મનોરંજન

ક્યારેક ટેક્સીનું ભાડું આપવાના પણ ન હતા અનિલ કપૂરના ખિસ્સામાં પૈસા, આની કારણે પુરા થતા હતા ખર્ચા

ટેક્સીનું ભાડું પણ ન હતા ચૂકવી શકતા અનિલ કપૂર, પત્ની ઉઠાવતી હતી ખર્ચ…જન્મદિવસ પર વાંચો સ્પેશિયલ સ્ટોરી:

અનિલ કપૂર 64 વર્ષના થઇ ગયા છે, તેમનો જન્મ દિવસ 24 ડિસેમ્બર 1956ના થયો હતો. અનિલ કપૂર આજે પણ ફિલ્મોમાં એક્ટિવ છે. હાલમાં તે પોતાની આવનારી ફિલ્મ ‘જુગ જુગ જિયો’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેમને પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર છે કે કરિયરની શરુઆતના દિવસોમાં તેમની હાલત ખુબ જ ખાસ્તા હતી. તેમની હાલત એટલી ખરાબ હતી કે તેમની પાસે ટેક્સીનું ભાડું ચૂકવવાના પણ પૈસા ન હતા. તે સમયે તેમની મદદ એક ખાસ વ્યક્તિએ કરી હતી અને તે બીજુ કોઈ નહિ તેમની ગર્લફ્રેન્ડ સુનિતા હતી અને સુનિતા આજે તેમની પત્ની છે.

 

View this post on Instagram

 

A post shared by anilskapoor (@anilskapoor)

જણાવી દઈએ કે સુનિતા તેમનો બધો ખર્ચો ઉઠાવતી હતી. આજે તેમને લગ્નને 36 વર્ષ થઇ ગયા છે પણ બંનેનો પ્રેમ હજુ એવો ને એવો જ છે. જયારે તેમની પહેલી મુલાકાત થઇ ત્યારે અનિલ એક સ્ટ્રગલિંગ એક્ટર હતા અને સુનિતા એક ફેમસ મોડલ હતી. સુનીતાને જોતા જ અનિલ કપૂર પોતાનું દિલ તેમને આપી ચુક્યા હતા. તેઓ તેમના નજીક જવા માંગતા હતા, પરંતુ તેમની પાસે સુનિતા સુધી પહોંચવાનો કોઈ રસ્તો ન હતો. તેમને એક મિત્રએ સુનિતાનો નંબર અપાવ્યો. તેના પછી બંનેમાં વાતચીત ચાલુ થઇ. અનિલ સુનીતાના અવાજના દીવાના થઇ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by anilskapoor (@anilskapoor)

અનિલ કપૂરને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, સુનિતા સાથે વાતચીત દરમિયાન એક દિવસ તેને મળવાની વાત થઇ. તો તે તૈયાર થઇ ગઈ ત્યારે સુનિતા એ પૂછ્યું કેટલી વારમાં પહોંચશો, ત્યારે મેં કહ્યું બે કલાકમાં. સુનીતાએ કહ્યું કેમ આટલી વાર,  ત્યારે મેં કહ્યું, હું બસમાં આવીશ તો એકટલી વાર તો લાગશે ને. તેમને કહ્યું બસમાં કેમ આવો છો, મેં તેમને ચોખ્ખું કહી દીધું કે મારી પાસે એટલા જ પૈસા છે. ત્યારે સુનિતાએ કહ્યું, તમે કૈબ કરી લો, હું અહીં તેને પૈસા આપી દઈએ.

 

View this post on Instagram

 

A post shared by anilskapoor (@anilskapoor)

આ ડેટ પછી બંને મુંબઈની સુંદર જગ્યાઓમાં બસ અને ટેક્સીમાં ફરવા જતા હતા, સુનિતા ફેમસ મોડલ હોવા છતાં પણ તેમને બસમાં ફરવામાં કોઈ આપત્તિ ન હતી. તે જ અનિલ  કપૂરનો  ખર્ચો ઉઠાવતી હતી. છેલ્લે અનિલ કપૂરે તેમને પ્રપોઝ કરી દીધું અને વાત લગ્ન સુધી પહોંચી હતી.

 

View this post on Instagram

 

A post shared by anilskapoor (@anilskapoor)

અનિલે મિત્રોની સલાહ માનીને બે વાર લગ્ન પાછળ ખસેડ્યા હતા. બંનેના લગ્ન 19 મેં 1984માં થયા. જણાવી દઈએ કે અનિલે જણાવ્યું હતું કે તે પૈસાની કમીને કારણ લગ્ન ન હતો કરવા માંગતો હતો. પછી તેમને સુભાષ ધઈની ફિલ્મ ‘મેરી જંગ’ ઓફર મળી, જેવી જ ફિલ્મ સાઈન કરી અને તેમને સાઈનિંગ અમાઉટ મળ્યું તેમને તરત જ લગ્ન કરી લીધા હતા. બંનેના ત્રણ બાળકો છે સોનમ કપૂર, રિયા કપૂર, હર્ષવર્ધન કપૂર.

 

View this post on Instagram

 

A post shared by anilskapoor (@anilskapoor)

કેરિયરની શરુઆતી દિવસોમાં અનિલ કપૂર ફિલ્મોમાં નાના-મોટા રોલ મળતા હતા.અનિલે ‘હમારે-તુમ્હારે’, ‘શક્તિ’ જેવી ફોલ્મોમાં સાઈડ રોલ કર્યો છે. તેમને 1983 માં આવેલી ફિલ્મ ‘વો સાત દિન’માં લીડ રોલમાં કામ કર્યું હતી અને આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by anilskapoor (@anilskapoor)

અનિલે ‘મેરી જંગ’, ‘મશાલ’, ‘રામ લખન’, ‘યુદ્ધ’, ‘બેટા’, ‘તેજાબ’, ‘પરિંદા’, ‘નાયક’, ‘રેસ 2’, ‘સાહેબ’, ‘મિ. ઇન્ડિયા’, “ઘર હો તો એશા’,’કાલા બાજાર’, ‘કિશન કન્હૈયા’, ‘જમાઈ રાજા’, ‘ઈશ્વર’, ‘જુદાઈ’, ‘વિરાસત’ જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by anilskapoor (@anilskapoor)