ખબર ફિલ્મી દુનિયા

કરીનાના પપ્પા રણધીર કપૂરે બાળકને લઈને ખોલ્યું મોટું રહસ્ય, જાણો વિગત

છેલ્લા ઘણા મહિનાથી કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન તથા તેમના ફેન્સ અને તેમના પરિવારમાં નાના મહેમાનના આગમનની રાહ જોઈ રહ્યા હતા. કરીનાની Baby ડિલિવરીને લઈને તમામ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે.

જોકે, આ અહેવાલોની વચ્ચે કરીના થોડા દિવસ પહેલા પુત્ર તૈમૂર સાથે તેના બાંદ્રા નિવાસમાં ફરતી જોવા મળી હતી. સૈફ અલી ખાન પણ ત્યાં હાજર હતો. બૉલીવુડ હિરોઈન કરીના ખાન બીજી વાર આજે મમ્મી બની છે. કરીના ખાન અને સૈફ અલી ખાનને ત્યાં પુત્ર જન્મ્યો છે.

આજે રવિવારે પટૌડી ખાનદાનમાં ખુશીનો માહોલ છે. આજે કરીના કપૂરે સૈફ અલી ખન્ના ચોથા બાળકને જન્મ આપ્યો છે. કરીના કપૂર મુંબઈમાં બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે ભરતી થઇ હતી. કરીનાને દીકરો આવ્યો એની પુષ્ટિ એના પિતાજી એટલે કે દિગ્ગજ એક્ટર રણધીર કપૂરે કર્યું હતું. તેમને જણાવ્યું કે કરીના કપૂરને બેબી બોય થયો છે અને આખો પરિવાર તેનાથી ખુશ છે.

તમને જણાવી દઈએ કે કરીના ખાનને બેબી બોય આવ્યું કે બેગી ગર્લ આ રહસ્ય પર ફેન્સ અનુમાન લગાવી રહ્યા હતા. એના રહસ્ય પર થી પડદો રણધીર કપૂરે ઉઠાવી દીધો છે. રણધીર કપૂરે કહ્યું હતું કે હા આ સાચું છે કે કરીના કપૂરે એક બેબી બોય ને જન્મ આપ્યો છે. આ સમાચારથી અમે બધા ખુબ ખુશ છીએ. અમે બધા કેન્ડી હોસ્પિટલ જઈ રહ્યા છીએ, જ્યાં કરીનાએ બીજા બાળકને જન્મ આપ્યો છે. અમે લોકો રસ્તામાં છીએ. રણધીર મુજબ કરીનાએ આજે સવારે ૯ વાગે બાળકને જન્મ આપ્યો છે. તમને જણાવી દઈએ કે પિતા સેફ અલી ખાન પેટર્નીટી લિવ પર છે. તેમને પોતાના પ્રોજેક્ટથી બ્રેક લીધો છે.

તમને જણાવી દઈએ કે મંગળવાર, 9 ફેબ્રુઆરીના રોજ રણધીર કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરે દુનિયા છોડી દીધી હતી અને ગયા વર્ષે 30 એપ્રિલના રોજ રિશી કપૂરે દુનિયા છોડી દીધી હતી એક જ વર્ષમાં બે ભાઈના આવા સમાચારથી રણધીર કપૂર એકદમ ભાંગી પડ્યાં હતાં.