અજબગજબ

ડોક્ટરે કરી નવજાત બાળકને રોવડાવવાની કોશિશ, તેને આવી ગયો ગુસ્સો

સોશિયલ મીડિયા પર તાજેતરના સમયમાં એક નવજાત બાળકીની તસ્વીર ખુબ વાયરલ થઇ રહી છે અને વાયરલ થવાનું કારણ પણ ચોકનાવનારું છે. મામલો બ્રાઝિલના રિયો ડી જાનેરીઓના એક હોસ્પિટલનો છે, જ્યાં આગળની 13 ફેબ્રુઆરીના રોજ એક મહિલાએ ક્યૂટ બાળકીને જન્મ આપ્યો હતો.

બાળકના જન્મ પછી જ્યારે ડોકટરોએ બાળકીને રોવડાવવાની કોશિશ કરી તો બાળકીના ચેહરા પરના હાવ-ભાવ જોઈને હેરાન રહી ગયા હતા અને બાળકીની આ ક્ષણને કેમેરામાં કૈદ કરવામાં પણ આવી હતી. જેના પછી તેની આ ક્ષણ લોકોના ચેહરા પર હલકું સ્મિત લાવવાનું કામ કરી રહી છે.

મળેલી જાણકારીના આધારે બાળકી જન્મ પછી રોઈ રહી જ ન હતી. એવામાં ડોકટરોએ તેને રોવડાવવાની કોશિશ કરી જેથી તેઓ એ સુનિશ્ચિ કરી શકે કે બાળકી એકદમ સ્વસ્થ છે અને તેના ફેફસા યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. પણ આ દરમિયાન બાળકીની પ્રતિક્રિયા એકદમ ગુસ્સાથી ભરપૂર હતી, જેનાથી હોસ્પિટલનું વાતાવરણ ખુશનુમા થઇ ગયું હતું.

રિપોર્ટના આધારે બાળકીની માં Daiane de Jesus Barbosa એ એક સ્થાનીય પ્રોફેશનલ ફોટોગ્રાફર Rodrigo Kunstmann ને હાયર કર્યા હતા. જેથી તે તેની નવજાત બાળકીની યાદગાર તસ્વીરોને કૈદ કરી શકે. એવામાં તેની દીકરીના જન્મ થતા જ તેની ક્ષણે કૅમેરામાં કૈદ કરવામાં આવી હતી. તેમણે બાળકી અને તેના પરિવારની તસ્વીરો ફેસબુક પણ પણ શેર કરી હતી.

ફોટોગ્રાફર Rodrigo એ મીડિયાને જણાવ્યું કે બાળકી જન્મ પછી રોઈ રહી ન હતી. એવામાં ડોક્ટરોએ તેને રોવડાવવાની કોશિશ કરી હતી તો બાળકીએ ગુસ્સામાં પોતાની આંખો મોટી કરી નાખી હતી અને પોતાનો ચેહરો એદકમ ગંભીર અને ગુસ્સેલ બનાવી લીધો હતો. જેના પછી ગર્ભનાળ કાપ્યા પછી બાળકી રોવા લાગી હતી.

બાળકીની માં Daiane એ કહ્યું કે બાળકીની આવી પ્રતિક્રિયા એક ખુશનુમા બની ગઈ છે, અને પોતાની દીકરીનું નામ ઈશાબેલા રાખવામાં આવ્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.