્ટ કરી લખ્યું- તો મને લાગે છે કે ફર્નિચર (ફૂડ કે ગ્રોસરી નહીં) સેવા 10 મિનિટમાં આવી જ દેખાશે. આ પોસ્ટને 11 હજારથી વધુ વ્યૂઝ અને સેંકડો લાઈક્સ તેમજ કોમેન્ટ્સ મળી ચૂકી છે. સેંકડો યુઝર્સ આ અંગે કોમેન્ટ પણ કરી રહ્યા છે. કેટલાક કહે છે કે તે એકદમ જોખમી છે. જ્યારે અન્ય લોકો ફર્નિચર લઈ જનાર વ્યક્તિના વખાણ કરી રહ્યા છે.

વાસ્તવમાં, આટલા ભારે સામાનને સંતુલિત કરતી વખતે ટુ-વ્હીલર ચલાવવાનું સરળ કામ નથી. અમેરિકન અભિનેતા અને ફિલ્મ નિર્માતા વિલ સ્મિથે પણ આ વીડિયો શેર કર્યો છે. તેણે આ ક્લિપ 24 એપ્રિલે ઇન્સ્ટાગ્રામ પરથી પોસ્ટ કરી હતી, જેને 35 મિલિયનથી પણ વધુ વ્યૂઝ મળ્યા અને 12 લાખ લાઇક્સ મળી.

Shah Jina