નહેરના કિનારે રીલ બનાવી રહી હતી યુવતિ, અચાનક લપસ્યો પગ અને….જીવથી હાથ ધોઇ બેઠી

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી. એક છોકરી માટે રીલ બનાવવી તેનો કાળ બની ગયો. વાસ્તવમાં 19 વર્ષિય મનીષા ઈન્દિરા નહેરમાં રીલ બનાવતી વખતે પડી ગઈ. મનીષા વિકાસ નગરના સબૌલી ગામની રહેવાસી હતી અને તે તેની બહેનો અને મિત્રો સાથે ફરવા ગઈ હતી. આ દરમિયાન રીલ બનાવતી વખતે તેનો પગ લપસી ગયો જેના કારણે તે કેનાલમાં પડી ગઈ.

યુવતિને નહેરમાં પડતી દોઇ તેની સાથે ગયેલ લોકોએ ચીસો પાડી અને આ સાંભળતા ત્યાંથી પસાર થતા લોકો ત્યાં પહોંચી ગયા. ગોતાખોરોની મદદથી યુવતિની શોધખોળ હાથ ધરવામાં આવી જો કે હજુ પણ શોધખોળ ચાલુ છે. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. અકસ્માતની જાણ પરિવારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ મામલો બીબીડી પોલીસ સ્ટેશન વિસ્તારની ઈન્દિરા કેનાલનો છે.

માહિતી એવી છે કે મનીષા કેનાલ પાસે પહોંચી અને રીલ બનાવવા લાગી. રીલ બનાવતા સમયે તે કેનાલના એકદમ કિનારે પહોંચી ગદઇ અને ત્યાં તેનો પગ લપસી ગયો. ઘટના બાદ ડાઇવરોને તાકીદે બોલાવી કેનાલમાં ઉતારવામાં આવ્યા હતા. લગભગ એક કલાક સુધી કેનાલમાં શોધખોળ કરવા છતાં બાળકી વિશે કંઈ જ મળ્યું નહિ. આ પછી અંધારાના કારણે શોધખોળ રોકવી પડી હતી.

 

View this post on Instagram

 

A post shared by ABP News (@abpnewstv)

Shah Jina